Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આ વર્ષે મોનસુન સામાન્ય રહેશે : હવામાન વિભાગ

કૃષિ ક્ષેત્ર અને દેશની અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, આ વર્ષે ખુબ સારો વરસાદ થઈ શકે છે. આજે હવામાન વિભાગે કહ્યું હતું કે, જુનથી સપ્ટેમ્બરની અવધીમાં મોનસુન સામાન્ય રહેશે. ભારતીય હવામાન વિભાગના ડીજી કેજી રમેશે માહિતી આપતા કહ્યું છે કે, મોનસુન લાંબી અવધીના એટલે કે એલપીએના ૯૭ ટકા સુધી રહેશે. એલપીએના ૯૭ ટકા સુધી વરસાદને મોસમ માટે સામાન્ય વરસાદ ગણવામાં આવે છે. દેશમાં ઓછા વરસાદની શક્યતા ખુબ ઓછી રહેલી છે. અન્ને ઉલ્લેખનીય છે કે, ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેેટે ચોથી એપ્રિલના દિવસે તેની પ્રથમ આગાહી કરી હતી. જેમાં સ્કાયમેટે કહ્યુ હતું કે વર્ષ ૨૦૧૮માં દક્ષિણપશ્ચિમ મોનસુન લોંગ પિરિયડ અવરેજના ૧૦૦ ટકા રહી શકે છે. એટલે કે નોર્મલ મોનસુનની આગાહી કરવામાં આવતા સરકાર અને ખેડુત સમુદાયમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. તેના દ્વારા કહેવામા આવ્યું હતું કે, તેની આગાહીમાં પાંચ ટકા ફેરફાર થઇ શકે છે. આગાહીમાં કહેવામાં આવ્યુ હતું કે જુનથી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં લોંગ પિરિયડ અવરેજ ૮૮૭ મીલીમિટર રહી શકે છે. એજન્સીએ કહ્યુ હતું કે દેશવ્યાપી દુષ્કાળ અથવા તો ઓછા વરસાદની શક્યતા નહીંવત જેવી છે. દેશભરમાં કુલ સિઝનલ વરસાદનો આંકડો એલપીએના ૯૦ ટકાની આસપાસ રહી શકે છે. આગાહીમાં કહેવામાં આવ્યુ હતું કે આ વર્ષે એલપીએના ૯૬-૧૦૪ ટકા સુધી વરસાદ રહી શકે છે. એટલે કે નોર્મલ વરસાદની શક્યતા છે. છેલ્લી ત્રણ સિઝનમાં વર્ષ ૨૦૧૫ અને વર્ષ ૨૦૧૬માં સ્કાયમેટની પ્રથમ આગાહીથી વાસ્તવિક વરસાદ ઓછો રહ્યો હતો. જો કે એપ્રિલ મહિના માટે કરવામાં આવેલી આગાહી યોગ્ય રહી હતી.

Related posts

વડાપ્રધાન મોદીએ જમ્મુ – કાશ્મીરમાં ૨૦૦૦૦ કરોડનાં વિકાસ કાર્યોનું ઉદ્‌ઘાટન કર્યું

aapnugujarat

મસુદના મુદ્દા ઉપર ફ્રાન્સ, બ્રિટનનું ભારતને સમર્થન

aapnugujarat

अहमद पटेल के करीबी संजीव महाजन के ठिकानों पर छापेमारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1