Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉન્નાવ ગેંગ રેપ : ભાજપ સભ્ય સેંગરની થયેલી અટકાયત

સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઉન્નાવ ગેંગ રેપ કેસમાં આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની આજે વહેલી પરોઢે સીબીઆઇ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. આની સાથે જ ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો. સીબીઆઇની ટીમે આજે સવારે સેંગરને કસ્ટડીમાં લઇને પુછપરછનો દોર હાથ ધર્યો હતો. તેમની સામે ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે. સીબીઆઇની કસ્ટડીમાં આવ્યા બાદ સેંગરને હવે લાંબી કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. નાટયાત્મક ઘટનાક્રમનો દોર આકેસમાં સતત ચાલી રહ્યો છે. સીબીઆઇ દ્વારા તેમને કસ્ટડીમાં લેવાના પ્રશ્ને સેંગરના પરિવારના સભ્યોએ જ કહ્યુ હતુ કે સેંગર તરફથી જ સીબીઆઇ તપાસની માંગ કરવામાં આવી હતી. સેંગરના સંબંધી પ્રખર સિંહે માહિતી આપતા કહ્યુ છે કે સવારમાં સીબીઆઇની ટીમ આવી હતી અને તેમને હેડ ઓફિસ જવા માટે કહ્યુ હતુ. બીજી બાજુ કન્નોજના એસપી કિરીટ રાઠોડે કહ્યુ છે કે જો કોઇ વ્યક્તિ દોષિત છે તો તેમની સામે કાર્યવાહી કરવામા આવશે. તેમણે કહ્યુ હતુ કે તપાસ અધિકારીઓ દ્વારા લાંચ લેવામાં આવી છે તેવી ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસ હવે એડિશનનલ એસપીનો સોંપી દેવામાં આવ્યો છે. આ ચકચારી કેસમાં સેંગર પર સીબીઆઇ દ્વારા ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલાની તપાસ માટે બનાવવામાં આવેલી તપાસ સમિતીએ પોલીસ મહાનિર્દેશકને તેનો હેવાલ મોકલી દીધો હતો. એસઆઇટીના હેવાલ ઉપરાંત જિલ્લા અધિકારી ઉન્નાવ અને ડીઆઇજી જેલે પણ આ મામલે જોડાયેલો હેવાલ વહીવટીતંત્ર પાસે મોકલી દીધો હતો.
ઉત્તરપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરના મામલામાં યોગી સરકાર પણ આરોપોનો સામનો કરી રહી છે. ભાજપના ધારાસભ્યને બચાવવા માટે તેના પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલા જવાબમાં ઉન્નાવ ગેંગરેપના આરોપી સેંગરને હાલમાં સરકારે ક્લીનચીટ ગઇકાલે આપી દીધા બાદ આજે સેંગરની અટકાયત કરી લેવામાં આવી હતી. સરકારે કોઇ પુરાવા સેંગરની સામે હોવાનો ઇન્કાર કર્યો હતાઆ પહેલા બુધવારે રાત્રે હાઈપ્રોફાઇલ ડ્રામાની સ્થિતિ સર્જાઈ હતી. ઉન્નાવના બાંગરમઉ સીટના ધારાસભ્ય સેંગર લખનૌ એસએસપીના આવાસ ઉપર પહોંચ્યા હતા. પહેલા તેમની શરણાગતિની ચર્ચા હતી પરંતુ મોડેથી ધારાસભ્યએ કહ્યું હતું કે, તેઓ એસએસપીને એમ કહેવા આવ્યા હતા કે, તેઓ અહીં જ ફરાર થયા નથી. ઉન્નાવ ગેંગરેપ કેસમાં મોડી રાત્રે ઉત્તરપ્રદેશ સરકારે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટે પણ બુધવારે કઠોર વલણ અપનાવ્યું હતું. રેપના આરોપી કુલદીપ સેંગરની ધરપકડ કરવામાં આવશે કે કેમ તેવો પ્રશ્ન કોર્ટે સરકારને કર્યો હતો. કોર્ટના આ આદેશ બાદ ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી રિપોર્ટની માંગ કરવામાં આવી હતી. તે પહેલા ઉન્નાવની ઘટનામાં સીબીઆઇ તપાસની માંગ યોગી સરકાર દ્વારા કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે તરત જ આ મામલે સીબીઆઇ તપાસની ભલામણને લીલીઝંડી આપી દીધી હતી. દરમિયાન પિડીતાએ કહ્યુ છે કે સેંગરને કઠોર સજા કરવામાં આવે તે જરૂરી છે. પિડિતાના પિતાને આર્મ્સ એક્ટ હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ તેમનુ મોત થયુ હતુ.

સેંગરને કસ્ટડીમાં નહીં બલ્કે ધરપકડ કરવા કોર્ટનો હુકમ
ઉન્નાવ ગેંગરેપ કેસના આરોપી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર ઉપર સકંજો મજબૂત કરવામાં આવી રહ્યો છે ત્યારે કોર્ટે પણ આ મામલામાં ગંભીર નોંધ લીધી છે. સીબીઆઈ ભાજપના ધારાસભ્ય ઉપર મુકવામાં આવેલા રેપના આરોપો, પીડિતાના પિતાની હત્યા, યુવતીના પિતા પર દાખલ આર્મ્સ એક્ટના મામલામાં તપાસમાં લાગી ગઈ છે. આ મામલામાં ઉન્નાવના માખી પોલીસ સ્ટેશનના તત્કાલિન એસઓ કેપીસિંહ સહિત છ પોલીસ કર્મીઓની અટકાયત કરાઈ છે. બીજી બાજુ આ સમગ્ર મામલામાં હાઈકોર્ટે પણ નોંધ લીધી છે. આરોપી ધારાસભ્યની અટકાયત નહીં બલ્કે ધરપકડ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સમગ્ર મામલામાં પ્રોગ્રેસિવ રિપોર્ટ બીજી મે સુધી રજૂ કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસના ઘટનાક્રમ અંગે માહિતી આપતા પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે, ૧૧મી જૂનના દિવસે નોંધવામાં આવેલી એફઆઈઆરમાં તેમનું નામ ન હતું પરંતુ હાલમાં તેમનું નામ સપાટી ઉપર આવ્યું છે. બીજી બાજુ સીબીઆઈ સમગ્ર કેસમાં તપાસમાં લાગી ગઈ છે. પીડિતાનું કહેવું છે કે, સેંગરને સૌથી કઠોર સજા કરવામાં આવે તે જરૂરી છે. પીડિતાના પિતાને આર્મ્સ એક્ટ હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ કસ્ટડીમાં ગાળા દરમિયાન તેમનું મોત થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર પર ૧૪ ઇજાના નિશાન મળી આવ્યા હતા. ધારાસભ્ય અને તેમના સમર્થકો ઉપર પીડિતા સાથે રેપ અને મારામારી કરીને પિતાને મારી નાંખવાનો આક્ષેપ કરાયો છે.

Related posts

FPI દ્વારા માર્ચમાં ૨૦,૪૦૦ કરોડનું રોકાણ

aapnugujarat

सरकार बजट में गैर-जीवन बीमा कंपनियों में 4,000 करोड़ रुपए पूंजी डालने की घोषणा कर सकती है

aapnugujarat

આસામમાં હિમંત બિસ્વાએ મુખ્યમંત્રી પદ સંભાળ્યું

editor

Leave a Comment

UA-96247877-1