Aapnu Gujarat
મનોરંજન

અનન્યા પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મી ચાહકોનો ધસારો

બોલિવુડમાં સ્ટાર અભિનેતા અને અભિનેત્રીઓના બાળકો ઝડપથી પ્રવેશ કરી રહ્યા છે. હવે વિતેલા વર્ષોના સ્ટાર અભિનેતા ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પાન્ડે બોલિવુડમાં પ્રવેશ કરવા જઇ રહી છે. તે કરણજોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મ મારફતે બોલિવુડમાં પ્રવેશ કરી રહી છે. ફિલ્મમાં તેની સાથે જેકી શ્રોફનો પુત્ર ટાઇગર શ્રોફ રહેશે. કરણ જોહરની પ્રથમ ફિલ્મમાં બોલિવુડના કલાકારો જે એન્ટ્રી મારી ગયા હતા તેમાં વરૂણ ધવન, સિદ્ધાર્થ મલહોત્રા અને આલિયા ભટ્ટનો સમાવેશ થાય છે. સ્ટુડન્ટ ઓફ ધ યર મારફતે આ ત્રણેય કલાકારો બોલિવુડમાં પ્રેશ્યા બાદ ત્રમેય હાલના લોકપ્રિય સ્ટાર છે. યુવા પેઢીમાં સૌથી લોકપ્રિય પણ છે. હવે બીજી બે અભિનેત્રી એન્ટ્રી કરી રહી છે. બુધવારના દિવસે ફિલ્મ માટે પોસ્ટર લોંચ કરવામાં આવ્યા બાદ ફિલ્મમાં તારા સુતરિયા અને મુખ્ય અભિનેત્રી તરીકે અનન્યા પાન્ડેનુ નામ નક્કી થઇ ગયુ છે. હજુ સુધી અનન્યાને ફોટો અને વિડિયો શેયર કરનાર લોકોની સંખ્યા વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પર માત્ર ૧૯૦૧ જેટલી હતી. સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ના પોસ્ટર જારી કરવામાં આવ્યા બાદ આઠ કલાકની અંદર તેના ફોલોઅર્સની સંખ્યા વધીને ૯૮૦૦૦ સુધી પહોંચી ગઇ છે. અનન્યાને ફોલો કરનારની સંખ્યા હવે લાખોમાં પહોંચી ચુકી છે. તમામ લોકો જાણે છે કે અનન્યા ચંકી પાન્ડે અને ભાવ્યા પાન્ડેની પુત્રી છે. તેની ગયા વર્ષથી જ નોંધ લેવામાં આવી હતી. ઇન્ટરનેટ પર અનન્યાની સાથે હમેંશા શાહરૂખખાનની પુત્રી નજરે પડે છે. છેલ્લા થોડાક સમયથી તેની પણ ફિલ્મોમાં પ્રવેશને લઇને ચર્ચા હતી. અનન્યા હાલમાં ૧૯ વર્ષની છે અને હાલમાં અભ્યાસ કરી રહી છે. સ્ટુડન્ટ ઓફ ધ યરની સિક્વલ ફિલ્મમાં તે ટાઇગર શ્રોફની સાથે દેખાશે. ફિલ્મનુ શુટિંગ નવમી એપ્રિલના દિવસે શરૂ કરવામાં આવ્યુ છે. જેનુ નિર્દેશન પુનિત મલહો૬ા કરી રહ્યા છે. જ્યારે નિર્માતા તરીકે કરણ જોહર છે. આ ફિલ્મને આ વર્ષે જ ૨૩મી નવેમ્બરના દિવસે રજૂ કરવાની તૈયારી હાલમાં કરવામાં આવી છે. ફિલ્મમાં હમેંશા જોરદાર મશાલા ઉમેરી દેવા માટે કરણ જોહર જાણીતા રહ્યા છે. તેમની તમામ ફિલ્મોના ગીતો તો હમેંશા સુપરહિટ જ રહે છે. અગાઉ મુળ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઇ હતી. જેમાં વરૂણ, આલિયા અને સિદ્ધાર્થની જોડી ખુબ પસંદ પડી હગતી. હવે ચંકી પાન્ડેની પુત્રી પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. સ્ટાર કલાકારોના બાળકો સતત પ્રવેશ કરી રહ્યા છે. સેફ અલી ખાનની પુત્રી સારા ખાન કેદારનાથ ફિલ્મ મારફતે એન્ટ્રી કરી રહી છે. આવી જ રીતે હાલમાં અવસાન પામેલી સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જહાનવી પણ બોલિવુડમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. તે ધડક મારફતે બોલિવુડમાં પ્રવેશ કરવા જઇ રહી છે. તમામ નવા કલાકારો જોરદાર એન્ટ્રી કરવા માટે ઇચ્છુક છે.

Related posts

કંગના ભાજપની ટિકિટ પરથી લોકસભાની પેટા ચૂંટણી લડશે?

editor

જેકલિન જુડવા-૨ ફિલ્મને લઇ વ્યસ્ત

aapnugujarat

મને તક મળે તો હું સ્વચ્છ ભારતની મિનિસ્ટર બનવાનું પસંદ કરીશ : દીપિકા પાદુકોણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1