Aapnu Gujarat
મનોરંજન

જેકલિન જુડવા-૨ ફિલ્મને લઇ વ્યસ્ત

જુડવા-૨ ફિલ્મનું શુટિંગ હાલમાં ખુબ ઝડપથી ચાલી રહ્યુ છે. આ કોમેડી એકશન ફિલ્મને લઇને તમામ કલાકારો ખુબ મહેનત કરી રહ્યા છે. ડેવિડ ધવનની ફિલ્મ હોવાથી સફળતા તો ચોક્કસપણે આ ફિલ્મને મળનાર છે. જુડવા-૨ ફિલ્મમાં અભિનેત્રી જેકલિન કરિશ્મા કપૂરની ભૂમિકામાં નજરે પડનાર છે જેના પરિણામ સ્વરુપે હાલમાં જેકલિન કરિશ્મા કપૂરની વિતેલા વર્ષની જુડવા ફિલ્મને નિહાળી રહી છે. પોતાના પાત્રને ન્યાય આપવા માટે જેકલિન ભારે પ્રભાવિત દેખાઈ રહી છે. ડેવિડ ધવન દ્વારા નિર્દેશિત જુડવા ફિલ્મમાં સુપરસ્ટાર સલમાન ખાને બેવડી ભૂમિકા ભજવી હતી. હવે ડેવિડ ધવન દ્વારા જ જુડવા-૨ ફિલ્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં વરુણ ધવન બેવડી ભૂમિકા છે. તેની સાથે તાપ્સી પન્નુ પણ છે જે વિતેલા વર્ષની જુડવા ફિલ્મમાં જે ભૂમિકા રંભા દ્વારા અદા કરવામાં આવી હતી તે ભૂમિકામાં નજરે પડનાર છે. જ્યારે જેકલિન અને વરુણ આ પહેલા પણ સાથે કામ કરી ચુક્યા છે. રોહિતની ફિલ્મમાં આ બંને સાથે હતા પરંતુ બંને પ્રથમ વખત તાપ્સી સાથે નજરે પડશે. આ ઉપરાંત જેકલીને હાલમાં જ બોલીવુડની એક્શન આઈકન અંગે વાત કરતા કહ્યું હતું કે, ડેવિડ ધવનની ફિલ્મો હંમેશા ચાહકોને પસંદ પડી છે. ફ્લાઇંગ જાટ ફિલ્મ તેની ફ્લોપ રહી હતી. જેકલિન હાલમાં બે પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે જેમાં રિલોડ અને ડ્રાઇવ ફિલ્મનો સમાવેશ થાય છે. જુડવા-૨ ફિલ્મનું નિર્માણ સાજિદ નડિયાદવાળા દ્વારા કરાઈ રહ્યું છે. આ ફિલ્મ પ્રાથમિક કાર્યક્રમ મુજબ ૨૯મી સપ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે રજૂ કરાશે.

Related posts

બજાર ફિલ્મની રજૂઆતની તારીખને લઇ દુવિધા

aapnugujarat

रोजवैली चिटफंड घोटाला : रितुपर्णा सेनगुप्ता को ईडी ने जारी किया समन

aapnugujarat

Children should be encouraged for playong games and sports : Sonakshi

aapnugujarat

Leave a Comment

UA-96247877-1