Aapnu Gujarat
રમતગમત

ધોનીએ આમ્રપાલી ગ્રુપ પાસેથી ૧૫૦ કરોડ રૂપયા વસૂલ કરવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો

ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ આમ્રપાલી ગ્રુપ પાસેથી ૧૫૦ કરોડ રૂપયા વસૂલ કરવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, ધોની જ્યારે આમ્રપાલી ગ્રુપનો બ્રાન્ડ એમ્બેસેડર હતો ત્યારે તેને ઘણા વર્શો સુધી તેને રૂપિયાની ચૂકવણી કરવામા આવી નહતી. રહિતિ સ્પોર્ટસ કંપનીએ દિલ્હી હાઇકોર્ટમાં આમ્રપાલી ગ્રુપ વિરૂદ્ધ બાકી નિકળતા નાણા લેવા માટે અરજી દાખલ કરી છે. તમને જણાવી દઇ કે, રહિતિ સ્પોર્ટસ તે કંપની છે જે ધોની, કે એલ રાહુલ, ભુવનેશ્વર કુમાર અને સાઉથ આફ્રીકન ખેલાડી ફાફ ટુ પ્લેસિસ જેવા ઘણા ક્રિકેટરનું મેનેજમેન્ટ સંભાળે છે.રિપોર્ટ અનુસાર, રહિતિ સ્પોર્ટસના મેનેજીંગ ડાયરેક્ટર અરૂણ પાન્ડેએ મામલામાં કહ્યું કે, આમ્રપાલી દ્વારા બ્રાન્ડિંગ અને માર્કેટિંગ એક્સિક્યૂટિવના માટે અમોને રૂપિયા આપવામાં આવ્યા નથી. કંપનીને આમ્રપાલી ગ્રુપ પાસેથી લગભદ ૨૦૦ કરોડ રૂપિયા પરત લેવાના છે. તમને જણાવી દઇએ કે, ધોની ૬-૭ વર્ષ સુધી આમ્રપાલીનો બ્રાન્ડ એમ્બેસેડર રહ્યો હતો પરંતુ વર્ષ ૨૦૧૬માં તેણે રાજીનામું આપી દીધુ હતું. ધોનીએ બ્રાન્ડ એમ્બેસેડરનાં પદ પરથી રાજીનામું એટલા માટે આપી દીધુ હતું કારણ કે આમ્રપાલી ગ્રુપ દ્વારા હાઉસિંગ પ્રોઝેક્ટને સમય પર પૂર્ણ કરવામાં આવ્યો નહી અને લોકોને તેમના ઘર આપવામાં આવ્યા નહતાં.જેને લઇ સોશિયલ મીડિયામાં યૂઝર્સ ધોનીને ખુબ જ ટ્રોલ કરી રહ્યા છે. જે લોકોએ આમ્રપાલી ગ્રુપમાં ખરિદવા માટે પૈસા જમા કરાવી રાખ્યા હતાં. તેઓ ધોનીને પોતાના ટ્‌વીટમાં ટેગ કરીને કહેતા હતાં કે, ક્રિકેટલ બિલ્ડરથી અલગ થઇ જાય અથવા તેમના ઘર અપાવવામાં મદદ કરે. ત્યાં જ વર્ષ ૨૦૧૧મા ભારતે જ્યારે વર્લ્ડકપ જીત્યો ત્યારે આમ્રપાલી ગ્રુપ દ્વારા ટીમના પ્રેત્યેક સભ્યને નોઇડા એક્સટેંશનમાં આમ્રપાલી ડ્રીમ વૈલી પ્રોજેક્ટ અંતર્ગત એક-એક વીલા આપવાની ઘોષણા કરી હતી.

Related posts

Ind v Wi-A : विहारी और रहाणे के अर्धशतक, अभ्यास मैच ड्रॉ

aapnugujarat

विपक्ष कितना भी मजबूत हो, गांगुली ने कभी कदम पीछे नहीं हटाए : गावसकर

aapnugujarat

फीफा महिला विश्व कप: अमेरिका ने थाईलैंड को 13-0 से हराया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1