Aapnu Gujarat
બ્લોગ

વિશ્વ વિભૂતિ બાબા સાહેબ આંબેડકર

ડૉ. આંબેડકર અનન્ય કોટિના નેતા હતા, જેમણે પોતાનું આખુ જીવન ભારતનું કલ્યાણ કરવામાં લગાડી દીધુ. ખાસ કરીને ભારતના ૮૦ ટકા દલિતો આર્થિક રૂપે શાપિત હતા. તેમને અભિશાપથી મુક્ત કરવાનો ડો. આંબેડકરના જીવનનો મૂલ મંત્ર હતો.૧૪ એપ્રિલ ૧૮૯૧માં મહુમાં સૂબેદાર રામજી શંકપાલ અને ભીમાબાઈની ચૌદમી સંતાનના રૂપમાં ડો,ભીમરાવ આંબેડકરનો જન્મ થયો. તેમના વ્યક્તિત્વમાં સ્મરણ શક્તિની પ્રખરતા, બુધ્ધિમાન, ઈમાનદારી, સત્યતા, નિયમિતતા, દ્રઢતા, પ્રચંડ સંગ્રામી સ્વભાવનો મણિકાંચન મેળ હતો. સંજોગવશ ભીમરાવ સાતારા ગામના એક બ્રાહ્મણ શિક્ષકને ખૂબ ગમ્યા. તેઓ અત્યાચાર અને લાંચનના તીવ્ર તડકામાં ટુકડો વાદળની જેમ ભીમને માટે માઁનો પાલવની છાયા બની ગયા બાબા સાહેબે કહ્યુ – વર્ગહીન સમાજ રચતા પહેલા સમાજને જાતિવિહિન કરવો પડશે.
સમાજવાદ વગર દલિત-મહેનતી માણસોની આર્થિક મુક્તિ શક્ય નથી.ડો. આંબેડકરનો અવાજ ગૂંજી ઉઠ્યો -’સમાજને શ્રેણીવિહીન અને વર્ણવિહીન કરવો પડશે. કારણ કે શ્રેણીએ માણસને ગરીબ અને વર્ણએ માણસને દલિત બનાવી દીધો. જેની પાસે કશુ નથી, તેવા લોકો ગરીબ મનાય છે. અને જે કશુ નથી તેઓ દલિત સમજાય છે.
બાબા સાહેબને સંઘર્ષનું બ્યુગલ વગાડીને આહ્વાન કર્યુ, ’છીનવેલા અધિકારો ભીખમાં નથી મળતા, અધિકાર વસૂલ કરવાનો હોય છે. તેમણે કહ્યુ કે ’હિન્દુત્વનું ગૌરવ વધારનારા વશિષ્ઠ જેવા બ્રાહ્મણ, રામ જેવા ક્ષત્રિય, હર્ષ જેવા વૈશ્ય અને તુકારામ જેવા શુદ્ર લોકોએ પોતાની સાધનાનું પ્રતિફળ જોડ્યુ છે. તેમનું હિન્દુત્વ દીવાલો વચ્ચે બંધ નથી પણ, ગ્રહિષ્ણુ, સહિષ્ણુ અને ચલિષ્ણુ છે.
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવ આંબેડકરને મેધાવી વિદ્યાર્થીના નાતે શિષ્યવૃત્તિ આપીને ૧૯૧૩માં તેમને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા મોકલી દીધા અમેરિકામાં કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં રાજનીતિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, માનવ વિજ્ઞાન, દર્શન અને અર્થ નીતિનો ઉંડો અભ્યાસ બાબા સાહેબે કર્યો હતો ત્યાં ભારતીય સમાજનો અભિશાપ અને જન્મસૂત્રથી મળતી અસ્પૃશ્યતા નહોતી. તેથી તેમને અમેરિકામાં એક નવી દુનિયાના દર્શન થયા. ડો, આમ્બેડકરે અમેરિકામાં એક સેમિનારમાં ’ભારતીય જાતિ વિભાજન’ પર પોતાનો પ્રખ્યાત શોધ-પત્ર વાચ્યો, જેમાં તેમના વ્યક્ત્તિત્વની ચારેબાજુ પ્રશંસા થઈ.ડો.આંબેડકર સિવાય ભારતીય સંવિધાનની રચના માટે કોઈ બીજો વિશેષજ્ઞ ભારતમાં નહોતો. તેથી સર્વસમ્મતિથી ડો. આંબેડકરને સંવિધાન સભાની પ્રારુપણ સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા.સમતા સમાનતા અને સ્વતંત્રતા માટે જીવનભર ઝઝૂમનાર બાબાસાહેબના હુલામણા નામથી પ્રસિદ્ધ ભારતીય બંધારણના ઘડવૈયા, અર્થશાષા અને કાયદાના પ્રકાંડ પંડિત, પ્રખર દેશભકત, અસ્પૃશ્ય અને મહિલાઓના મુકિતદાતા, ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ના મધ્યપ્રદેશમાં મહુની લશ્કરી છાવણીમાં થયો હતો. રામજી શકપાલ અને ભીમાબાઇના ૧૪માં સંતાન તરીકે જન્મેલા ભીમરાવ નાનપણથી જ અસ્પૃશ્યતાના લીધે અપમાન અને અવમાનનાનો ભોગ બનતા રહ્યા હતાં. આંબેડકર સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારની હિંસક, અહિંસક, ક્રાંતિઓ તથા માનવીય હકકો માટેની લડાઇઓ અને સત્યાગ્રહો થયા છે.
સત્તા પરિવર્તન, વિચાર પરિવર્તન તથા આઝાદી માટેના આંદોલનો અને ક્રાંતિઓ થયેલ છે, પરંતુ ભારત જેવા દેશમાં માણસે પીવાના પાણી માટે કે જે પશુ પક્ષીઓને પણ સહેલાઇથી મળી રહે છે તેના માટે ડો. બાબાસાહેબે સત્યાગ્રહ કર્યો હતો.બાબાસાહેબ સ્ત્રીને સમાજનું આભૂષણ ગણાવતા હતા. તેમના મતે કોઇપણ સમાજના ઉત્થાન અને પતનની પરાશીશી તેસમાજના નારીના ઉત્થાનથી નક્કી કરી શકાય છે માટે જ તેમણે ભારતીય સમાજ વ્યવસ્થામાંસ્ત્રીઓની જે પશુવત દશા જોઇ, અનુભવી તેનાથી દ્રવિત થઇ તેમની મુકિત માટે આજીવન લડત ચલાવતા રહ્યા. એટલું જ નહિ બંધારણીય કાયદાઓ દ્વારા પણ સ્ત્રીઓને રક્ષણ આપી સ્ત્રીઓની મુકિત માટે સમાનતા અને સ્વતંત્રતા માટે હિન્દુ કોડ બિલની રચના કરી. ભારતમાં મહિલા મુકિતના મશાલચી મહાત્મા જયોતિરાવ ફૂલેના અનુયાયી એવા ડો. આંબેડકર પણ નારી મુકિતના પ્રખર હિમાયતી બની રહ્યા હતાં.પોતાની તંદુરસ્તીની પરવા કર્યા વગર રાત દિવસ જોયા વગર પ્રબળ પરિશ્રમ કરી તૈયાર કરેલા હિન્દુ કોડ બિલનો કરૂણ રકાસ થયો. હિન્દુ સમાજને એક સંહિતાએ સાંકળવાનું તેમનું સપનું ભાંગી પડયું. હિન્દુ કોડ બિલની પીછેહઠથી બાબાસાહેબ ખૂબ વ્યથિત થયા અને નારી મુકિતના યજ્ઞમાં પોતાના પ્રધાનપદની આહુતિ આપી દીધી.
ડો. આંબેડકરનું લક્ષ્ય હતુ – ’સામાજિક અસમાનતા દૂર કરીને દલિતોના માનવધિકારની પ્રતિષ્ઠા કરવી. ડો. આંબેડકર ઉંડા-ગંભીર અવાજમાં સાવધાન કર્યા હતા ’ જાન્યુઆરી ૧૯૫૦મા આપણે પરસ્પર વિરોધી જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે. અમારા રાજનિતિક ક્ષેત્રમાં સમાનતા રહેશે પણ સામાજિક અને આર્થિક ક્ષેત્રમાં અસમાનતા રહેશે. જેટલું જલ્દી થઈ શકે ત્યારે આપણે આ એકબીજાના વિરોધને દૂર કરવો પડશે નહિ તો અસમાનતાના શિકાર થઈશુ. તે આ રાજનીતિક ગણતંત્રના ઢાંચાને ઉડાવી દેશે. ડો. આંબેડકર એક નાયક, વિદ્વાન, દાર્શનિક, વૈજ્ઞાનિક, સમાજસેવી અને ધૈર્યવાન વ્યક્તિત્વના માલિક હતા. તેમની અદ્વિતીય પ્રતિભા અનુકરણીય છે. ડૉ.બાબાસાહેબ આંબેડકર દલિતો-પીડિતોના અધિકારો માટે જીવનભર સંઘર્ષ કરનાર સંઘર્ષવીર, સામાજિક ન્યાય અને સમાનતાના લડવૈયા, પ્રકાંડ પંડિત, કુશળ રાજનીતિજ્ઞ અને આર્ષદૃષ્ટા મહામાનવ તરીકે તો જાણીતા છે જ પણ ભારતીય બંધારણના એક અને અનન્ય ઘડવૈયા તરીકેની એમની ઓળખ કદી ન ભૂંસી શકાય તેવી છે.આઝાદી પૂર્વે ઈ.સ.૧૯૪૬માં કેબિનેટ મિશન યોજના મુજબ યોજાયેલી ચૂંટણી પછી પંડિત જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં કામચલાઉ સરકાર રચાઈ હતી. આ સમય દરમિયાન બંધારણના ઘડતરનું કામ પણ ચાલતું હતું.બંધારણ સમિતિના સભ્યો ચૂંટવાનું કામ પ્રાંતીક ધારાસભાઓ દ્વારા થતું હતું. ડો.બાબાસાહેબ આંબેડકર માટે દલિતોના હકો માટે લડવાનું આ એકમાત્ર અંતિમ ક્ષેત્ર હતું. તેથી બંધારણ સભામાં એમનો પ્રવેશ અનિવાર્ય હતો. તો કોંગ્રેસ તેમના પ્રવેશમાં મુખ્ય અવરોધક હતી.મુંબઈ વિધાનસભામાં એમની ઉમેદવારીને ટેકો આપનાર કોઈ નહોતું એટલે તેઓ બંગાળમાંથી બંધારણ સભાના સભ્ય બન્યા. ૧૩મી ડિસેમ્બર ૧૯૪૬ના રોજ બંધારણ સભાની બેઠક મળી. તેમાં મુસ્લિમ લીગ અને દેશી રાજ્યોના પ્રતિનિધિઓ ગેરહાજર હતા. તેથી બંધારણસભાના એક સભ્ય ડો.એમ.એમ. જયકરે બંધારણસભાનું કામ થોડો સમય મુલતવી રાખવા પ્રસ્તાવ મૂક્યો. જેની તરફેણ અને વિરોધમાં દલીલો થઈ. પ્રમુખની વિનંતીથી ડો.આંબેડકરે બંધારણસભામાં તેમનું પ્રથમ પ્રવચન આપ્યું.ડો.આંબેડકરના જીવનીકાર ધનંજય કીરે લખ્યું છે, ‘એક વિશાળ મસ્તક, મક્કમતાથી ભીડાયેલા હોઠ, લંબગોળ તેજસ્વી ચહેરો ધરાવતું એક પ્રચંડ વ્યક્તિત્વ ઊભું થયું. અત્યંત ગંભીરતાથી ભાષા પરના અમર્યાદિત પ્રભુત્વ અને અડગ હિંમત સાથે ડો. આંબેડકરે પોતાનું પ્રવચન શરૂ કર્યું.’ બૌદ્ધિક તટસ્થતા અને વાસ્તવિકતાના રણકાર સાથેના એ પ્રથમ પ્રવચનથી જ ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણ સભાના સભ્યો પર અમીટ છાપ મૂકી હતી. તેમણે કહ્યું હતું ‘આપણે સૌ રાજકીય ,સામાજિક અને આર્થિક બધી રીતે વિભાજિત છીએ.આપણે જુદી જુદી છાવણીઓમાં વહેંચાયેલા છીએ અને હું પણ આવી જ એક છાવણીનો નેતા છું, છતાં હું દૃઢતાપૂર્વક માનું છું કે આવા સંજોગોમાં પણ દુનિયાની કોઈ તાકાત આ દેશને એક થતો રોકી શકશે નહીં. આપણે એક પ્રજા તરીકે ચોક્કસ બહાર આવીશું.’ ૧૫મી જુલાઈ ૧૯૪૭ના રોજ બ્રિટનની સંસદમાં હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર થતાં ભારતની બંધારણ સભા સાર્વભૌમ બની. ભારત પાકિસ્તાનના ભાગલા સાથે દેશ આઝાદ થયો. બંગાળના ભાગલાને કારણે બંગાળના સભ્યોની સંખ્યા ઘટી જેમાં ડો. આંબેડકરનો સમાવેશ થતો હતો.આઝાદ ભારતના બંધારણના ઘડતર માટે જ્યારે દેશ નેતાઓ બ્રિટિશ બંધારણવિદ્‌ આયવરી જેનિંગ્સન પર નજર માંડી બેઠા હતા ત્યારે ગાંધીજીએ ‘ઘર આંગણે આંબેડકર છે ને’ એવો આદેશ કરેલો. ડો. આંબેડકરને બંધારણ સભાના સભ્ય તરીકે ચૂંટી લાવવાની જવાબદારી સરદાર પટેલના શિરે મૂકાઈ હતી. મુંબઈમાં જયકરના રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર ડો. આંબેડકરને ચૂંટી લાવવા સરદારે તે સમયના મુખ્યમંત્રી બી.જી. ખેરને પત્ર લખી જણાવ્યું હતું કે, ‘તમારે ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ પહેલાં ડો.આંબેડકરને જીતાડવાની વ્યવસ્થા કરવાની છે.’ (સરદાર પટેલ પત્રવ્યવહાર, ખંડ-૫, પૃષ્ઠ-૧૩૯) મુંબઈ વિધાનસભામાંથી, કોંગ્રેસના સમર્થનથી બાબાસાહેબ બંધારણ સભાના સભ્ય બન્યા હતા. આજીવન કોંગ્રેસ વિરોધી હોવા છતાં વિશાળ રાષ્ટ્ર હિતમાં તેઓ આઝાદ ભારતના પ્રથમ પ્રધાન મંડળમાં કાયદામંત્રી બન્યા હતા.ભારતીય બંધારણની સાત સભ્યોની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડો. આંબેડકરની વરણી થઈ અને તેને કારણે સંવિધાનના નિર્માણનું મુખ્ય કાર્ય તેમના શિરે આવ્યું. ‘માત્ર દલિતોના હિતોની હિફાજત માટે જ હું સંવિધાન સભામાં આવ્યો હતો. આ સિવાય મારા મનમાં બીજો કોઈ વિચાર નહોતો.’ એમ કહેનાર ડો. આંબેડકરે ભાંગતી તબિયતે અપાર મહેનત અને લગનથી બંધારણના ઘડતરનું કામ કર્યું હતું.બંધારણ સભાની વિવિધ ૧૩ સમિતિઓમાં અને સમગ્ર બંધારણ સભામાં ભિન્નભિન્ન રાજકીય વિચારધારાના સભ્યોની સામેલગીરી અને ખુદ બંધારણ નો મુસદ્દો ઘડનાર સમિતિના સભ્યોના અન્યત્ર રોકાણો છતાં ભારે ધીરજ અને કુનેહથી ડો. આંબેડકરે કામ કર્યું. મુસદ્દાની એક-એક કંડિકાઓ પર વિચારવિમર્શ કરી સર્વસંમતિ સાધી ૨ વરસ, ૧૧ માસ અને ૧૭ દિવસમાં કુલ ૧૬૫ દિવસની ૧૧ બેઠકમાં આ કપરું કામ બજાવ્યું હતું.બંધારણ સભાની અંતિમ બેઠકમાં બાબાસાહેબ આંબેડકરના આ અદ્‌્‌ભુત કાર્યની સરાહના કરતાં બંધારણ સભાના અધ્યક્ષ ડો. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું,ઃ ‘બંધારણ સભાની મુસદ્દા સમિતિના કાર્યનું હું પ્રત્યેક દિવસે નિરીક્ષણ કરતો આવ્યો છું.

Related posts

अकाली दल मिशन 2022 की सफलता को लेकर गंभीर

aapnugujarat

तानाशाही और सोनिया गांधी

editor

રક્ષાબંધન : ભાઈની રક્ષા માટે બંધાતું પવિત્ર રક્ષા કવચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1