Aapnu Gujarat
રમતગમત

કોહલી સતત બીજા વર્ષે વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરાયો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની દમદાર બેટિંગની મદદથી સતત બીજા વર્ષે વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરાયો હતો. વન-ડેમાં મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજને પણ આ એવોર્ડ માટે પસંદ કરાઈ છે.વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતે વર્ષ ૨૦૧૭માં શાનદાર દેખાવ કર્યો હતો પરંતુ એક બેટ્‌સમેન તરીકે પણ વિરાટ સૌથી આગળ રહ્યો હતો. ક્રિકેટના તમામ ફોર્મેટમાં સૌથી વધુ ૨,૮૧૮ રન બનાવ્યા હતા. તેણે ૨૦૧૬માં પણ સૌથી વધુ રન બનાવ્યા હતા.કોહલીએ આ વર્ષમાં બીજા સ્થાને રહેલા જો રૂટ કરતાં ૭૦૦ રન અને ત્રીજા સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવન સ્મિથથી ૧,૦૦૦ રન વધુ બનાવ્યા છે. આ સાથે વિરાટ કોહલીએ વીરેન્દ્ર સેહવાગના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી હતી.સેહવાગે ૨૦૦૮ અને ૨૦૦૯માં સૌથી વધુ રન બનાવ્યા હતા. ૨૦૧૭માં કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં ૭૫ની એવરેજથી ૧,૦૫૯ રન જ્યારે વન-ડે ક્રિકેટમાં ૭૬ની એવરેજથી ૧,૪૬૦ રન બનાવ્યા હતા.પાંચ મહિલા ક્રિકેટરોને પણ આ વર્ષે આ એવોર્ડ માટે પસંદ કરાઈ છે જેમાં ત્રણ ખેલાડી ઇંગ્લેન્ડની સામેલ છે જે ગત વર્ષે વર્લ્ડ કપ જીતનાર મહિલા ટીમમાં સામેલ હતી. ભારત તરફથી મિતાલી રાજને પસંદ કરાઈ છે.

Related posts

East Bengal will confer the ‘Bharat Gaurav’ award to Kapil Dev

aapnugujarat

CSK के 12 सदस्य संक्रमित, पूरी टीम हुई कोरेंटिन

editor

कप्तान सरफराज पर फूटा शोएब अख्तर का गुस्सा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1