Aapnu Gujarat
મનોરંજન

લગ્ન બાદ કેમરૂન હાલ ફિલ્મોને સ્વીકારી રહી નથી

હોલિવુડની સ્ટાર અભિનેત્રી કેમરૂન ડાયજ હાલમાં કોઇ ફિલ્મમાં કામ કરી રહી નથી. જેથી તેના ચાહકોને તેની ફિલ્મ જોવા માટે હજુ સુધી રાહજ જોવાની ફરજ પડી શકે છે. બીજી બાજુ કેમરૂન હાલમાં આરામના મુડમાં દેખાઇ રહી છે. થોડાક સમય સુધી આરામ કર્યા બાદ તે ફરી ફિલ્મમાં પ્રવેશ કરનાર છે. ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં મ્યુઝિસિયન બેન્જી મેડ્ડેન સાથે લગ્ન કર્યા બાદ હાલમાં વધારે સક્રિય દેખાઇ રહી નથી. તે નવી ફિલ્મોની ઓફર પણ સ્વીકારી રહી નથી. જેથી તર્ક વિતર્કનો દોર ચાલી રહ્યો છે. તેને મોટા બેનરની ફિલ્મોની ઓફર હજુ સુધી થઇ રહી છે. તે બેન્જી સાથે હાલમા ંખુશ દેખાઇ રહી છે. કેમરૂનને બોલ્ડ સ્ટાર તરીકે શરૂઆતથી ગણવામા આવે છે. અગાઉ મેડ્ડેન અગાઉ પેરિસ હિલ્ટન, હોલ્લી મેડિસન સાથે સંબંધ રાખી ચુક્યો છે. બીજી બાજુ કેમરૂનના પણ ભુતકાળમાં અનેક પુરૂષો સાથે સંબંધ રહી ચુક્યા છે. કેમરૂન વિચારથી ખુબ બોલ્ડ પણ છે. હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી સેક્સી કેમરૂન ડાયઝે કહ્યું છે કે તે મલ્ટીપલ પાર્ટનરમાં વિશ્વાસ રાખે છે. કેમરૂને એમ કહીને ભારે ચર્ચા જગાવી છે કે એક પુરૂષ મહિલાની તમામ જરૂરીયાતોને સમજી શકે નહી જેથી મહિલા વધારે વધારે પાર્ટનર રાખે તેમ તે માને છે.
મહિલા વધારે પાર્ટનગર રાખે તેમાં તે અયોગ્ય માનતી નથી. કેમરૂન પોતે પણ પ્રેમમાં અનેક વખત નિષ્ફળ રહી છે. તેની કેરિયરમાં અનેક કલાકારો સાથે તેના સંબંધ રહી ચુક્યા છે. . કેમરૂન ૪૧ વર્ષની વયે પહોંચી હોવા છતાં તેની પાસે મોટા બજેટની અને મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મો આવી રહી છે. કેમરૂન ડાયઝ વર્ષ ૧૯૮૮થી હોલિવુડમાં સક્રિય છે. તે સૌથી વધારે માંગ ધરાવતી અભિનેત્રીઓમાં સામેલ રહી છે. કેમરૂન ડાયઝ ફરી એકવાર થોડાક સમયમાં ફરી સક્રિય થઇ શકે છે.

Related posts

લોકગાયિકા ગીતા રબારીએ ઘરે કોરોના વેકસીન લેતા થયો વિવાદ

editor

यूपीएससी स्टूडेंट ने सोनू सूद से मांगी किताबें खरीदने में मदद, एक्टर बोले – पता भेजो

editor

‘लव होस्टल’ में नजर आएंगे विक्रांत मैसी, सान्या मल्होत्रा और बॉबी देओल

editor

Leave a Comment

UA-96247877-1