Aapnu Gujarat
મનોરંજન

ચિરંજીવી સાથે રોલને લઇને અમિતાભ બચ્ચન ઉત્સુક

બોલિવુડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચને હવે તેલુગુ ફિલ્મમાં પણ નાનકડી ભૂમિકા અદા કર્યા બાદ તેમના કરોડા ચાહકો ઉત્સાહિત છે. બીજી બાજુ અમિતાભ બચ્ચન ૭૬ વર્ષની વય થઇ હોવા છતાં અનેક ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચનની બે નવી ફિલ્મો વર્ષ ૨૦૧૮માં જ રજૂ કરવામાં આવનાર છે. જે પૈકી ૧૦૨ નોટ આઉટ ફિલ્મ ચોથી મેદના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે લાંબા સમય બાદ રિશિ કપુર પણ નજરે પડનાર છે. રિશી અને અમિતાભ બચ્ચન વિતેલા વર્ષોમાં અનેક હિટ ફિલ્મોમાં સાથે રહ્યા હતા. જેમાં અમર અકબર એન્થોની, નસીબ, કુલીનો સમાવેશ થાય છે. અમિતાભની બીજી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન છે. જેમાં તેઓ આમીર ખાનની સાથે નજરે પડનાર છે. ફિલ્મ નવેમ્બર ૨૦૧૮ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં તેમની સાથે કેટરીના કેફ પણ કામ કરી રહી છે. સિનેમાં ડેબ્યુ કરવા જઇ રહેલા અમિતાભ બચ્ચન અને આ ફિલ્મનું ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યા બાદ અમિતાભ બચ્ચન ભારે ખુશ છે. અમિતાભ બચ્ચને જ્યારથી ચિરંજીવીની ફિલ્મ સે રા નરસિમ્હા રેડ્ડી માટે લુક ટેસ્ટ તસ્વીર જારી કરી છે ત્યારથી બંને અભિનેતાના ફ્રેન્ડ્‌સ ખુબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. લુક ટેસ્ટ બાદ અમિતાભે તેના હિસ્સાનુ શુટિંગ પણ પૂર્ણ કરી લીધુ છે. અમિતાભ બચ્ચને પોતાની આ ડેબ્યુ ફિલ્મનો ફર્સ્ટ લુક પોતાના ટિ્‌વટર એકાઉન્ટમાં થોડાક દિવસ પહેલા શેયર કરી દીધો હતો. સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન કેમિયોના રોલમાં નજરે પડશે. અમિતાભ બચ્ચને જે પોતાનો ફર્સ્ટ લુક શેયર કર્યો છે તેમાં તેઓ લાંબી સફેદ દાઢીમાં દેખાઈ રહ્યા છે. અમિતાભ બચ્ચનની ચિરંજીવી સાથે પહેલાથી જ સારી મિત્રતા છે. અમિતાભ બચ્ચન પહેલા જ બ્લોગમાં કહી ચુક્યા હતા કે, તેલુગુ સુપરસ્ટારને તેમને કેમિયોમાં કામ કરવા માટે અનુરોધ કરી ચુક્યા હતા. શૂટિંગ બાદ અમિતાભ બચ્ચન ચિરંજીવીના પુત્ર રામચરણના જન્મદિવસની પાર્ટીમાં પણ સામેલ થયા હતા. સે રા નરસિમ્હા રેડ્ડી ચિરંજીવીની મોંઘી ફિલ્મોમાંથી એક ફિલ્મ હોવાનું જાણવા મળી રહ્યું છે. મિડિયા રિપોર્ટમાં પર વિશ્વાસ કરવામાં આવે તો ચિરંજીવી આ ફિલ્મમાં અંદાજિત ૧૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરનાર છે. મળેલી માહિતી અનુસાર આ ફિલ્મ જાણિતા સ્વાધીનતા સેનાની ઉયાલ્લવાડા નરસિમ્હા રેડ્ડીના જીવન ઉપર આધારિત છે. અમિતાભ બચ્ચન આટલી મોટી વયમાં પણ સૌથી વધારે વ્યસ્ત કલાકારો પૈકી એક છે. હજુ પણ નવી નવી ફિલ્મો અમિતાભ બચ્ચનની પાસે આવી રહી છે. જો કે ફિલ્મમાં તે મોટી ભૂમિકા મેળવી રહ્યા નથી. હવે તેમની પાસે સારી નવી ફિલ્મો પણ આવી રહી છે. અમિતાભ છેલ્લા પાંચ વર્ષથી બોલિવુડમાં છે.

Related posts

પ્રાચી દેસાઇને હાલમાં કોઇ જ ફિલ્મ મળી રહી નથી : રિપોર્ટ

aapnugujarat

सनी देओल के बेटे करण दिखाएंगे सिनेमाई पर्दे पर दम

aapnugujarat

સાન્દ્રા નિર્માણ, એક્ટિંગમાં હજુ પણ સક્રિય : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1