Aapnu Gujarat
મનોરંજન

હુમા કુરેશી રજનિકાંત સાથેની ફિલ્મને લઇ ખુબ આશાવાદી

બોલિવુડની ખુબસુરત અભિનેત્રી અને પ્રતિભાશાળી સ્ટાર પૈકીની એક એવી હુમા કુરેશી હાલમાં પોતાની સુપરસ્ટાર રજનિકાંત સાથેની ફિલ્મને લઇને ખુબ ખુશ છે. તેને પ્રથમ વખત આટલા મોટા સ્ટાર સાથે કામ કરવાની તક મળી ગઇ છે. કાલા ફિલ્મ તમિળ ભાષાની ગેંગસ્ટર આધારિત ફિલ્મ છે. પા રંજિત દ્વારા ફિલ્મનુ નિર્દેશન કરવામાં આવી રહ્યુ છે. જ્યારે ફિલ્મનુ નિર્માણ ધનુષ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. ગયા વર્ષે ફિલ્મનુ શુટિંગ ૨૦મી મેના દિવસે શરૂ કરવામાં આવ્યુ હતુ. ફિલ્મનુ નિર્માણ ધનુષ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. હુમા કુરેશી અને રજનિકાંત અભિનિત આ ફિલ્મનુ શુટિંગ વહેલી તકે પૂર્ણ કરવાની યોજના બની રહી છે. પ્રથમ તબક્કામાં શુટિંગ કરવામાં આવ્યુ છે. હવે બાકી શુટિંગ ચાલી રહ્યુ છે. માત્ર પાંચ વર્ષ પહેલા ફિલ્મોમાં એન્ટ્રી કરનાર હુમા કુરેશી બોલિવુડમાં કેટલીક શાનદાર ફિલ્મ કરી રહી છે. હુમા કુરેશી જોલી એલએલબી-૨, ગેંગ્સ ઓફ વાસેપુર, ડેઢ ઇશ્કિયા, એક થી ડાયન અને બદલાપુર જેવી ફિલ્મમાં નજરે પડી હતી. તમામ ફિલ્મોમાં તેની ભૂમિકાની ભારે પ્રશંસા થઇ છે. હુમા કુરેશીએ અક્ષય કુમારની સાથે જોલી એલએલબી-૨ ફિલ્મમાં શાનદાર ભૂમિકા અદા કરીને તમામને પ્રભાવિત કર્યા હતા. તેની ગણતરી બોલિવુડની સૌથી આશાસ્પદ સ્ટાર તરીકે કરવામાં આવે છે. તેની પાસે મોટા બજેટની ફિલ્મો પણ રહેલી છે. હુમા કુરેશી દક્ષિણ ભારતની કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. અક્ષય કુમાર સાથેની તેની ફિલ્મની પણ ચારેબાજુ પ્રશંસા થઇ હતી. બોલિવુડમાં તમામ ટોપના પરિવારની સાથે તેના સારા સંબંધ છે. સલમાન ખાન પરિવાર સાથે પણ તેના શરૂઆતથી સારા સંબંધ રહ્યા હોવાના હેવાલ છે.

Related posts

શાહરૂખ ખાનનાં અલીબાગ સ્થિત ફાર્મહાઉસ પર ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનો કબજો

aapnugujarat

२०० करोड़ के करीब पहुंची शाहिद कपूर की कबीर सिंह

aapnugujarat

सलमान के बाद रितिक के साथ काम करेंगी दिशा पाटनी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1