Aapnu Gujarat
ગુજરાત

ભાજપ નેતાઓને આંબેડકરની પ્રતિમા ન સ્પર્શવા દેવા જીગ્નેશ મેવાણીની ચિમકી

ગુજરાતમાં ભાજપ સરકારના અને દેશમાં મોદી સરકારના શાસનમાં દલિતો પર વધી રહેલા અત્યાચાર અને દમનના વિરોધમાં દેશભરના દલિત સમાજમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાયેલી છે ત્યારે આગામી તા.૧૪મી એપ્રિલે આંબેડકર જયંતિના દિવસે ડો.બાબા સાહેબ આંબેડકરની કોઇપણ પ્રતિમાને ભાજપના નેતાઓને નહી સ્પર્શવા દેવા દલિત યુવા નેતા અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સમગ્ર દલિત સમાજને હાકલ કરી છે. મેવાણીની આ ચીમકીને પગલે રાજયમાં એ દિવસે દલિતો અને પોલીસ તંત્ર તેમ જ રાજકીય નેતાઓ વચ્ચે કોઇ ઘર્ષણ કે માથાકૂટના અનિચ્છનીય બનાવો ના બને તે માટે વહીવટી તંત્રની સાથે સાથે રાજય પોલીસ તંત્રએ પણ ભારે કમર કસી છે. ખાસ કરીને રાજયના ડીજીપી શિવાનંદ ઝાએ તા.૧૪મી એપ્રિલે રાજયભરના પોલીસ કર્મચારીઓ-અધિકારીઓને તેમનું હેડકવાર્ટર નહી છોડવા અને કોઇપણ સંજોગોમાં એ દિવસે રજા નહી લેવા કડક તાકીદ કરી છે. મેવાણીની હાકલને પગલે દલિત સમાજ પણ આંબેડકર જયંતિની ઉજવણીને લઇને સજ્જ થઇ ગયો છે. આગામી તા.૧૪મી એપ્રિલે ડો.બાબા સાહેબ આંબેડકરની જયંતિને લઇ દલિત સમાજ તેમના લોકપ્રિય નેતાની યાદમાં ઉજવણી અને કાર્યક્રમોને લઇ વ્યવસ્ત બન્યો છે ત્યારે બીજીબાજુ, દલિત યુવા નેતા અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દલિતો પર ભાજપના શાસનમાં વધી ગયેલા અસહ્ય અત્યાચાર અને જુલ્મના વિરોધમાં તા.૧૪મી એપ્રિલે આંબેડકર જયંતિ નિમિતે ભાજપના કોઇપણ નેતાને બાબા સાહેબની પ્રતિમાને નહી સ્પર્શવા દેવા સાફ હાકલ કરી છે. મેવાણીની આ ચીમકીને લઇ રાજય પોલીસ તંત્ર અને વહીવટી તંત્રની ચિંતા વધી ગઇ છે. કારણ કે, જો ભાજપ નેતાઓ દ્વારા એ દિવસે આંબેડકર જયંતિ ઉપલક્ષ્યમાં બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કે સુતરની આંટી પહેરાવી કોઇ કાર્યક્રમ આયોજન કરાય તો, દલિત નેતાઓ અને કાર્યકરો સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઇ શકે. આવી ઘટનાઓ સર્જાય તો પણ ભારે સંયમ અને શાંતિ જાળવવા અત્યારથી જ પોલીસ તંત્રને સૂચનાઓ આપી દેવાઇ છે. ખાસ કરીને રાજયના ડીજીપી શિવાનંદ ઝાએ પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને લઇ તા.૧૪મી એપ્રિલે તમામ પોલીસ કર્મચારીઓ-અધિકારીઓને તેમનું પોલીસ હેડકવાર્ટર નહી છોડવા અને એ દિવસે કોઇને પણ રજા નહી રાખવા કડક તાકીદ જારી કરી છે. ડીજીપીએ જો દલિતો સાથે ઘર્ષણ કે અનિચ્છનીય ઘટના ઘટે તો પણ પોલીસને ભારે સંયમતાથી વર્તવા સ્પષ્ટ તાકીદ કરાઇ છે. ખાસ કરીને બને ત્યાં સુધી લાઠીચાર્જ કે બળપ્રયોગ નહી કરવા તાકીદ કરાઇ છે કે જેથી વાત વધુ વણસે નહી.
બીજીબાજુ, દલિત સમાજ તેમના લોકપ્રિય નેતા ડો.બાબા સાહેબ આંબેડકરની જયંતિની ઉજવણીને લઇ વિવિધ કાર્યક્રમો અને ઉજવણીનું આયોજન કરી રહ્યો છે, તેથી તે મામલે પણ તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવાઇ રહ્યા છે.

 

Related posts

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કેન્દ્રિય કૃષિ રાજ્યમંત્રીશ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાની અધ્યક્ષતામાં રાજપીપલા ફોરેસ્ટ રેન્જર્સ કોલેજ ખાતે સ્વચ્છતા અભિયાન સંદર્ભે સફાઇ ઝુંબેશનો પ્રારંભ

aapnugujarat

हेरिटेज के विकास में पब्लिक पार्टनर्शीप होगी : म्युनि कमिशनर

aapnugujarat

બોટાદમાં કોરોના વોરિયર્સની અટકાયત

editor

Leave a Comment

UA-96247877-1