Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આંબેડકર જયંતિને ભવ્ય રીતે ઉજવવા ભાજપ-સંઘ સુસજ્જ

દેશમાં દલિત સમુદાયનો વિશ્વાસ જાળવી રાખવાના હેતુસર હવે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સંઘે ૧૪મી એપ્રિલના દિવસે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જયંતિને ભવ્ય રીતે મનાવવા માટેની તૈયારી કરી લીધી છે. આના માટે જુદા જુદા કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. સુપ્રીમ કોર્ટના એસસી અને એસટી એક્ટ પર ચુકાદા બાદ નારાજ થયેલા દલિત સમુદાયના લોકોએ ભારત બંધની હાકલ કર્યા બાદ ભાજપ અને સંઘે હવે ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરી દીધી છે. સંઘે પોતાના આનુષાંગિક સંગઠનોને આના માટે સુચના આપી દીધી છે. આ જ કારણસર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે હવે ૧૪મી એપ્રિલના દિવસે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જયંતિને ભવ્ય રીતે ઉજવવા નિર્ણય કર્યો છે. આ ઉજવણી મારફતે સંઘની યોજના દલિત સમુદાયની નજીક પોતાને લઇ જવા માટેની રહેલી છે. વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવી રહેલા પ્રહારોનો જવાબ આપતા ભાજપના ટોપના નેતાઓ કહી રહ્યા છે કે અમે ક્વોટાને જાળવી રાખવા અને દલિત તેમજ આદિવાસી સમુદાયના રક્ષણ માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.વિહીપ અને બજરંગ દળ દ્વારા રવિવારના દિવસે આંબેડકર જયંતિના કાર્યક્રમના ભાગરૂપે બાઇક રેલીનુ આયોજન કર્યુ હતુ. વિહીપના નેતાએ કહ્યુ હતુ કે આના મારફતે અમારા પ્રયાસ જાતિવાદી વિભાજનની સામે હિન્દુ સમાજના લોકોને એકમત કરવાના રહ્યા છે. વિહીપના આંતરરાષ્ટ્રીય મહામંત્રી મિલિન્દ પરાંડેએ કહ્યુ છે કે હિન્દુ સમાજને વિભાજિત કરવાના પ્રયાસ હવે મોટા પાયે કરવામાં આવી રહ્યા છે. આના પુરાવા પણ હાથ લાગી રહ્યા છે. જો કે અમે આવા તત્વોને કાઉન્ટર કરવા માટે તૈયાર છીએ. ભાજપે ઉત્તરપ્રદેશમાં આંબેડકર જયંતિ માટે નવો નારો આપ્યો છે. બાબાજી કા મિશન અધુરા, ભાજપ કર રહી હે પુરા નારો આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ૧૩મી એપ્રિલના દિવસે આંબેડકર મિશન પદયાત્રાનુ પણ આયોજન કર્યુ છે. મોહનલાલ ગંજમાંથી ભાજપના સાંસદ અને ઉત્તરપ્રદેશ ભાજપ એસસી-એસટી મંચ પ્રમુખ કૌશલ કિશોરે કહ્યુ છે કતે પદયાત્રા આંબેડકરની પ્રતિમાં પાસે પૂર્ણ કરાશે.

Related posts

બિહાર ના મુખ્યમંત્રી નિતિશકુમાર ની ભત્રીજી કોરોનાની ઝપેટમાં

editor

માં ગંગાને સાફ કરવા ગંગોત્રીથી ગંગાસાગર સુધી પ્રયાસો કરવામાં આવે છે : મોદી

aapnugujarat

અમે જૈશના કેમ્પને નિશાન બનાવ્યા : સુષમા સ્વરાજ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1