Aapnu Gujarat
રાષ્ટ્રીય

સોશિયલ મિડિયા પર ભારત બંધને લઇને કોઇ અસર નહીં

સોશિયલ મિડિયા પર કેટલાક સંગઠનો દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને લઇને દેશમાં મજબુત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. સોશિયલ મિડિયા ઉપર બંધની કોઇ અસર દેશના કોઇપણ ભાગમાં દેખાઈ ન હતી. સામાન્ય કામગીરી યથાવતરીતે ચાલી હતી. જનજીવન ઉપર કોઇ અસર થઇ ન હતી. બંધની હાકલ કોઇપણ સંગઠને કરી ન હતી. સોશિયલ મિડિયા ઉપર કેટલાક લોકોએ બંધની વાત કરી હતી જેથી અફવાઓ ફેલાઈ હતી. છતાં દેશના તમામ રાજ્યોમાં સુરક્ષા મજબુત રાખવાનો નિર્ણય પહેલાથી જ કરવામાં આવ્યો હતો. નેતા વગર અને સંગઠન વગર સોશિયલ મિડિયા પર જાહેર કરવામાં આવેલા બંધનો તોફાની અને અસામાજિક તત્વો લાભ ન લઇ શકે તે માટે પુરતા પગલા લેવામાં આવ્યા હતા. ગયા સોમવારના દિવસે દલિત સંગઠનોના ભારત બંધ દરમિયાન વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. આ હિંસામાં ૧૩થી પણ વધારે લોકોના મોત થયા હતા. સુપ્રીમ કોર્ટના એસસી અને એસટી એક્ટમાં રહેલી જોગવાઇના સંબંધમાં ચુકાદા બાદ હિંસા ભડકી ઉઠી હતી. દલિત સમુદાયના લોકો દેશના જુદા જુદા ભાગોમાં હિંસા પર ઉતરી આવ્યા હતા. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા પહેલાથી સોશિયલ મિડિયા પર ભારત બંધને લઇને રાજ્યો માટે એડવાઇઝરી જારી કરવામાં આવી હતી. સાથે સાથે બીજી એપ્રિલના દિવસે હિંસાની તમામ ઘટના બાદ હવે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં તમામ હિસ્સામાં મજબુત સુરક્ષા વ્યવસ્થા સવારથી જ ગોઠવી દેવામાં આવી હતી.સત્તાવાર રીતે કોઇ પણ સંગઠન દ્વારા બંધની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સોશિયલ મીડિયા પર હાલમાં અફવાઓ મોટા પાયે ફેલાયેલી છે. જેથી તંત્ર સંપૂર્ણ પણે સાવધાન છે. એકબાજુ મધ્યપ્રદેના સંવેદનશીલ જિલ્લામાં વહીવટીતંક્ષ દ્વારા સંચારબંધી પણ લાગુ કરવામાં આવી હતી. જ્યારે રાજસ્થાનમાં કલમ ૧૪૪ અમલી કરવામાં આવી હતી. કેટલાક હિસ્સામાં અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પશ્ચિમી ઉત્તરપ્રદેશના હાપુડ જિલ્લામાં અફવાને રોકવા માટે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. હકીકતમાં એસસી અને એસટી એક્ટને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા બાદ બીજી એપ્રિલના દિવસે ભારત બંધનુ એલાન કરવામાં આવ્યુ હતુ.ે દલિત સંગઠનોના ભારત બંધ દરમિયાન મોટા પાયે હિંસા થઇ હતી. દેશના તમામ જિલ્લામાં હિંસા થઇ હતી. હિંસાની આ સ્થિતી વચ્ચે સૌથી વધારે અસર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જોવા મળી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર સૌથી મોટા પાયે ૧૦મી એપ્રિલનાદિવસે વધુ એક ભારત બંધની વાત કરવા લાગી ગયા હતા. આ લોકો અને કેટલાક સંગઠનો દ્વારા સોશિયલ મિડિયા પર પોસ્ટ મેસેજ કરવામાં આવી રહ્યા હતા. જેમાં અનામતની સામે એકમત થવા અને દેશભરમાં થનાર વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે અપીલ કરવામાં આવી રહી હતી. આ તમામ બાબતને ધ્યાનમાં લઇને કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા એડવાઇઝરી જારી કરવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી. કોઇ પણ પ્રકારના જાનમાલના નુકસાનને ટાળવા પુરતા પગલા લેવા માટે કહેવામાં આવ્યુ હતુ. આ એડવાઇઝરીના કારણે સોમવારના દિવસે બપોરથી જ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પશ્ચિમી ઉત્તરપ્રદેશના તમામ હિસ્સામાં મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. ભિંડ અને મુરૈના તેમજ ગ્વાલિયર જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા સંચારબંધી લાગુ કરવામાં આવી છે. કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. બંધની દ્રષ્ટિએ ૧૩ જિલ્લા સંવેદનશીલ હોવાની વાત કરવામાં આવી હતી. ત્રણેય જિલ્લામાં તમામ લાયસન્સ હથિયારો જમા કરાવી લેવામાં આવ્યા હતા. રાજસ્થાનના પાટનગર જયપુરમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જયપુરમાં કલમ ૧૪૪ અમલી હોવાના કારણે રેલી, જ્ુલુસ અને જાહેર આયોજન પર પ્રતિબંધ મુકાયો હતો.

Related posts

લોકોને મફત વેક્સિન અને મેડિકલ પ્રોડક્ટ પરથી જીએસટી હટાવો : મમતા

editor

યુપીની ચૂંટણી માટે કેજરીવાલ અપના દલ સાથે હાથ મિલાવશે

aapnugujarat

भारत-चीन सीमा पर 6 महीने में किसी तरह की कोई घुसपैठ नहीं : मोदी सरकार

editor

Leave a Comment

UA-96247877-1