Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

એક્સીસ બેંકના વડા શિખા શર્માની અવધિમાં હવે કાપ

એક્સીસ બેંકના વડા અને ફાયનાન્સિયલ સેક્ટરમાં સૌથી લાંબા સમય સુધી મહિલા સીઇઓ તરીકે સેવા આપી ચુકેલા શિખા શર્મા હવે ડિસેમ્બર ૨૦૧૮માં રાજીનામુ આપવા જઇ રહ્યા છે. શિખા શર્મા તેમની નિર્ધારિત અવધિ પૂર્ણ થાય તેના આશરે અઢી વર્ષ પહેલા જ રાજીનામુ આપી દેશે. આ જાહેરાતના કારણે તમામ લોકો ચોંકી ઉઠ્યા છે. જુલાઇ ૨૦૧૮થી ચોથી અવધિ માટે તેમની નિમણૂંકને લઇને બોર્ડની દરખાસ્ત સામે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. આઠમી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે બોર્ડે પહેલી જુન ૨૦૧૮થી વધુ ત્રણ વર્ષ માટે એમડી અને સીઇઓ તરીકે શર્માની નિમણૂંક કરવા માટેના તેના નિર્ણયની જાણ આરબીઆઇને કરાઇ હતી. જો કે ગઇકાલે એકાએક ઘટનાક્રમની સ્થિતી વચ્ચે એક્સીસ બેંકે જાહેરાત કરી હતી કે વર્ષ ૨૦૦૯ બાદથી દેશની ત્રીજી સૌથી મોટી ખાનગી સેકટરની બેંકના સીઇઓ શર્માએ પહેલી જુન ૨૦૧૮થી ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ સુધી બેંકના સીઇઓ અને એમડી તરીકે તેમની ફેરનિમણૂંકના ગાળા પર ફરી વિચારણા કરવા બોર્ડને અપીલ કરી હતી. શિખા શર્મા પર પણ હાલમાં કેટલાક પ્રશ્નો ઉઠી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે બીજી એપ્રિલના દિવસે આરબીઆઇ દ્વારા શર્માને ચોથી અવધિ આપવા માટેના તેના નિર્ણય પર ફેરવિચારણા કરવા એક્સીસ બેંકને આદેશ આપ્યો હતો. રીઝર્વ બેંક દ્વારા વાત કરવામાં આવ્યા બાદ હવે એક્સીસ બેંકે જાહેરાત કરી છે કે શિખા શર્મા ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે રાજીનામુ આપી દેનાર છે. શિખાના રાજીનામા માટેના કોઇ કારણ જાહેર કરવામાં આવ્યા નથી પરંતુ અનેક લોકો માને છે કે ચોથી અવધિ માટે તેમની નિમણૂંક કરવાના મુદે આરબીઆઇ દ્વારા વાંધો ઉઠાવ્યા પછી આ નિર્ણય કરવામાં આવ્યો છે. આરબીઆઇ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કેટલીક તપાસ હાલમાં ચાલી રહી છે.એક્સીસ પર ત્રણ કરોડનો દંડ લાગુ કરવામાં આવ્યો હતો.

Related posts

પાકિસ્તાન પરથી ભારતનાં વિમાનો ઉડાણ ભરશે નહીં

aapnugujarat

શનિ અમાવસ્યાના દિવસે મંદિરોમાં શ્રદ્ધાળુ ઉમટ્યા

aapnugujarat

પીએનબી કાંડ : નિરવ સામે પ્રથમ ચાર્જશીટ દાખલ થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1