Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સલમાનને રાહત મળવી જ જોઇએ : રાજ બબ્બર

કાળા હરણ શિકાર કેસના મામલામાં સલમાન ખાનને પાંચ વર્ષની સજા થયા બાદ સલમાનના સમર્થનમાં બોલીવુડના કલાકારો અને રાજનેતા આવી રહ્યા છે. અભિનેતા અને કોંગ્રેસના સાંસદ રાજ બબ્બર અને જયા બચ્ચને સલમાન ખાનને મળેલી સજા અંગે દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે, સલમાન ખાનને રાહત મળવી જોઇએ. કારણ કે સલમાન ખાન અનેક પ્રકારના માનવતાવાદી કામમાં વ્યસ્ત છે.
રાજ બબ્બરનું કહેવું છે કે, સલમાન ખાનને લઇને જે ચુકાદો આવ્યો છે તેનાથી તેમને આઘાત લાગ્યો છે પરંતુ અમે કોર્ટના ચુકાદાનું સન્માન કરીએ છીએ. જો કે તેમણે કહ્યું છે કે, અમે ચુકાદાની નજરથી સલમાનને જોતા નથી. સલમાન ખુબ સારી વ્યક્તિ તરીકે છે. જરૂરિયાતોની મદદ કરે છે. કોઇપણ જાતિ ધર્મને જોઇને મદદ કરતા નથી. મોટા પ્રમાણમાં દાન પણ કરવામાં આવે છે. સલમાન દ્વારા કરવામાં આવેલા ચેરિટી કામને લઇને તેઓ આ વાત કરી રહ્યા નથી. રાજ બબ્બરનું કહેવું છે કે, કોર્ટના ચુકાદા પર કોઇ ટિપ્પણી કરી શકાય નહીં. આ સારી બાબત છે કે, હજુ બીજી કોર્ટ પણ છે. હાઈકોર્ટ પણ છે. તેમને આશા છે કે, ન્યાયની પ્રક્રિયા અને લોકોના પ્રેમના કારણે તેમને ન્યાય મળશે. સલમાન ખાને કોઇપણ મામલામાં ક્યારે નકારાત્મક વલણ અપનાવ્યું નથી. કોઇ નકારાત્મક વાત કરી નથી. ખુબ જ પોઝિટિવ લાઇફ જીવી રહ્યા છે. ખુબ જ જોરદાર સ્ટારડમ સલમાન ખાન ધરાવે છે. તેમનું કહેવુ છે કે, જ્યારે કોઇ સલમાન જેવા મોટા સ્ટાર સાથે આ પ્રકારની ઘટના બને છે ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખુબ મોટો ફટકો હોય છે. સલમાન પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અબજો રૂપિયા લાગેલા છે. જયા બચ્ચનનું કહેવું છે કે, સલમાન ખાનને લોકોની ભાવનાઓને ધ્યાનમાં લઇને રાહત મળે તે જરૂરી છે. બીઇઁગ હ્યુમન મારફતે સલમાન ખાન દ્વારા મોટાપાયે લોકોની મદદ કરવામાં આવી રહી છે. આ બાબતની નોંધ કોર્ટ દ્વારા લેવામાં આવે તે ખુબ જરૂરી છે.

Related posts

ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા પર સંકટના વાદળો

aapnugujarat

કેન્દ્રીય કર્મચારીઓના ડેપ્યુટેશન ભથ્થામાં બે ગણો વધારો

aapnugujarat

બેંગલોર : એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ , પાંચના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1