Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પીએનબી કાંડ : RBIના પૂર્વ ડેપ્યુટી ગવર્નર હારુન રશીદ ખાન પણ સકંજામાં

પંજાબ નેશનલ બેંક સાથે નિરવ મોદી અને મેહુલ ચોક્સી દ્વારા કરવામાં આવેલા ૧૩૫૦૦ કરોડ રૂપિયાના ફ્રોડ સાથે સંબંધિત મામલામાં સીબીઆઈ દ્વારા તપાસ ચાલી રહી છે. આ મામલામાં સીબીઆઈએ આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ડેપ્યુટી ગવર્નર હારુન રશીદ ખાનની આકરી પુછપરછ કરી હતી. ૨૦૧૧ અને ૨૦૧૬ વચ્ચેના ગાળામાં ખાન રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે હતા. સેન્ટ્રલ રેગ્યુલેટરના વૈધાનિક ઓડિટના સંદર્ભમાં ખામીઓ અંગે તેમને પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આ ખામીઓના કારણે જ પીએનબી સામે ૧૩૫૦૦ કરોડની ઠગાઈ થઇ હતી. જાણકાર લોકોનું કહેવું છે કે, ખાનને તત્કાલિન નાણામંત્રી પી ચિદમ્બરમ દ્વારા શરૂ કરવામાં આવેલી ગોલ્ડ સ્કીમ અંગે પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ આરબીઆઈના ચાર અધિકારીઓની હજુ સુધી પુછપરછ કરી છે જેમાં ત્રણ ચીફ જનરલ મેનેજરો અને એક જનરલ મેનેજરનો સમાવેશ થાય છે. આજ આધાર પર તેમની પુછપરછ કરવામાં આવી ચુકી છે. નરેન્દ્ર મોદી સરકારે ગયા મહિને જ જ્વેલર્સ નિરવ મોદી અને મેહુલ ચોક્સીની મદદ કરવાનો ચિદમ્બરમ પર આક્ષેપ કર્યો હતો. ૨૦-૮૦ ગોલ્ડ ઇમ્પોર્ટ સ્કીમ મારફતે નિરવ મોદી અને મેહુલ ચોક્સીની મદદ ચિદમ્બરમ દ્વારા કરવામાં આવી હતી. આ પોલિસી હેઠળ પ્રિમિયર પ્રાઇવેટ ટ્રેડિંગ હાઉસોને દેશમાં ૮૦ ટકા ગોલ્ડ આયાતને વેચવાની મંજુરી આપવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે, છ મહિનાની અંદર ૧૩ ટ્રેડિંગ હાઉસને ૪૧૦૦ કરોડનો સીધો લાભ યુપીએ સરકારની આ ગોલ્ડ સ્કીમના કારણે થયો હતો. ચોક્સી ગીતાંજલિ જેમ્સ ચલાવે છે. જૂનથી લઇને નવેમ્બર ૨૦૧૩ના ગાળામાં ૩૦૦ કિલોગ્રામ સોનું આયાત કરવામાં આવ્યું હતુ જ્યારે જૂનથી લઇને નવેમ્બર ૨૦૧૪ સુધી ૪૦૦ કિલો સોનુ આયાત કરવામાં આવ્યું હતું. પ્રાઇવેટ ટ્રેડિંગ હાઉસ માટે સોનાના આયાત સાથે સંબંધિત નિયમોને હળવા કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવનાર છે તેવી એનડીએ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવ્યા બાદથી આરબીઆઈના ચાર અધિકારીઓની પુછપરછ કરવામાં આવી ચુકી છે. મૂળભૂતરીતે ૮૦-૨૦ ગોલ્ડ સ્કીમના કારણે ભારે ચર્ચા જાગી હતી. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશને ફરિયાદ કરી છે કે, કેટલાક પ્રાઇવેટ લોકોને આના લીધે મોટો ફાયદો થયો હતો. પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજને આરબીઆઈના પગલાનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે, નવી સરકાર તરત જ સ્કીમને રોકી શકી હોત. જો તેને એમ લાગી રહ્યું હતું કે, આ સ્કીમ ખોટી છે તો તે રોકી શકી હતી.

Related posts

ગરીબી હટાઓના સુત્રો દેશ આઝાદ થયો ત્યારથી આપણે સંભારતા આવ્યા છીએ : મોદી

aapnugujarat

कर्नाटक चुनाव में ‘मठ’ और ‘वोट’ के रिश्ते को साधने की कवायद

aapnugujarat

રૂપિયા ૨૦૦૦ની નવી નોટ તબક્કાવાર રીતે ઓછી થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1