Aapnu Gujarat
રાષ્ટ્રીય

બેંગલોર : એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ , પાંચના મોત

દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં આગની બે ઘટનાઓ બન્યા બાદ આજે સવારે આઇટી શહેર બેંગલોરમાં વિનાશક આગ ફાટી નિકળી હતી. વહેલી સવારે શહેરના શાક માર્કેટમાં આ આગ લાગ હત. જેમાં પાંચ લોકોના મોત થઇ ગયા હતા. પોલીસે કહ્યુ છે કે આગની ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. શબ્જી મંડી વિસ્તારન કુમ્બારા સંઘ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્થિત કૈલાશ બાર અને રેસ્ટોરન્ટમાં સવારે આગ ફાટી નિકળી હતી. આ આગના કારણે અંદર ઉંઘી રહેલા રેસ્ટોરન્ટના પાંચ લોકોના મોત થયા હતા. તમામ મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. મૃતકોન ઓળખ ૨૩ વર્ષીય સ્વામી, ૨૦ વર્ષીય પ્રસાદ, ૩૫ વર્ષીય મહેશ તરીકે થઇ છે. આ ઉપરાંત હસનમાં રહેનાર ૪૫ વર્ષીય મંજુનાથ અને માંડ્યાના કિર્તીની પણ આગમાં બળી જવાથી મોત થયા છે. પોલીસના કહેવા મુજબ કેટલાક લોકોએ સવારમાં ૨.૩૦ વાગે રેસ્ટોરન્ટમાંથી ધુમાડાને નિહાળતા આ સ્થિતી સર્જાઇ હતી. લોકોમાં તરત જ ભાગદોડ મચી ગઇ હતી. હાલમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પોલીસનુ કહેવુ છે કે આગ ફાટી નિકળવાના કારણે મામલામાં તપાસ ચાલી રહી છે. સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે મુંબઇમાં હાલમાં આગ ફાટી નિકળવાની બે ઘટના બન હતી. એક બનાવમાં ૧૫ના મોત થયા હતા અને અન્ય બનાવમાં ચાર લોકો જીવતા ભડથુ થઇ ગયા હતા. વાણિજ્ય પાટનગર મુંબઇમાં આગની ઘટનાને લઇને તપાસ હજુ ચાલી રહી છે.

Related posts

सोपोर में पुलिस टीम पर हमला करने वाले २ आतंकी ढेर

aapnugujarat

कश्मीर से लेकर विकास के फ्रंट तक मोदी सरकार फेल : सोनिया गांधी

aapnugujarat

कांग्रेस ने देश को तबाह कर दिया : पीएम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1