ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી યથાવત રીતે જારી રહ છે. પારો મોટા ભાગના રાજ્યોમાં નીચી સપાટી પર પહોંચી ગયો છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત જુદા જુદા રાજ્યોમાં ઠંડીના કારણે મોતનો આંકડો વધીને હવે ૧૨૫ ઉપર પહોંચી ગયો છે.જનજીવન સંપૂર્ણ પણે ઠપ થયેલુ છે. મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરવામાં આવતા યાત્રીઓને સ્ટેશન પર રાત્રી ગાળવાની ફરજ પડી રહી છે. દિલ્હી અને એનસીઆરમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે. લડાખના લેહમાં તાપમાન માઇનસ ૧૬.૮ નોંધાયું છે. બીજી બાજુ અમરનાથ ગુફા તરફ દોરી જતા યાત્રા માર્ગના બેઝકેમ્પ પર પહેલ ગામમાં પારો માઇનસ ૮.૯ ડિગ્રી થયો છે. ગુલમાર્ગમાં માઇનસ ૧૦.૬ થોય છે. આવી જ રીતે કુંપવારા માઇનસ ૫.૫ તાપમાન થયું છે. કાશ્મીર હાલમાં ૪૦ દિવસના સૌથી ઠંડીના ગાળા ચિલાઈકાલનમાંથી પસાર થઇ રહ્યું છે. આ ગાળો ૩૧મી જાન્યુઆરીના દિવસે પૂર્ણ થશે. બીજી બાજુ મેદાનની ભાગોમાં પણ હાલત કફોડી છે. હરિયાણાના નારનોલમાં ૦.૫ ડિગ્રી તાપમાન થયું છે. સ્કૂલ કોલેજોને બંધ રાખવાની ફરજ પડી છે. ઉત્તર પ્રદેશમાં વધુ બેના મોત થયા છે. આની સાથે જ મોતનો આંકડો ૧૨૫થી ઉપર પહોંચ્યો છે. જમ્મુ પ્રદેશમાં શહેરમાં પારો ચાર સુધી પહોંચ્યો છે. માતા વૈષ્ણોદેવી તરફ દોરી જતા માર્ગ કતરા ખાતે તાપમાન પાંચ ડિગ્રી થયું છે. ભદરવામાં માઈનસ ૧.૧ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે. દેશના જુદા જુદા ભાગોમાં કાતિલ ઠંડીની સાથે સાથે તીવ્ર ધુમ્મસની ચાદર હાલમાં છવાયેલી છે. આના કારણે દિલ્હી અને એનસીઆરમાં લોકોની હાલત કફોડી બનેલી છે. દિલ્હીથી ચાલતી અનેક ટ્રેનો લેટ થઇ છે. જ્યારે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં પણ લોકોની હાલત કફોડી બનેલી છે. ઉત્તર ભારતમાં શીત લહેર છે. બીજી બાજુ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ રહી છે. કાશ્મીરમાં ગુલમર્ગ, પહેલગામ, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં પણ હિમવર્ષા થઇ છે. કાશ્મીરના કારગીલમાં તાપમાન શુન્ય કરતા નીચે પહોંચીને માઇનસ ૧૬.૬ ડિગ્રી નીચે પહોંચી ગયુ છે. ઉત્તર પ્રદેશમાં કાતિલ ઠંડીના કારણે ગઇકાલે ૭૦ના મોત થયા બાદ વધુ ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે. જો કે, આને હજુ સુધી સમર્થન મળ્યું નથી. કાશ્મીરમાં હજુ વર્ષા અને હિમવર્ષા થઇ રહી છે. આ મહિનાની શરૂઆતથી સતત છવાયેલા રહેલા ધુમ્મસના પગલે વાહન વ્યવહાર ઉપર તેની ગંભીર અસરો જોવા મળી છે. જમ્મુ કાશ્મીરમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ધુમ્મસની સૌથી ખરાબ અસર થઇ છે. વિમાની અને ટ્રેન સેવાને અસર થઇ છે. કેટલીક લાંબા અંતરની ટ્રેન પણ મોડેથી દોડી રહી છે. ધુમ્મસના કારણે કેટલાક અકસ્માતો પણ થઇ રહ્યા છે. કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીથી હાલમાં કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં જનજીવન પર અસર થઇ છે. ધુમ્મસના કારણે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં માઇનસમાં તાપમાન છે. કાશ્મીરમાં હાલ ૪૦ દિવસમાં ચિલ્લાઈ કાલનનો ગાળો ચાલી રહ્યો છે. આ ગાળા દરમિાયન હિમવર્ષાની સંભાવના સૌથી વધારે રહે છે. હવામાન વિભાગ દ્વારા આગાહીમાં કહેવામાં આવ્યુ છે કે હાલમાં કાતિલ ઠંડીના કારણે લોકોને રાહત મળશે નહી. કેટલાક રાજ્યોમાં છાવણી પણ ગરીબ લોકો માટે શરૂ કરવામાં આવી છે. જેમાં ગરીબ લોકોને ઠંડીથી બચવા માટે રાખવામાં આવી રહ્યા છે. રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં પણ પારો ચારથી સાત વચ્ચે નીચે પહોંચ ગયો છે. લોકો મોડે સુધી ઘરમાં જોવા મળી રહ્યા છે.
આગળની પોસ્ટ