Aapnu Gujarat
બિઝનેસ

ચંદા કોચરના દિયર રાજીવની થયેલી પુછપરછ

આઇસીઆઇસીઆઇ બેંકના એમડી અને સીઇઓ ચંદા કોચરના દિયર રાજીવ કોચરની આજે મુંબઇ વિમાનીમથકે ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેમની અટકાયત કરવામાં આવ્યા બાદ આકરી પુછપરછ હાથ ધરવામાં આવી હતી. રાજીવ દક્ષિણપૂર્વ એશિયન દેશ માટે રવાના થઇ રહ્યા હતા ત્યારે તેમની અટકાયત કરી લેવામાં સફળતા મળી હતી. તેમની અટકાયત કરવામાં આવ્યા બાદ સીબીઆઇના અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા હતા. વિડિયોકોન ગ્રુપની સાથે બેંકની ડીલ સાથેના સંબંધમાં સીીઆઇ દ્વારા હવે પુછપરછ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ માહિતી આપતા કહ્યુ છે કે કોચરને મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનીમથકે અટકાવી દેવામાં આવ્યા હતા. કારણ કે સીબીઆઇ દ્વારા તેમની સામે લુક આઉટ સર્ક્યુલર જારી કરતા તેમની સામે સકંજો મજબુત કરવામાં આવ્યો છે. સીબીઆઇની ટીમને મોડેથી તેમને સોંપી દેવામાં આવ્યા હતા. સીબીઆઇની ટીમ પહેલાથી જ આઇસીઆઇસીઆઇ બેંકના અધિકારીઓની પુછપરછ કરી ચુકી છે. વર્ષ ૨૦૧૨માં વિડિયોકોન ગ્રુપને ૩૨૫૦ કરોડ રૂપિયાની લોન આપવાના મામલે બેંકમાં સામેલ કોઇ ગેરરિતિ થઇ છે કે કેમ તેને લઇને સીબીઆઇની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એજન્સીના અધિકારીઓનુ કહેવુ છે કે લેવડદેવદના દસ્તાવેજોમાં ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં વિડિયોકોન અને બેંકના અધિકારીઓએ કેટલીક બાબતોને લઇને ઉદાસીન વલણ અપનાવ્યુ હતુ.

Related posts

सेंसेक्स 182 अंक उछला

aapnugujarat

રિટેલ ફુગાવો નવેમ્બરમાં ૪ ટકાથી પણ ઉપર રહેશે

aapnugujarat

મુકેશ અંબાણી ChatGPTને ટક્કર આપવા ‘હનૂમાન’ લોન્ચ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1