Aapnu Gujarat
ગુજરાત

મેરિયોટ હોટેલમાંથી વિદેશી દારૂ વેચવા માટેનું કાંડ ખુલ્યું

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી વૈભવી મેરિયોટ હોટલમાંથી આજે વિદેશી દારૂ બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થતાં ભારે ચકચાર મચી ગઇ હતી. સેટેલાઇટ પોલીસે સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરતાં શહેરની અન્ય ફાઇવસ્ટાર હોટલો સહિતની વૈભવી હોટલોમાં પણ ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. બીજીબાજુ, આ સમગ્ર કૌભાંડ મામલે નશાબંધી વિભાગના અધિકારીઓને જાણ કરાતાં તેઓએ પણ તેમની રીતે તપાસનો દોર આગળ ધપાવ્યો છે. આ અંગેની વિગત એવી છે કે, ગત તારીખ બીજી માર્ચના રોજ નશાબંધી વિભાગ દ્વારા મેરિયટ હોટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પરમીટેડ દારૂની બોટલો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન હોટલમાંથી ૧૬૦ જેટલી વિદેશી દારૂની બોટલો ઓછી જણાઇ હતી. જ્યારે આ અંગે હોટલના સત્તાધીશો દ્વારા સંતોષકારક જવાબ મળ્યો ન હતો અને તપાસમાં સહકાર ન મળતાં નશાબંધી વિભાગના સબ-ઇન્સ્પેક્ટરે એસપીને પત્ર લખી આ સમગ્ર મામલાની જાણ કરી હતી. પોલીસને શંકા ગઇ હતી કે, પરમીટ વાળા દારૂની બોટલો બારોબાર વેચી મારવામાં આવતી હોય તેથી પોલીસે આ સમગ્ર મામલે ગુપ્ત તપાસ ચાલુ રાખી હતી. દરમ્યાન આ અંગેની ખરાઇ થતાં અને કેટલાક નક્કર પુરાવા હાથ લાગતાં સેટેલાઇટ પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને હોટલ મેરિયોટ પર પહોંચી સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં મેરિયોટ હોટેલમાંથી દારૂના ગેરકાયદેસર વેચાણનું કૌભાંડ સામે આવ્યું હતું. હોટલમાં પરમીટમાં આવતી ૧૫૦ જેટલી દારૂની બોટલો બારોબાર વેચાઈ ગઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. ગેરકાયદેસર રીતે દારૂના વેચાણની શંકા જતાં નશાબંધી વિભાગ અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર પ્રકરણમાં કોઈ વ્યક્તિએ સ્ટોકમાંથી પરમીટની બોટલો બારોબાર વેચીને સગે-વગે કરી હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર કૌભાંડ મામલે હોટલના સ્ટાફ,મેનેજર સહિતના શકમંદોની પૂછપરછ હાથ ધરી નિવેદન લીધા હતા.

Related posts

પતંગ ઉત્સવમાં આદિવાસી કાળા પતંગ ચગાવવા તૈયાર

aapnugujarat

બંને પક્ષ કલંક સમાન ખરીદ વેચાણના તમાશાઓ બંધ કરે : જન વિકલ્પ મોરચો

aapnugujarat

બીજા તબક્કાની બેઠકના ઉમેદવાર પસંદ કરવા કોંગ્રેસમાં બેઠકોનો દોર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1