Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નફરત ફેલાવવા રાહુલ પર અમિત શાહનો આક્ષેપ

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ તમામ તાકાત લગાવી દીધી છે. વિપક્ષી દળો પર તીખા હુમલા કરવાની કોઇ તક રાજકીય પક્ષો છોડી રહ્યા નથી. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે આજે કર્ણાટકમાં આક્રમક પ્રચાર જારી રાખીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. રાહલુ ગાંધી કર્ણાટકના હોલાલકેરેમાં એક ચૂંટણી સભાને સંબોધી રહ્યા હતા. પોતાના ભાષણમાં રાહુલ દલિતો પર થઇ રહેલા અત્યાચાર અને હાલના હિંસાના બનાવોનો ઉલ્લેખ કરી રહ્યા હતા. એસસી અને એસટી એક્ટમાં કરવામાં આવેલા ફેરફાર અંગે વાત કરી રહ્યા હતા. રાહુલે નિવેદન વેળા કહ્યુ હતુ કે એસસી અને એસટી એક્ટને રદ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમિત શાહે વળતા પ્રહારો કરતા કહ્યુ હતુ કે રાહુલ ખોટા નિવેદન કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અમિત શાહે ભાષણના વિડિયો ટ્‌વીટ કરતા લખ્યુ છે કે રાહુલ ગાંધી કાલ્પનિક રીતે એસસી અને એસટી એક્ટને રદ કરાવીને સમાજમાં નફરત ફેલાવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે એક્ટમાં ફેરફારને લઇને સુપ્રીમ કોર્ટના નિર્ણય સામેના વિરોધમાં હાલમાં ભારત બંધની હાકલ કરવામાં આવી હતી. બંધ દરમિયાન દલિત સમુદાયના લોકો હિંસા પર ઉતરી ગયા હતા. જેમાં ૧૩થી વધુ લોકોના મોત થયા હચા. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં વ્યાપક હિંસા થઇ હતી. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે ૧૨મી મેના દિવસે મતદાન થનાર છે.

Related posts

બીજા ડોઝના છ માસ બાદ ત્રીજાે ડોઝ લેવો જરૂરી છે : પૂનાવાલા

editor

१९ विद्यायकों ने राहुल से कहा, लालू का साथ मंजूर नहीं

aapnugujarat

श्री रामायण एक्सप्रेस : 16 दिन में भारत और श्रीलंका की कराएगी यात्रा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1