Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

રેપો-રિવર્સ રેપોરેટ, CRRને યથાવત રાખવાનો નિર્ણય

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે આરબીઆઈની વર્ષ ૨૦૧૮-૧૯ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા આજે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા છે. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ધારણા પ્રમાણે જ આજની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યા હતા. તેની ફેબ્રુઆરી સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો હતો. પોલિસી સમીક્ષાની બેઠકમાં તમામ પાસાઓ ઉપર વિચારણા કરવામાં આવ્યા બાદ આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. આરબીઆઈની એમપીસીની બેઠક ગઇકાલે શરૂ થઇ હતી. આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૮-૧૯ની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા આજે જાર કરવામાં આવી હતી. ઉર્જિત પટેલના નેતૃત્વમાં મળેલી બેઠકમાં રેટમાં કાપની અપેક્ષા ઓછી હતી. બુધવારના દિવસે આ બેઠક શરૂ થઇ હતી. વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતો, ડોલરની ચાલ જેવી બાબતોને ધ્યાનમાં લઇને રેપોરેટને યથાવત રાખવાનો નિર્ણય બહુમતિના આધારે લેવામાં આવ્યો હતો.
એમપીસીના પાંચ સભ્યોએ રેટને યથાવત રાખવાની વાત કરી હતી જ્યારે માઇકલ પાત્રાએ રેપોરેટમં ૨૫ બેઝિક પોઇન્ટના વધારાની વાત કરીહતી. આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે, હાઉસ રેંટ ભથ્થાના લીધે ફુગાવા પર અસર થઇ રહી છે. તેની છેલ્લી ત્રણ પોલિસી સમીક્ષા બેઠકમાં આરબીઆઈએ રેપોરેટને યથાવત રાખ્યા છે. છેલ્લે ઓગસ્ટ મહિનામાં બેંચમાર્ક લેન્ડિંગ રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરીને છ ટકા કરવામાં આવ્યો હતો. આની સાથે જ લેન્ડિંગ રેટ છ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. રેપોરેટ એ દર છે જેના આધાર પર આરબીઆઈ કોમર્શિયલ બેંકોને નાણાં ધીરે છે જ્યારે સીઆરઆર એક એમાઉન્ટ બેંક તરીકે છે જે આરબીઆઈ સમક્ષ ફરજિયાતપણે જાળવી રાખવાની જરૂર હોય છે. ફિસ્કલ ડેફિસિટચ અને રેવેન્યુના મામલે ઘટાડો થયો છે તેવા સરકારના નિવેદન બાદ આ બેઠક મળી હતી. સ્કાયમેટ હવામાન વિભાગ દ્વારા નોર્મન્લ મોનસુનની વાત કરવામાં આવી ચુકી છે. કૃષિ ઉત્પાદનમાં વધારો થવાની વાત પણ થઇ રહી છે. કિંમતો ઉપર ઓછી અસર રહેનાર છે. એમએસએફ અને બેંક રેટને પણ તમામ બાબતો પર વિચારણા કર્યા બાદ યથાવત રાખવામાં આવ્યા છે. આરબીઆઈની પોલિસી સમીક્ષામાં કબૂલાત કરવામાં આવી છે કે, ફાઈનાન્સિયલ માર્કેટમાં ઉથલપાથલ અને ટ્રેડવોરની સીધી અસર થશે.

Related posts

ભાજપના રાજમાં માત્ર ઉદ્યોગપતિઓનો વિકાસ થયોઃ પ્રિયંકા ગાંધી

aapnugujarat

5જી નેટવર્કના કોન્ટ્રાક્ટથી ચાઇનાને બહાર રાખે કેન્દ્ર સરકાર : કેટ

editor

વૈશ્વિક ક્રૂડમાં ભડકો, પેટ્રોલના ભાવે દિલ્હીમાં રૂ. ૭૦ની સપાટી કૂદાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1