Aapnu Gujarat
મનોરંજન

ટાઇગર ડાન્સ અને માર્શલ આર્ટ સ્કુલ ખોલવા તૈયાર

બોલિવુડમાં યુવા સ્ટારોમાં લોકપ્રિય ટાઇગર શ્રોફ બાગી-૨ ફિલ્મ સફળ રહેતા હવે તે પોતાની માર્શલ આર્ટ સ્કુલ ખોલવાની દિશામાં ઝડપથી આગળ વધવા માટે ઇચ્છુક છે. તેની લાંબા સમયથી આ પ્રકારની ઇચ્છા રહેલી છે. હાલમાં રજૂ કરવામાં આવેલી તેની બાગી-૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળતા હાંસલ કરી રહી છે. તેમાં તેની સાથે દિશા નજરે પડી રહી છે. આ ફિલ્મની તમામ બોલિવુડ કલાકારો પણ પ્રશંસા કરી રહ્યા છે. જેમાં અક્ષય કુમાર અને રિતિક રોશનનો સમાવેશ થાય છે. ટાઇગર ટુંક સમયમાં જ બાળકો માટે એક માર્શલ આર્ટ અને ડાન્સિંગ સ્કુલ શરૂ કરવાની પણ યોજના ધરાવે છે. ટાઇગર પોતાના ચાહકો માટે કેટલીક યોજના ધરાવે છે. તે ચાહકો માટે શુ કરવા માટે ઇચ્છુક છે તેના અંગે હાલમાં વાત કરી હતી. ટાઇગરે પોતાની પ્રથમ ફિલ્મથી જ એક જોરદાર ડાન્સર, એક્શન હિરો અને સ્ટન્ટમેન તરીકેની ઇમેજ ઉભી કરી છે. તેની હજુ સુધી રજૂ થયેલી મોટા ભાગની ફિલ્મો એક્શન આધારિત રહી છે અથવા તો ડાન્સ આધારિત રહી છે. આના કારણે ચાહકો તરફથી તેને પસંદ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતીમાં ટાઇગરે હવે માર્શલ આર્ટ અને ડાન્સ સ્કુલ ખોલવાનો નિર્ણય કર્યો છે. ટાઇગરના આ સ્કુલમાં બાળકોને ટ્રેનિગં આપવામાં આવનાર છે. જે ભવિષ્યમાં ટાઇગરની જેમ પોતાની કેરિયર બનાવવા માટે ઇચ્છુક છે તેમન ટ્રેનિંગ આપવામાં આવનાર છે. પોતાની આ યોજના અંગે વાત કરતા ટાઇગર કહે છે કે તેની પ્રથમ ફિલ્મ હિરોપંતિ બાદ કેટલાક યુવાનો અને તેમના પરિવારના સભ્યો જાણવા ઇચ્છતા હતા કે તે માર્શલ આર્ટ અને ડાન્સ ક્યાંથી શિખી રહ્યો છે. તેનુ કહેવુ છે કે બાળકો તેને જોઇને આઉટડોર એક્ટિવીટીમાં રસ લઇ રહ્યા છે તે સારી બાબત છે. બાળકો જ અમારા દેશના ભવિષ્ય છે.

Related posts

यूलिया कर सकती है बॉलिवुड में डेब्यू

aapnugujarat

किसी को मुझे फिल्म में नहीं लेना चाहिए : करण जौहर

aapnugujarat

કૃતિએ ત્રણ વર્ષમાં ચાર ફિલ્મોમાં ભૂમિકા અદા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1