Aapnu Gujarat
મનોરંજન

કૃતિએ ત્રણ વર્ષમાં ચાર ફિલ્મોમાં ભૂમિકા અદા કરી

બોલિવુડમાં લોકપ્રિય સ્ટાર તરીકે કૃતિ સનુન સફળ રીતે આગળ વધી રહી છે, તે બોલિવુડમાં છેલ્લા કેટલાક વર્ષોથી સક્રિય હોવા છતાં ઓછી ફિલ્મ કરી રહી છે. કૃતિએ છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર ચાર ફિલ્મ કરી છે. કૃતિએ જે ચાર ફિલ્મો કરી છે તેમાં હિરોપંતિ, દિલવાલે, રાબતા અને બરેલી કી બરફી ફિલ્મનો સમાવેશ થાય છે. કૃતિએ બોલિવુડ કેરિયરની શરૂઆત હિરોપંતિ ફિલ્મ મારફતે કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ સફળતા મેળવી ગઇ હતી. આ ફિલ્મ સાથે જેકી શ્રોફના પુત્ર ટાઇગર શ્રોફે પોતાની કેરિયર શરૂ કરી હતી. કૃતિ સનુનની છેલ્લી ફિલ્મ બરેલી કી બરફી સફળતા મેળવી ગઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને આયુષ્માન ખુરાનાએ ભૂમિકા અદા કરી હતી. નવા વર્ષમાં પણ તે કેટલીક મોટી ફિલ્મ કરવા માટે આશાવાદી બનેલી છે. કૃતિ પોતાની બહેનને પણ બોલિવુડમાં લોંચ કરવા માટે ઉત્સુક છે. મળેલી માહિતી મુજબ કૃતિ સનુન વિશાળ ભારદ્ધાજ સાથે વધુ એક ફિલ્મ કરવા માટે આશાવાદી બનેલી છે. સુશાંત રાજપુત સાથે તેના સંબંધની ચર્ચા પણ જોવા મળી રહી છે. જો કે બન્નેએ તેમના સંબંધ અંગે કોઇ વાત કરવાનો ઇન્કાર કર્યો છે. કૃતિ સનુન હાલમાં બોલિવુડમાં નવા નવા કલાકારો સાથે કામ કરી રહીછે. જો કે તે મોટા સ્ટાર સાથે પણ કામ કરવા માટે આશાવાદી છે. નવા વર્ષના તેના સંકલ્પ શુ છે તે અંગે પુછવામાં આવતા કૃતિએ કહ્યુ છે કે તે બેલી ડાન્સને બંધ કરવા માંગે છે. સાથે સાથે અન્ય આધુનિક ડાન્સ ફોર્મથી દુર રહેવા માટે ઇચ્છુક છે. તેની બરેલી કી બરફી બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. નવા વર્ષની ઉજવણી તે યુરોપમાં કરવા માટે ઇચ્છુક છે. કૃતિ આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી છે.

Related posts

એમી જેક્શન બોલ્ડ ફોટાને લઇ ચર્ચામાં

aapnugujarat

फिल्मों में डांस एक्सप्लोर करना चाहते हैं मनोज वाजपेयी

editor

આશા ભોંસલેને મહારાષ્ટ્ર ભૂષણ ૨૦૨૦ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

editor

Leave a Comment

UA-96247877-1