Aapnu Gujarat
બિઝનેસ

ઇન્ડસ્ટ્રીયલ પોલિસીના કારણે નોકરીનો વરસાદ થવાની વકી

બેરોજગારીને લઇને ટિકાટિપ્પણીનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકારે નોકરી વધારવા માટે એક નવી ફોર્મ્યુલા તૈયાર કરી લીધી છે. સરકાર રોજગારી ઉપલબ્ધ કરાવવા માટે ટૂંક સમયમાં જ એક નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી લાવશે. આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી મુજબ સરકાર ઉદ્યોગોના વિસ્તરણ માટે સરળતાથી જમીન ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી પૂર્ણરીતે લેન્ડપૂલિંગ ઉપર ભાર આપશે. નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને આધુનિક બનાવવામાં આવશે. નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં ઇન્ડસ્ટ્રીને આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવા માટે સરકાર પુરતી મદદ કરશે. નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી માટે પ્રસ્તાવ કેબિનેટને મોકલી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ કેબિનેટમાંથી આને લીલીઝંડી મળી ગયા બાદ લાગૂ કરવામાં આવશે. વાણિજ્ય મંત્રાલયના ઉચ્ચ સ્તરીય અધિકારીઓનું કહેવું છે કે અમે ઇચ્છીએ છીએ કે ઇન્ડસ્ટ્રી પણ વધે અને રોજગારીની તકો પણ વધે. આજ કારણે નવી ઇન્ડસ્ટ્રીય પોલિસી આ પ્રકારે તૈયાર કરવામાં આવી રહી છે જેમાં માર્કેટમાં નવા જોબની તકો ઉભી થશે. નવી ઇન્ડસ્ટ્રીય પોલિસીમાં મુખ્ય ધ્યાન ૬આર ઉપર કેન્દ્રીત રહેશે. એટલે કે રિડ્યુસ, રિયુઝ, રિકવર, રિડિઝાઇન અને રિમેન્યુફેક્ચરિંગનો સમાવેશ થાય છે. નવી પોલિસીની ત્રણ થીમ તૈયાર કરવામાં આવી ચુકી છે. ઉભરતી ટેકનોલોજીના મામલામાં ભારતને દુનિયામાં પ્રથમ ક્રમાંકિત દેશ બનાવવા ઉપર આધારિત છે. બીજી થીમ વર્તમાન ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટેની છે. ત્રીજી થીમ ટ્રેડ અને મેન્યુફેક્ચરિંગ વચ્ચે મજબૂત લિંકેજ અને ભાવિ જરૂરિયાતોની દ્રષ્ટિથી સ્કીલ ડેવલપમેન્ટની બાબતમાં છે. નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં ઇન્ડસ્ટ્રીને સહાયતા આપતા પહેલા સરકાર એવી ખાતરી કરશે કે કોઇપણ ઇન્ડસ્ટ્રી સ્થાપિત કરવાથી અથવા તો તેને ફેલાવવાથી કેટલા લોકોને નોકરી મળશે. આ બાબતનો પ્રસ્તાવ સરકારને આપવો પડશે કે નવા ઇન્ડસ્ટ્રીના લીધે કેટલા લોકોને રોજગારી મળશે.
આની સાથે સાથે ઇન્ડસ્ટ્રીને એક નક્કી સમય મર્યાદા પર વિસ્તારપૂર્વકની યોજના અથવા યુનિટ સ્થાપિત કરવાની બાબત પૂર્ણ કરી લેવી પડશે. નિર્ધારિત સમય ઉપર યોજના પૂર્ણ ન થવાની સ્થિતિમાં સરકારની પાસે સહાયતા પરત લેવા માટેનો અધિકાર રહેશે. નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી માટે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી ચુક્યો છે. આને વડાપ્રધાનની સાથે સાથે નાણામંત્રાલય પાસેથી પણ મંજુરી લઈ લેવામાં આવી છે. આને પણ ટૂંક સમયમાં જ લાગૂ કરાશે.

Related posts

૭ કંપનીઓની મૂડી ૭૬૨૨૭ કરોડ વધી

aapnugujarat

એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ આર્મને વેચવા તૈયારી

aapnugujarat

दो साल में ५ लाख करोड़ के हाईवे प्रॉजेक्ट्‌स के ठेके देगी सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1