Aapnu Gujarat
રમતગમત

બૉલ ટેમ્પરિંગ વિવાદ : ઑસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડને રૂ. ૨૦૦૦ કરોડનો ફટકો પાડશે

બૉલ ટેમ્પરિંગ વિવાદમાં ફંસાયા બાદ ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપનાર સ્ટીવ સ્મિથ અને વાઇસ કેપ્ટન છોડનાર ડેવિડ વૉર્નરની મુશ્કેલીઓ વધી શકે છે. એક બાજુ જ્યાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમના પર એક વર્ષનો પ્રતિબંધ મૂકાઇ શકે છે તો બીજી બાજુ તેમણે આર્થિક નુકસાન પણ ભોગવવું પડી શકે છે. એવું નથી કે બોલ ટેમ્પરિંગ બાદ ફક્ત સ્મિથ વૉર્નરને નુકસાન થયું છે. તેના સિવાય ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડને પણ આ કેસના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે.ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પોતાના પ્રસારણ અધિકાર વેચવા માટે વિભિન્ન સંસ્થા સાથે જોડાયેલું છે. આશા રાખવામાં આવી રહી હતી કે ક્રિકેટ બોર્ડને પ્રસારણ અધિકારના કરાર દ્વારા આશરે ૫૦૦૦ કરોડ રૂપિયા મળશે પરંતુ વિશેષજ્ઞોનું માનવું છે કે બોલ ટેમ્પરિંગનો વિવાદ ઉભો થતાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટની છવિ ખરડાઇ છે અને તેનું નુકસાન તેણે પ્રસારણ અધિકાર કરાર દરમિયાન ભોગવવું પડે.
હવે બોર્ડને ફક્ત ૩૦૦૦થી ૩૫૦૦ કરોડ રૂપિયા મળશે તેવી આશંકા છે. તેવામાં બોર્ડને આશરે ૨૦૦૦ કરોડ ડોલરનું નુકસાન થઇ શકે છે. ડિકિન યુનિવર્સિટીમાં સ્પોટ્‌ર્સ મેનેજમેન્ટ ભણાવતા માઇકલે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને પ્રસારણ અધિકાર પાસેથી જેટલી અપેક્ષા હતી તે પ્રમાણે લાભ થવાનો નથી. બોલ ટેમ્પરિંગ મામલે ફંસાયેલા સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર કેપ્ટન પદ અને વાઇસ કેપ્ટન પદ ગુમાવી ચુક્યા છે. હવે તેમણે આર્થિક નુકસાન પણ થશે તેવી શક્યતા છે. તેવામાં બજાર પર નજર રાખતા મેક્સ માર્કને પણ બોલ ટેમ્પરિંગ વિવાદના ગંભીર આર્થિક પરિણામની ચેતવણી આપી છે. મેક્સે ખાસ કરીને સ્મિથ અને વોર્નરને નુકસાન થવાની વાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ પોતાના કોન્ટ્રાક્ટ પરથી હાથ ધોઇ બેસશે. તેવામાં સ્મિથ અને વોર્નર જેટલું કમાય છે તેમાંથી પણ તેમણે બોર્ડની ભરપાઇ કરવા માટે કેટલીક રકમ ચૂકવવી પડે.

Related posts

ऑस्ट्रेलियाई क्रिकेट बोर्ड ने किया BBL के शेड्यूल का ऐलान

editor

क्रिस लिन ने 30 गेंदों में ठोक डाले 91* रन

aapnugujarat

આજથી પર્થમાં ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1