Aapnu Gujarat
રમતગમત

આઇપીએલ-૨૦૧૮ : દર એક બોલે બીસીસીઆઈ રૂપિયા ૨૩ લાખ કમાશે

આઇપીએલ ૨૦૧૮ની શરૂઆત આગમો ૧૭ એપ્રિલથી થશે. આઈપીએલનું ટેલીકાસ્ટ કરવા માટે રાઈટ્‌સ હાલમાં સ્ટાર ઇન્ડિયા પાસે છે. સ્ટાર ઇન્ડિયાએ પાંચ વર્ષ માટે ૧૬,૩૪૭ કરોડમાં આઈપીએલના મીડિયા રાઈટ્‌સ ખરીદ્યા છે. જેથી આઈપીએલમાં દરેક બોલથી બીસીસીઆઈને ૨૩.૩ લાખ કમાશે. આ રકમ દુનિયાના ૩૦ દેશોના જીડીપીથી પણ વધારે છે.
આ મામલે આઈપીએલના પૂર્વ કમિશ્નર લલિત મોદીએ કટાક્ષ કરતા ટ્‌વીટ કર્યું હતું કે, આ રકમ ભૂટાન અને માલદીવ જેવા દેશોના જીડીપીથી પણ વધારે છે. દુનિયાના ૧૯૫ દેશ છે. જેમાંથી ૩૦ દેશોના જીડીપીની વધારે કિંમતથી તમે અને હું આઈપીએલ ૨૦૧૮ની મેચો હારી જઈએ. લોકપ્રિયતાને આધારે આઈપીએલની દશમી સીઝન પહેલા તેની લોકપ્રિયતા ૨૨.૫ %વધુ રહી હતી. તો બીજી તરફ રેવન્યુ વધવાની આશા છે.
સ્ટાર ઇન્ડિયાના ચીફ એક્ઝક્યુટીવ ઉદય શંકરએ જણાવ્યું હતું કે, બેશક આ એક પરંતુ અમે ડીજીટલ માધ્યમથી કામયાબ થઇએ છે. તેના પ્રમાણે ૨૦૧૦ અને ૨૦૧૮માં ઘણું અંતર છે. ૨૪ કંપનીઓએ આઈપીએલ ૨૦૧૮ના રાઈટ્‌સ ખરીદવા માટે દસ્તાવેજ ખરીદ્યા હતા. પરંતુ તેમથી ફલત ૧૪ કંપનીઓએ જ ભાગ લીધો હતો. સોનીને ૧૧ હજાર કરોડમાં બોલી લગાવી હતી. પરંતુ સ્ટારે પ્લાન બનાવી બધા જ રાઈટ્‌સ ખરીદ્યા અને તેની આ સ્ટ્રેટેજી સફળ રહી અને ૨૦૧૮ થી ૨૦૨૨ સુધીનો કોન્ટ્રાક્ટ મળ્યો.
આની પહેલા સોનીએ ૨૦૦૮માં ૧૦ વર્ષ માટે ૮,૨૦૦ કરોડમાં કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જેથી વર્ષના ૮૨૦ કરોડ થતા હતા. મીડિયા રિપોટ્‌ર્સ મુજબ, સંપૂર્ણ મીડિયા અને મનોરંજન ઉદ્યોગના ૧૦ ટકા જાહેરાતના લગભગ ૫૫,૦૦૦ કરોડ છે. રમતો પ્રોગ્રામિંગ પર ખર્ચ થાય છે. આઇપીએલનો એક મોટો હિસ્સો છે. હાલમાં ૬૦ મેચો સાથે બ્રોડકાસ્ટર્સ એક સિઝન અંદાજે ૧,૦૦૦ કરોડની કમાણી કરે છે, જ્યારે એક વર્ષનો ખર્ચ ૩૩૦૦ કરોડ રૂપિયા જ આવે છે.

Related posts

વર્લ્ડકપ ક્વાલિફાઈંગ : આર્જેન્ટીનાની પેરુ સામેની મેચ ડ્રો થતાં નિરાશા

aapnugujarat

ગુજરાતના IPL ખેલાડી મતદાન કરવાથી દૂર રહ્યા

aapnugujarat

એન્ડરસનને હરાવી નડાલે યુએસ ઓપન તાજ જીત્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1