Aapnu Gujarat
મનોરંજન

ફોર્બ્સે ‘૩૦ અંડર ૩૦ એશિયા’ની યાદી રજૂ કરી

ફોર્બ્સે તેની ’૩૦ અંડર હેઠળ ૩૦ એશિયા’ની યાદી રજૂ કરી છે. ત્રીજી વખત બહાર પાડવામાં આવેલી આ યાદીમાં ૩૦૦ લોકોને સ્થાન આપવામાં આવ્યું છે. ભારત ૬૫ સમ્માનિતો સાથે ટોચ પર છે. ત્યારે બીજા ક્રમે ચીનના ૫૯ યુવાનોને સમ્માન પ્રાપ્ત થયું છે. આ લિસ્ટમાં તે યુવાનોને સામેલ કરવામાં આવ્યા છે જેણે કંઇક નવું કર્યું હોય. અથવા તો પોતાની ક્ષેત્રમાં કંઇક હટકે કામ કર્યું હોય છે. લિસ્ટમાં એશિયા-પેસિફિકના ૨૪ દેશનો સમાવેશ કરાયો છે. ઉત્તર કોરિયા અને અઝરબૈજાન જેવા દેશવે આ લિસ્ટમાં પ્રથમ વખત સ્થાન મળ્યું છે.ભારતના યુવાનોને લગભગ તમામ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. તો બીજી તરફ ચીની યુવાનોને ટેક્નોલોજી ક્ષેત્ર સારું કામ કર્યું છે. ફોર્બ્સની આ યાદીમાં અંકિત પ્રસાદ, પ્રિયા પ્રકાશ, બાલા સરદા, સુહાની જલોટા, પદ્મનાભ સિંહ, રાહુલ જ્ઞાન, અનુષ્કા શર્મા, શ્રેયસ ભંડારી, રમેશ ધામી, પી.વી.સિન્ધુ અને ભૂમિકા અરોરાને સ્થાન મળ્યું છે. આ યાદીમાં ભારતના ૬૫, ચીનના ૫૯, ઑસ્ટ્રેલિયાના ૩૫, સાઉથ કોરિયાના ૨૫, સિંગાપુરના ૨૧, જાપાનના ૨૧, હોંગકોંગના ૧૨ અને પાકિસ્તાનના ૭ યુવાનોને સમ્માનિત કરવામાં આવ્યા છે.

Related posts

અમિતાભ અને ઋષિ લાંબા સમય બાદ જોડી જમાવશે

aapnugujarat

દબંગ-૩ ફિલ્મની તૈયારી શરૂ

aapnugujarat

फिल्म ‘कबीर सिंह’ बेहद चुनौतीपूर्ण रहा है : शाहिद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1