Aapnu Gujarat
બ્લોગ

ચીનની અંતરિક્ષ પ્રયોગશાળા આગામી સપ્તાહમાં ધરતી પર ખાબકશે

ચીનની અવકાશી પ્રયોગશાળા તિઆંગોંગ-૧ સ્પેસ લેબ કોઈ પણ સમયે ધરતી પર ખાબકી શકે છે. યુરોપીયન સાયન્સ એજન્સીના જણાવ્યા પ્રમાણે ચીનની અવકાશી પ્રયોગશાળા આગામી ૩૧મી માર્ચથી ૪ એપ્રિલ વચ્ચે કોઈ પણ સમયે ધરતીના વાયુમંડળમાં પ્રવેશ કરવાની સંભાવના છે. આ પ્રયોગશાળા સ્પેન, ફ્રાન્સ અથવા પોર્ટુગલના આકાશમાંથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.ચીને બનાવેલી આ પ્રથમ સ્પેસ લેબોરેટરી છે. જેનું વજન ૮.૫ ટન છે. આ પ્રયોગશાળાને સપ્ટેમ્બર-૨૦૧૧માં અંતરિક્ષમાં મોકલવામાં આવી હતી. ત્યારબાદ નવેમ્બર મહિનામાં માનવરહિત શેન્ઝાઉ યાન પ્રયોગશાળા સાથે જોડાયું હતું. જૂન-૨૦૧૨ અને જૂન-૨૦૧૩માં ચીને શેન્ઝાઉ-૯ અને શેન્ઝાઉ-૧૦ નામના યાન અવકાશયાત્રીઓ સાથે રવાના કર્યા હતાં. આ બન્ને યાનના યાત્રીઓ તે પછી સ્પેસ લેબમાં પણ ગયા હતા. હાલમાં ચીનનો કાર્યક્રમ વર્ષ ૨૦૨૦ સુધીમાં પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરતી રહે એવી પ્રયોગશાળા અવકાશમાં મોકલવા માગે છે.ચીનના માનવયુક્ત અંતરિક્ષ એન્જીનિયર કાર્યાલય દ્વારા ગતરોજ જારી કરવામાં આવેલા એક નિવેદન અનુસાર તિઆંગોંગ-૧ અંતરિક્ષ યાને ૧૬ માર્ચથી જ સત્તાવાર રીતે ડેટા મોકલવાનું બંધ કર્યું હતું. હાલમાં આ યાન તેના જીવનકાળના અંતિમ ચરણમાં છે. ચીનના અંતરિક્ષ કાર્યાલયના નિવેદન અનુસાર આ યાન ૨૧૬.૨ કિલોમીટરની ઉંચાઈ ઉપર અંતરિક્ષમાં સ્થાપિત કરવામાં આવ્યું છે.

Related posts

માલદિવમાં રાજકીય સંકટ અને ભારતની ભૂમિકા

aapnugujarat

આખા દેશમાં જાળની જેમ ફેલાયેલી ભારતીય રેલવે

aapnugujarat

વેલેન્ટાઇન પર મહિલાઓની તુલનામાં પુરૂષો કરે છે સૌથી વધુ ખર્ચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1