Aapnu Gujarat
મનોરંજન

દબંગ-૩ ફિલ્મની તૈયારી શરૂ

સલમાન ખાનની દબંગ સિરિઝની ફિલ્મ મોટા ભાગે હિટ રહી છે. હવે દબંગ-૩ ફિલ્મ પર કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ પ્રાથમિક તૈયારી કરી લેવામાં આવ્યા બાદ હવે અન્ય બાબતો પર કામ ચાલી રહ્યુ છે. ત્રીજા ભાગનુ શુટિંગ ભારત ફિલ્મના શુટિંગ બાદ હાથ ધરવામાં આવનાર છે. આ વર્ષે જ ફિલ્મનુ શુટિંગ શરૂ થઇ જશે. ફિલ્મને આગામી વર્ષે ડિસેમ્બર મહિના સુધી રજૂ કરવાની યોજના છે. હવે ફરી એકવાર ચુલબુલ પાન્ડે સિલ્વર સ્ક્રીન પર ચાહકોને રોમાંચિત કરવા માટે તૈયાર છે. ફિલ્મની પટકથાને વધારે રોમાંચક અને લોકોને ગમે તેવી બનાવી દેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ફિલ્મના શુટિંગ માટેની માહિતી હવે જાહેર કરવામાં આવી રહી છે. લોકેશનને લઇને પણ કેટલાક ફેરફાર કરવામાં આવનાર છે. બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ તોડી દેનારી ફિલ્મ દબંગ અને દબંગ-૨ બાદ હવે દબંગ-૩ ફિલ્મનુ કામ શરૂ કરવામાં આવી રહ્યુ છે. આ ફિલ્મનુ શુટિગ પ્રથમ વખત દિલ્હી અને ઉત્તર ભારતમાં શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મ સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે સોનાક્ષી સિંહા ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અદા કરનાર છે. ફિલ્મમાં મહેશ માંજરેકરની પુત્રી અશ્વીની માંજરેકર પણ કામ કરી રહી છે. ફિલ્માં વિલનની ભૂમિકા અદા કરવા માટે નવા ચહેરાની શોધ કરવામાં આવી રહી છે. રેસ-૩ ફિલ્મમાં સલમાનની સાથે કામ કરી ચુકેલા સાકિબ સલિમને વિલનની ભૂમિકા સોંપવાના મુદ્દા પર ચર્ચા થઇ રહી છે. સલમાન ખાન પહેલા ભારત ફિલ્મનુ શુટિંગ કરનાર છે. ત્યારબાદ આ વર્ષે સપ્ટેમ્બરમાં દબંગ-૩ ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે. આ ફિલ્મ ડિસેમ્બર ૨૦૧૯માં રજૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. હજુ સુધી ફિલ્મનુ શુટિંગ મહારાષ્ટ્રના સાત્રા જિલ્લામાં કરવામાં આવ્યુ હતુ. હવે શુટિંગ ઉત્તર ભારતમાં કરવામા

Related posts

એશ્વર્યાની ફિલ્મ ફન્ને ખાન ૧૫ જુને રિલીઝ થશે

aapnugujarat

નાગિન-૩ સામે સલમાનનો શો ફ્લોપ પુરવાર થયો

aapnugujarat

KBC પછી બચ્ચન એકદમ બદલાઈ ગયા : અંજન શ્રીવાસ્તવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1