Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારબિઝનેસ

H-1B વિઝા અરજી પ્રક્રિયા બીજી એપ્રિલથી વિધિવત શરૂ

અમેરિકામાં નોકરી કરવાની ઇચ્છા ધરાવનાર ભારતીય આઈટી પ્રોફેશનલો તરફથી એચવન-બી વિઝાની અરજી બીજી એપ્રિલથી સ્વીકાર કરવામાં આવશે. અમેરિકી સરકાર સંબંધિત એજન્સી યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે આની જાહેરાત કરી હતી. ખાસ બાબત એ છે કે, આ વખતે એજન્સીએ તમામ એચવન-બી વિઝા અરજીદારોની પ્રિમિયમ પ્રોસેસિંગને સ્થગિત કરી દીધી છે. સામાન્યરીતે દર વર્ષે પ્રિમિયમ પ્રોસેસિંગ માટે વિઝા અરજીઓની સંખ્યા નક્કી કરવામાં આવે છે. એચવન-બી વિઝા એક બિનશરણાર્થી વિઝા છે જેનાથી અમેરિકી કંપનીઓને કુશળતા ધરાવતા એવા લોકો માટે જરૂર પડે છે જે પોતાના ક્ષેત્રમાં વિશેષતા ધરાવે છે. જે લોકોમાં સૈદ્ધાંતિક અથવા ટેકનિકલ કુશળતા છે તેવા લોકોને આ હેઠળ બોલાવવામાં આવે છે. ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોથી દર વર્ષે હજારોની સંખ્યામાં કુશળ લોકોની નિમણૂંક આના આધાર પર કરવામાં આવે છે. એચવન-બી વિઝાની નવી જાહેરાત પહેલી ઓક્ટોબર ૨૦૧૮થી શરૂ થઇ રહેલા નવા અમેરિકી નાણાંકીય વર્ષ ૨૦૧૯ માટે છે. તમામ એચવન-બી અરજીઓની પ્રિમિયમ પ્રોસેસિંગની પ્રક્રિયા ૧૦મી સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી પૂર્ણ કરી લેવામાં આવશે. યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે કહ્યું છે કે, આ ગાળા દરમિયાન તેઓ એચ-વનબી વિઝા અરજીઓની પ્રિમિયમ પ્રોસેસિંગની અપીલ સ્વીકાર કરતા રહેશે જે નાણાંકીય વર્ષ ૨૦૧૯ની ઉપરની મર્યાદાથી મુક્ત છે. એજન્સીનું કહેવું છે કે, મર્યાદાની અંદર એચ-વનબી વિઝા અરજીઓની પ્રિમિયમ પ્રોસેસિંગ ફરી શરૂ કરવા અથવા તો પ્રિમિયમ પ્રોસેસિંગ સાથે જોડાયેલા અન્ય અપડેટથી પહેલા સૂચના આપવામાં આવશે. અમેરિકાએ પ્રિમિયમ પ્રોસેસિંગ ઉપર અસ્થાયીરુપે પ્રતિબંધ મુક્યો છે પરંતુ જો કોઇ અરજીદાર માપદંડને પાળે છે તો નાણાંકીય વર્ષ ૨૦૧૯ની અરજી પ્રક્રિયાને ઝડપી કરવામાં આવી શકે છે.

Related posts

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્‌સ એપ મેસેન્જર એક સાથે હશે

aapnugujarat

અવિરત મંદી : સેંસેક્સ વધુ ૩૧૭ પોઇન્ટ ઘટીને બંધ રહેતા નિરાશા

aapnugujarat

મોદી સરકાર માટે સારા સમાચાર, વિકાસ દર ૭.૨% રહેવાનું અનુમાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1