Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

અવિરત મંદી : સેંસેક્સ વધુ ૩૧૭ પોઇન્ટ ઘટીને બંધ રહેતા નિરાશા

શેરબજારમાં આજે ફરી એકવાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. સતત પાંચમાં દિવસે મંદીનો માહોલ રહેતા કારોબારીઓ ચિંતાતુર રહ્યા હતા. આજે કારોબારના અંતે ૩૧૭ પોઇન્ટ ઘટીને ૩૧૨૧૩ની નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં નિફ્ટી ૧૦૯ પોઇન્ટ ઘટીને ૯૭૧૦ની નીચી સપાટીએ રહ્યો હતો. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે વધી ગયેલી તંગદિલીના પરિણામ સ્વરુપે મૂડીરોકાણકારો જોખમી સંપત્તિથી દૂર ભાગી રહ્યા છે. પીએસયુ બેંક અને મેટલના શેરમાં તીવ્ર કડાકો બોલી ગયો હતો. શેરબજારમાં તેની પાંચ સપ્તાહની નીચી સપાટી જોવા મળી હતી. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં આશરે ૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. ઓરિયેન્ટલ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જૂન ત્રિમાસિક ગાળાના પરિણામ નિરાશાજનક રહ્યા બાદ આ તમામમાં કડાકો બોલી ગયો છે. બીજી બાજુ ઉથલપાથલ માટે વૈશ્વિક પરિબળો પણ જવાબદાર દેખાઈ રહ્યા છે. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયેલું છે. પીએસયુ બેંક અને મેટલના શેરમાં ભારે અફડાતફડી રહી હતી. માર્કેટ બ્રીડ્‌થ નબળી રહી હતી. આજે કારોબાર દરમિયાન ૧૫૩૦ શેરમાં મંદી રહી હતી જ્યારે ૧૦૦૦ શેરમાં તેજી રહી હતી. કુલ ૧૨૯ શેરમાં યથાસ્થિતિ જોવા મળી હતી. બીએસઈ મિડકેપમાં ૦.૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સ્મોલકેપમાં યથાસ્થિતિ રહી હતી. એસબીઆઈના શેરમાં ૫.૯ ટકાનો ઘટાડો રહ્યો હતો. ગઇકાલે ગુરૂવારના દિવસે સેંસેક્સ ૨૬૬ પોઇન્ટ ઘટીને ૩૧૫૩૧ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૮૮ પોઇન્ટ ઘટીને ૯૮૨૦ની સપાટીએ રહ્યો હતો. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઇ) આધારિત ફુગાવો જુન મહિનામાં ઘટીને હવે ૦.૯૦ ટકાની ચાર મહિનાની નીચી સપાટી પર પહોંચી ગયો છે. ડબલ્યુપીઆઇનો આંકડો ફેબ્રુઆરી મહિના બાદથી સતત ઘટી રહ્યો છે. મે મહિનામાં ૨.૧૭ ટકાની પાંચ મહિનાની નીચી સપાટી પર ફુગાવો રહ્યો હતો.હાલમાં જારી કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ઘટાડાનો પ્રવાહ જારી રહ્યો છે.બટાકા, શાકભાજી અને કઠોળ જેવી ચીજવસ્તુઓની કિંમત જુન મહિનામાં સૌથી વધારે ઘટી ગઇ છે. છે. બટાકાની કિંમતમાં ૪૭ ટકા સુધીનો જંગી ઘટાડો થયો છે. આવી જ રીતે કઠોળ અને શાકભાજીની કિંમતમાં ક્રમશ ૨૫ ટકા અને ૨૧ ટકા સુધીનો ઘટાડો થયો છે. કિંમતોમાં ઘટાડો થવાના કારણે પહેલાથી નારાજ રહેલા ખેડુતોની નારાજગી વધી શકે છે. મે મહિનામાં ૧૨ ટકાનો ઘટાડો નોંધાયા બાદ ડુંગળીની કિંમતમાં નવ ટકા સુધીનો ઘટાડો થયો છે.
મેન્યુફેકચરિંગ સિગ્મેન્ટમાં ઉતારચઢાવની સ્થિતી રહી છે. ફ્લુઅલ ફુગાવો સતત પાંચમા મહિનામાં ઘટી ગયો છે. મે મહિનામાં ૧૧.૬૯ ટકાની સામે ૫.૨૮ ટકાનો વધારો છ. શેરબજારમાં આજે સતત પાંચમા દિવસે પણ મંદી રહેતા કારોબારીઓ ચિંતાતુર દેખાયા હતા. મિડકેપ અને સ્મોલ કેપમાં ૨.૨ ટકાનો ઘટાડો થયો હતો.

Related posts

લોકસભા ચૂંટણી સમયસર થશે : ચૂંટણી પંચ

aapnugujarat

મમતાને ફટકો : રાજીવ કુમારને હાજર થવાનો હુકમ

aapnugujarat

मोदी ने ट्‌वीट कर कहा, विकास की हुई भव्य जीत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1