Aapnu Gujarat
બ્લોગ

સ્ટીફન હોકિંગે વ્હીલચેર બેઠાબેઠા જ બ્રહ્માંડનાં રહસ્યો સુલઝાવ્યા….

બ્રહ્માંડનાં રહસ્ય પરથી પરદો હટાવનાર સ્ટીફન હૉકિંગ ૭૬ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા છે. સ્ટીફન હૉકિંગ જે બિમારી સામે લડી રહ્યાં હતાં તેની કોઈ જ સારવાર નહતી. સ્ટીફન હૉકિંગનાં પરિવારવાળાઓએ પણ આ અંગે જાણકારી આપી છે. વિશ્વ પ્રસિદ્ધ મહાન વિજ્ઞાની સ્ટીફન હૉકિંગએ ૭૬ વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધાં. સ્ટીફન હૉકિંગે ’અ બ્રીફ હિસ્ટ્રી ઑફ ટાઈમ’ નામનું પુસ્તક પણ લખ્યું હતું. કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં સેન્ટર ઑફ થિયોરેટિકલ કોસ્મોલૉજીની શોધ કરનાર પણ સ્ટીફન હૉકિંગ જ હતાં. સ્ટીફન હૉકિંગ વર્ષોથી વ્હીલચેરનાં સહારે જ હતાં. તેમણે જણાવ્યું હતું કે – ૨૧ વર્ષની ઉંમરમાં તેમને ડૉક્ટરોએ જણાવી દીધું હતું કે તેમને મોટર ન્યૂરોન નામની બીમારી છે જેનો આ વિશ્વમાં કોઈ ઉપચાર નહતો.તેમનું નિધન લંડનના કેમ્બ્રિજમાં આવેલા તેમના નિવાસસ્થાને થયું. સ્ટીફન હૉકિંગ પાસે ૧૨ ડિગ્રીઓ હતી. હૉકિંગના કામને ધ્યાનમાં રાખીને તેમને અમેરિકાના સૌથી ઉચ્ચ નાગરીકનું સન્માન આપવામાં આવ્યુ હતું. ૧૯૭૪માં બ્લેક હોલ્સ પર અસાધારણ રિસર્ચ કરનારા સ્ટીફન હૉકિંગ સાયન્સની દુનિયામાં સેલિબ્રિટી માનવામાં આવે છે. સ્ટીફન હૉકિંગના દિમાગ સિવાય તેમના શરીરનું એક પણ અંગ કામ નહોતુ કરતુ. સ્ટીફન હૉકિંગે ધ ગ્રાન્ડ ડિઝાઈન, યૂનિવર્સ ઈન નટશેલ, માઈ બ્રીફ હિસ્ટ્રી, ધ થિયરી ઓફ એવરીથીંગ જેવા અનેક મહત્વના પુસ્તકો લખ્યા છે.પોતાની સફળતાનું રહસ્ય શેર કરતાં સ્ટીફને એક વાર જણાવ્યુ હતું કે, વિજ્ઞાનિક બનવામાં તેમની બીમારીનું મોટું યોગદાન છે. બીમારી પહેલા તે અભ્યાસ પર વધારે ધ્યાન નહોતા આપતા પરંતુ બીમારી દરમિયાન તેમને લાગ્યું કે તે લાંબો સમય સુધી જીવી નહીં શકે, માટે તેમણે સંપૂર્ણ ધ્યાન રિસર્ચ પર લગાવી દીધું. મૃત્યુ વિષે તેમણે જણાવ્યુ હતું કે, હું મોતથી ડરતો નથી, મને મરવાની કોઈ ઉતાવળ પણ નથી. પરંતુ તે પહેલા મારે બીજા ઘણાં કામ કરવાના છે.જાણો બ્લેક બોલ અને બિગ બેંગ થિયરી અંગે કહેનાર હૉકિંગ સાથે જોડાયેલ મોટી વાતોપ
– દુનિયાભરમાં પ્રખ્યાત ભૌતિક વિજ્ઞાની અને કૉસ્મોલૉજિસ્ટ હૉકિંગને બ્લેક હોલ્સ પર તેમના કામ માટે જાણીતા છે- ૮ જાન્યુઆરી, ૧૯૪૨ના રોજ ઇંગ્લેન્ડના ઑક્સફર્ડમાં સેકન્ડ વર્લ્ડ વૉરના સમયે સ્ટીફન હૉકિંગનો જન્મ થયો હતો- ગૈલીલિયોના મૃત્યુના ઠીક ૩૦૦ વર્ષ બાદ હૉકિંગનો જન્મ થયો હતો. ૧૯૮૮મા તેઓ સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા જ્યારે તેમણે તેમનું પહેલું પુસ્તક ‘અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઇમઃ ફ્રોમ ધ બિગ બેંગ ટુ બ્લેક હોલ્સ’ માર્કેટમાં આવ્યું – ત્યારબાદ કૉસ્મોલોજી પર આવેલ તેમનું પુસ્તક કર્યું ૧ કરોડથી વધુ નકલો વેચાઇ હતી. તેને દુનિયાભરમાં સાયન્સ સાથે જોડાયેલ સૌથી વધુ વેચાનાર પુસ્તક મનાય છે.- ૧૯૬૩મા સ્ટીફન હૉકિંગ જ્યારે માત્ર ૨૧ વર્ષના હતા, ત્યારે તેમણે એમીયોટ્‌્રોફીક લેટરલ સ્કેલેરોસીસ નામની બીમારી થઇ ગઇ. તેના લીધે તેમના વધુ અંગોએ ધીમે-ધીમે કામ કરવાનું બંધ કરી દીધું હતું.- સ્ટીફન હૉકિંગ વ્હિલચેર દ્વારા જ મુવ થતા હતા. આ બીમારીની સાથે આટલા સમય સુધી જીવીત રહેનાર સ્ટીફન હૉકિંગ પહેલાં વ્યક્તિ હતા – અંદાજે ૨૧ વર્ષની ઉંમરમાં બીમાર થયા બાદ પણ તેમણે પોતાના અભ્યાસને ચાલુ રાખ્યો અને તમામ ચોંકાવનારી શોધ દુનિયાની સામે મૂકી. હૉકિંગ એક વ્હિલચેરના સહારે ચાલતા હતા અને એક કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા આખી દુનિયા સાથે જોડાતા હતા – ૨૦૧૪મા સ્ટીફન હૉકિંગની પ્રેરક જિંદગી પર આધારિત ફિલ્મ ‘ધ થિઅરી ઑફ એવરીથિંગ’ રિલીઝ થઇ હતી
– પ્રોફેસર સ્ટીફન હૉકિંગે ૧૯૬૫મા ‘પ્રોપર્ટીઝ ઓફ એક્સપેન્ડિંગ યુનિવર્સીસ’ વિષય પર પોતાનું પીએચડી પૂરું કર્યું હતું
– ખૂબ જ દિલચસ્પ વાત એ છે કે સ્ટીફન ગણિતનો અભ્યાસ કરવા માંગતા હતા, પરંતુ તેમના પિતાએ મેડિકલ સાથે જોડાવાની સલાહ આપી. યુનિવર્સિટી કૉલેજમાં ગણિત ઉપલબ્ધ નહોતું, એવામાં તેમણે ફિઝિકસની પસંદગી કરી. ત્રણ વર્ષ બાદ તેમને નેચરલ સાયન્સમાં ફર્સ્ટ કલાસ ઑનર્સ ડિગ્રી મળી.જાન્યુઆરી ૧૯૪૨માં સ્ટીફન હૉકિંગનો જન્મ થયો હતો. સ્ટીફનનો પરિવાર શિક્ષિત પરંતુ આર્થિક રીતે સામાન્ય હતો. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આર્થિક ઉપાર્જન અને સુરક્ષાનાં હેતુથી પરિવાર ઑક્સફોર્ડ આવીને વસ્યો.તમને જાણીને નવાઈ લાગશે કે સ્ટીફનનું શાળા જીવન તદ્દન સામાન્ય કક્ષાનું હતું. ભણવામાં એણે કાંઈ બહુ કાઠુ કાઢ્યુ નહતુ પરંતુ એમને બોર્ડ ગેઈમ રમવી ગમતી અને ગણિતના વિષયમાં ભારે દિલચસ્પી હતી. એમણે શાળા જીવન દરમિયાન જ એના રસના વિષય ગણિતમાં આવતા ગાણિતિક સમીકરણોના પ્રશ્નો હલ કરી કેટલાક મિત્રોની મદદથી જુના ઈલેકટ્રોનિક સાધન-સામગ્રી ભેગા કરીને કમ્પ્યુટર બનાવી નાખ્યું.સ્ટીફન ૧૧ વર્ષની ઉંમરે શાળાએ ગયા અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે યુનિવર્સિટી કોલેજ ઓક્સફોર્ડ પહોંચ્યા. તેઓ ગણિત વિષયમાં આગળ વધવા માંગતા હતાં પણ યુનિવર્સીટીમાં ગણિત વિષય ન હોવાથી એમણે ભૌતિકશાસ્ત્ર પસંદ કર્યું.
ઑક્સફોર્ડમાં ઉચ્ચ અભ્યાસનાં છેલ્લા વર્ષમાં સ્ટીફન હોકિંગ શારીરિક નબળાઈનો શિકાર બન્યાં. દાદરા ચઢવામાં અને બોલવામાં પણ ભારે તકલીફ થવા લાગી. સ્ટીફનનાંમાં જન્મદિનની ઉજવણી બાદ તરત જ ડોક્ટરોએ ગંભીર બીમારી થયું હોવાનું જણાવ્યું. આ એવી બિમારી છે જેમાં માણસનાં શરીરનાં એક પછી એક બધા જ અંગો કામ કરતા બંધ થઈ જાય છે અને અંતમાં માણસનું મૃત્યુ થાય છે. એ સમયે તમામ ડોક્ટરોએ તપાસીને જણાવ્યું કે સ્ટીફન હવે વધુમાં વધું ૨ વર્ષ જીવી શકશે.ત્યાર પછી ધીમે-ધીમે સ્ટીફનની હાલત વધું ખરાબ થતી ગઈ. એ વધુને વધુ અશક્ત બનતા ગયા. હવે એમણે ચાલવા માટે કાખ-ઘોડીનો સહારો લીધો. પછી થોડા દિવસોમાં તો એના શરીરનાં તમામ અંગોએ સાથ આપવાનું છોડી દીધું. એના શરીરનાં તમામ અંગો કામ કરતા બંધ થઈ ગયા. તેઓ એક જીવતી લાશ જેવા બની ગયા હતાં પણ સ્ટીફને શારીરિક ખામીઓ અને વિકલાગંતાને પોતાના ઉપર હાવી થવા ન દીધી. એમણે સંશોધન કાર્ય અને સામાન્ય જીંદગીને અટકવા ન દીધી.જ્યારે આસપાસના સૌ કોઈએ આ યુવાન માટે આશા છોડી દીધી ત્યારે આ યુવાન એના અતૂટ આત્મવિશ્વાસ સાથે ઈતિહાસ સર્જવાની દિશામાં મક્કમતાપૂર્વક આગળ વધતો રહ્યો. સ્ટીફન હોકિંગ તેમનાં શબ્દોમાં કહેતાં કે મારી બિમારી વિશે ખબર પડી એ પહેલા જીવનમાં ખૂબ જ કંટાળો આવતો. એવું લાગતું હતું કે હું જીવનમાં કશુ જ કરી નહી શકું.જ્યારે એમને લાગ્યું કે પીએચડીનો અભ્યાસ પણ પૂર્ણ કરી શકશે નહી ત્યારે એમણે પોતાની સમગ્ર શક્તિ સંશોધનની દિશામાં વધું જોરથી લગાવી દીધી. વ્હીલચેરમાં બેઠાં-બેઠાં અને કોમ્પયુટર દ્વારા વાતચીત કરતા-કરતા એમના સંશોધનોએ દુનિયાને નવી ખગોળીય દ્રષ્ટિ આપી.એક ઈન્ટરવ્યુમાં ડો. સ્ટીફન હોકિંગે જણાવ્યું હતુ કે ૨૧ વર્ષની ઉંમરમાં મારી બધી જ ઉમ્મીદ શૂન્ય થઈ ગયેલ અને ત્યારબાદ જે મળ્યું એ બોનસ છે.એમની બીમારી તો ઠીક ના થઈ પણ વ્હીલચેર પર બેઠાં-બેઠાં કોમ્પયુટરની મદદથી હૉકિંગ આખી દુનિયાને તેમના અદભૂત સંશોધનોનો લાભ આપી માનવ જાતને વધુ વિકાસની દિશામાં પ્રેરિત કરે છે.એમનાં ખુદનાં શબ્દોમાં કહ્યે તો હું શારિરીક રીતે અશક્ત હોવાથી કોમ્પ્યુટરનાં માધ્યમથી જ વાત-ચીત કરી શકુ છુ પણ મારા દિમાગ અને મનથી હું આઝાદ છું. ડો. સ્ટીફન હૉકિંગે મૃત્યુને હંફવીને ભૌતિકશાસ્ત્ર,બ્રહ્માંડ,બ્લેક હોલ અને બિગ બેંગ થિયરી વિશે સંશોધન કરી ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું.ડો.સ્ટીફન હોકિંગની વિશ્વનાં મહાન વૈજ્ઞાનિકોમાં ગણના થાય છે.સ્ટીફન જ એ વૈજ્ઞાનિક છે, જેણે આ બ્રહ્માંડની સંરચનાની શરૂઆત બ્લેક હોલથી થઇ હોવાની વાત કરી હતી. પરંતુ સ્ટીફનની સ્ટોરીમાં જેટલુ વિજ્ઞાન છે, તેટલો જ સંઘર્ષ અને પ્રેમ છે.
એએલએસ બિમારી સામે ઝઝૂમતા સ્ટીફને પોતાની થિયરીથી ફિઝિક્સની દુનિયામાં કમાલ કરી દેખાડ્યુ હતુ. વર્ષ ૨૦૧૪માં આ મહાન વૈજ્ઞાનિકના જીવન પર એક ફિલ્મ પણ બની હતી, જેનું નામ છે ‘ધ થિયરી ઑફ એવરી થિંગ’
આ ફિલ્મમાં સ્ટીફન હૉકિંગનું પાત્ર એડી રેડમેને ભજવ્યુ હતું, જેના માટે તેને તે વર્ષે બેસ્ટ એક્ટરનો ઓસ્કર અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સ્ટીફન એક એવી બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા જેના કારણે તેઓ બોલી શકતા ન હતાં. ત્યાં સુધી કે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. સ્ટીફનના શરીરનો મોટાભાગનો હિસ્સો કામ કરી શકતો ન હતો તેવામાં ડોક્ટરે તેમને જણાવ્યું કે હવે કદાચ તેઓ પોતાના વિચારો કોઇની સમક્ષ મુકી નહી શકે. પરંતુ આ વચ્ચે તેમના જીવનમાં તેમનો પ્રેમ જેન તેમની સામે આવે છે. જેમણે કહ્યું કે તે સ્ટીફનની આ સ્થિતિ બાદ પણ તેને પ્રેમ કરે છે અને તેની સાથે રહેવા માંગે છે. આ ફિલ્મે બ્રિટન અને અમેરિકા સહિત દુનિયાભરમાં ધૂમ કમાણી કરી હતી.સ્ટીફન હૉકિંગનો જન્મ ૮ જાન્યુઆરી ૧૯૪૨ના રોજ ઇંગ્લેન્ડના ઑક્સફર્ડમાં થયો હતો. તે ભૌતિક વૈજ્ઞાનિક, બ્રહ્માંડ વૈજ્ઞાનિક અને લેખક હતા. તેઓ યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજના સેન્ટર ફૉર થિયોરેટિકલ કૉસ્મોલૉજીના રિસર્ચ વિભાગના ડાયરેક્ટર પણ હતાં. તેમણે હૉકિંગ રેડિએશન, પેનરોજ-હૉકિંગ થિયોરમ્સ, બેકેસ્ટીન-હૉકિંગ ફૉર્મ્યુલા, હૉકિંગ અનર્જી સહિત અનેક મહત્વપૂર્ણ સિદ્ધાંત દુનિયાને આપ્યા. તેમનું કામ અનેક રિસર્ચનું બેઝ બન્યું.

Related posts

રફ એન્ડ ટફ જીવન જીવતા લોકોની રોગપ્રતિકાર શક્તિ વધુ સારી

editor

જાણો…ચૂંટણી કમિશનને કેટલા રૂપિયાનો પડે છે એક મત

aapnugujarat

ખતરનાક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1