Aapnu Gujarat
ગુજરાત

સિંધી સમાજનું રવિવારે નૂતન વર્ષ : શોભાયાત્રાનું આયોજન

તા.૧૮મી માર્ચ, ૨૦૧૮ના રોજ સિંધી સમાજનું નૂતન વર્ષ એટલે કે, ચેટીચંડનો પવિત્ર તહેવાર છે. ચેડીચંડ સિંધી ફેસ્ટીવલ કલ્ચરલ કમીટી, ચેટીચંડ ડે કમીટી અને ચેટીચંડ મેલા કમીટીના સંયુકત ઉપક્રમે સિંધી સમાજના ઇષ્ટદેવતા ઝુલેલાલના જન્મદિવસ ચેટીચંડ નિમિતે તા.૧૮મીએ શહેરમાં બપોરે બે વાગ્યાથી નરોડા પાટિયાથી સરદારનગર સુધી ભવ્ય અને પરંપરાગત શોભાયાત્રા કાઢવામાં આવશે, જેમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સિંધી સમિતિના કન્વીનર અને ભાજપના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. ત્રણથી ચાર કિલોમીટર લાંબી એવી આ શોભાયાત્રામાં ૧૦૦થી વધુ શણગારેલી ટ્રકો, ભગવાન ઝુલેલાલ, શંકર-પાર્વતી ઉપરાંત સામાજિક સંદેશો આપતી ઝાંખીઓ, સિંધી લોકનૃત્યો, બહેરાણા સાહેબ, છેજ, ડીજે- બેન્ડ વાજા અને લાલસાંઇની પવિત્ર જયોત જબરદસ્ત આકર્ષણ જમાવશે એમ અત્રે સમિતિના કન્વીનર અને ભાજપના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી, મનોજ કુકરાણી અને પૂર્વ ધારાસભ્ય ગોપાલદાસ ભોજવાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે ચેડીચંડ સિંધી ફેસ્ટીવલ કલ્ચરલ કમીટી, ચેટીચંડ ડે કમીટી અને ચેટીચંડ મેલા કમીટી સૌપ્રથમવાર એક મંચ પર સાથે આવી ચેટીચંડના પર્વની ઉજવણી અને શોભાયાત્રાનું આયોજન કરી રહી છે, તેની ખાસ વિશેષતા છે. તા.૧૮મી માર્ચે રવિવારે બપોરે ૨-૦૦ વાગ્યે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને સિંધી સમાજના સંતો સાંઇ સંજયકુમાર મસંદ અને સાંઇ મોનુરામ લીલીઝંડી બતાવી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે. આ શોભાયાત્રામાં ૧૦૦થી વધુ શણગારેલી ટ્રકો, ભગવાન ઝુલેલાલ, શંકર-પાર્વતી ઉપરાંત બેટી બચાવો, બેટી પઢાઓ, ભ્રષ્ટાચાર નાબૂદી, સ્વચ્છતા અભિયાન, દહેજના દૂષણને જાકારો આપવા સહિતના સામાજિક સંદેશો આપતી ઝાંખીઓ, સિંધી લોકનૃત્યો, બહેરાણા સાહેબ, છેજ, ડીજે- બેન્ડ વાજા અને લાલસાંઇની પવિત્ર જયોત અને નિષ્ણાત યુવાનોના વિવિધ કૌશલ્ય-કરતબો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સમિતિના કન્વીનર અને ભાજપના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી, મનોજ કુકરાણી અને પૂર્વ ધારાસભ્ય ગોપાલદાસ ભોજવાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, સિંધીસમાજનું નૂતન વર્ષ અને ભગવાન ઝુલેલાલનો જન્મદિવસ હોઇ એ દિવસે સિંધીસમાજના ભાઇ-બહેનો એકબીજાને અને સૌ ધર્મ-કોમના લોકોને શુભેચ્છા-અભિનંદન પાઠવશે. ચેટીચંડની શોભાયાત્રામાં સિંધીસમાજના હજારો ભાઇ-બહેનો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લેશે. બપોરે નરોડા પાટિયાથી નીકળેલી શોભાયાત્રા કુબેરનગર રેલ્વે ક્રોસીંગ, રાજાવીર સર્કલ, જી વોર્ડ, માયા સિનેમા રોડ, કોતરપુર, હાંસોલ, ભીલવાસ, આંબાવાડી, સરદારનગર, સરદાર પટેલની પ્રતિમા થઇને રણમુકતેશ્વર મહાદેવ મંદિર થઇને સાબરમતી નદીના પટમાં પહોંચશે અને ત્યાં લાલસાંઇની જયોત પરવાન કરવામાં આવશે. સમગ્ર રૂટના માર્ગો પર શોભાયાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે, તો શોભાયાાત્રામાં જોડાનાર સિંધી સમાજ સહિત તમામ ધર્મના ભાઇ-બહેનો, બાળકો સહિતના સૌકોઇ માટે શરબત, પ્રસાદી, છાશ-પાણીનું વિતરણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, ચેટીચંડની ઉજવણી અને શોભાયાત્રા બાદ તા.૨૫મી માર્ચે ભાટ ગામ પાસે રાધે ફાર્મ ખાતે આયોજિત કાર્યક્રમમાં શોભાયાત્રા દરમ્યાનની સુંદર ઝાંખીઓ, બહેરાણા, છેજ વગેરે પૈકી એકથી દસમાં આવેલ શ્રેષ્ઠ ઝાંખીઓને શીલ્ડ અને ભેટ, પ્રમાણપત્રો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી સિંધી સમાજના આગેવાનો અને મહાનુભાવો હાજર રહેશે.

Related posts

સરકારનો વિકાસ ગાંડો થયો : દસ્તાન બ્રિજનું કામ પૂર્ણ ન થતા જગ્યા જંગલમાં ફેરવાઈ : હવે આંદોલનની ચીમકી ઉગામાઈ

aapnugujarat

ભાજપનો ઘમંડ ઉતારવા આ વખતે ગુજરાતની જનતા એક : સચિન પાયલોટ

aapnugujarat

કોરોનાને લઈને સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાવતા મેસેજ મૂકતા બોડેલી પોલીસ સ્ટેશનમાં ચાર ઈસમો સામે ફરિયાદ….

editor

Leave a Comment

UA-96247877-1