Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન એપ્રિલમાં ચીન જશે

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન એપ્રિલમાં ચીનની મુલાકાતે જવાના છે. જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એસસીઓની સમિટમાં ભાગ લેવા માટે ચીન જવાના છે. તેમની ચીન મુલાકાત પહેલા સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમનની મુલાકાતને બંને દેશોના સંબંધોમાં જામેલા બરફને પિગળવામાં મદદગાર માનવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ તાજેતરમાં કહ્યુ હતુ કે ડ્રેગન અને હાથીએ પરસ્પર લડવું જોઈએ નહીં.. બંને એકબીજા સાથે સહયોગ કરશે તો એક અને એક અગિયાર જેવા સાબિત થશે.સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન એપ્રિલમાં ચીનની મુલાકાતે જવાના છે. જો કે તેમની ચીન મુલાકાતના કાર્યક્રમને આખરી ઓપ અપાવાનું હજી બાકી છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને સંકેત આપ્યા છે કે આગામી મહીને તેમની ચીન મુલાકાતની શક્યતા છે. ૨૦૧૭માં ૭૩ દિવસ સુધી ચાલેલા ડોકલામ સૈન્ય ગતિરોધ બાદ ભારતના સંરક્ષણ પ્રધાનની પહેલી ચીન મુલાકાતને દ્વિપક્ષીય સંબંધો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચીન દ્વારા તાજેતરમાં એશિયાના બંને મહાકાય પાડોશી દેશોના સહયોગની વકીલાત કરવામાં આવી હતી અને બંને દેશોનો સહયોગ એક અને એક બે જેવો નહીંપ પણ એક અને એક અગિયાર જેવો સાબિત થવાની વાત પણ કહેવામાં આવી હતી.ભારતે પ્રતિક્રિયા આપી હતી કે તેઓ પરસ્પર સમ્માન અને એકબીજાના હિતો, ચિંતાઓ અને આકાંક્ષાઓની સંવેદનશીલતાના આધાર પર મતભેદોને ઉકેલીને પરસ્પર સંબંધ વિકસિત કરવા માટે ઈચ્છુક છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમનની સંભવિત ચીન મુલાકાતને આવા ઘટનાક્રમ સાથે સાંકળીને જોવાઈ રહી છે. સોમવારે એક કાર્યક્રમથી અલગ ચીનની મુલાકાત માટે પુછવામાં આવેલા સવાલના જવાબમાં સીતરમને ક્હ્યુ હતુ કે હા.. કદાચ એપ્રિલના આખરમાં થવાની શક્યતા છે. સીતારમનના આ નિવેદન પહેલા સંરક્ષણ મંત્રાલયે ગત સપ્તાહે સંરક્ષણ પ્રધાન ચીનની મુલાકાતે જવાના હોવાની વાતને નકારી હતી.ડોકલામ ટ્રાઈ જંક્શન ખાતે ૨૦૧૭માં ૭૩ દિવસ લાંબા સૈન્ય ગતિરોધનો ઉકેલ ૨૦૧૭ના ઓગસ્ટમાં ચીન ખાતેને બ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન મોદીના સામેલ થતા પહેલા આવ્યો હતો. ચીન મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરીને બંને દેશોના સંબંધોમાં સુધારા માટેની પહેલ કરી હતી. બાદમાં બંને દેશોએ પરસ્પર સંબંધો સુધારવાની કોશિશો કરી હતી.ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ સિવાય પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહર પર સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધ લાગુ કરાવવાની ભારતની કોશિશોમાં બીજિંગનો અડંગો અને ન્યૂક્લિયર સિક્યુરિટી ગ્રુપમાં ભારતના પ્રવેશમાં પણ ચીનની અડચણ મતભેદના મહત્વના મામલા છે. આ સિવાય પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી પસાર થતા ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર અને ઓબીઓઆર પ્રોજેક્ટ ભારત માટે ચિંતાના મોટા કારણો છે.

Related posts

ઉત્તર ભારતમાં ધુમ્મસ વચ્ચે ૨૨ ટ્રેન રદ કરી દેવાઇ

aapnugujarat

ગઠબંધનમાં વડાપ્રધાન બનવા માટે લાઈનો લાગેલી છે : અમિત શાહ

aapnugujarat

देश में कोरोना वायरस के मिले 12,881 नए केस

editor

Leave a Comment

UA-96247877-1