Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારતના ડ્રીમ પ્રોજેક્ટ ચાબહારમાં ઇરાનનું પાકિસ્તાનને આમંત્રણ

ઈરાનના વિદેશ પ્રધાન ડૉ. જાવેદ ઝરિફ દ્વારા ચાબહારપોર્ટના પ્રોજેક્ટમાં સામેલ થવા માટે પાકિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં ડૉ. જાવેદ ઝરિફે ચાબહારપોર્ટને વિકસિત કરીને બલૂચિસ્તાનના ડીપ સી પોર્ટ ગ્વાદર સાથે સાંકળવા માટે પણ પાકિસ્તાનને આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાનના અખબારના અહેવાલમાં આના સંદર્ભે દાવો કરવામાં આવ્યો છે. ઈરાનના વિદેશ પ્રધાન ડૉ. જાવેદ ઝરિફ દ્વારા ચાબહાર પોર્ટ સંદર્ભે પાકિસ્તાનને આપવામાં આવેલા આમંત્રણનો મામલો ભારત માટે વ્યૂહાત્મક ચિંતાનું કારણ બને તેવી શક્યતા છે. ઈરાનના વિદેશ પ્રધાન ડૉ. ઝરિફ પાકિસ્તાનની ત્રણ દિવસની મુલાકાતે છે. અહીં તેમણે પાકિસ્તાન અને ઈરાનના કૂટનીતિક સંબંધોની ૭૦મી વર્ષ ગાંઠ નિમિત્તે ઈન્સિટ્યૂટ ઓફ સ્ટ્રેટજીક સ્ટડીઝ ઈસ્લામાબાદ ખાતે એક ભાષણ પણ કર્યું છે. ડૉ. ઝરિફે કહ્યુ છે કે તેમને ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું. તેઓ પાકિસ્તાન અને ચીનને ચાબહારમાં સામે થવા માટે આમંત્રિત કરી રહ્યા છે.
ચાબહારપોર્ટ ખાતે ભારતની સામેલગીરીથી પાકિસ્તાન સતત આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. ફેબ્રુઆરી માસમાં જ ઈરાન અને ભારતે લીઝ એગ્રિમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે અને ભવિષ્યમાં ઓપરેશનલ કંટ્રોલ પણ મળવાનો છે. ઈરાનના વિદેશ પ્રધાને પાકિસ્તાનની મુલાકાત દરમિયાન ઈસ્લામાબાદને ખાતરી આપી છેકે ચાબહારપોર્ટ પ્રોજેક્ટ પાકિસ્તાનને ઘેરવા માટેનો નથી. તેમણે બે વખત કહ્યુ છે કે જેવી રીતે પાકિસ્તાન પોતાની જમીનનો ઈરાન સામે ઉપયોગ થવા દેતું નથી તેવી રીતે જ ઈરાન પોતાની જમીન પરથી કોઈને પાકિસ્તાનને નુકસાન પહોંચાડવાની મંજૂરી નહીં આપે. જો કે સુન્નીપંથી મુસ્લિમોની બહુમતી ધરાવતા પાકિસ્તાનની સુન્ની મુસ્લિમ વિશ્વના આગેવાન દેશ સાઉદી અરેબિયાના સંબંધોને શિયાપંથી મુસ્લિમ બહુમતી ધરાવતા ઈરાને પોતાના ભારત સાથેના સંબંધો સાથે સરખાવ્યા હતા. ઈરાનના વિદેશ પ્રધાને કહ્યુ છે કે તહેરાનના ભારત સાથેના સંબંધો પાકિસ્તાનના સાઉદી અરેબિયા સાથે છે તેવા સંબંધો છે. ઈરાન માને છે કે પાકિસ્તાનના સાઉદી અરેબિયા સાથેના સંબંધો ઈરાનની વિરુદ્ધ નથી.

Related posts

ભારતીય અર્થતંત્ર તેજ ગતિએ વિકાસ કરતું રહેશે : સંયુક્ત રાષ્ટ્ર સંઘ

aapnugujarat

કાળિયાર કેસમાં ‘દબંગ ટાઈગર’ પુરાયો પાંજરે : પાંચ વર્ષની જેલ

aapnugujarat

ચીને ભારતીય સરહદ નજીક દાગ્યા રોકેટ અને મિસાઇલ્સ, કર્યો યુદ્ધાભ્યાસ

editor

Leave a Comment

UA-96247877-1