Aapnu Gujarat
રમતગમત

ટી-૨૦માં હિટ વિકેટ થનારો કે. એલ. રાહુલ પ્રથમ ભારતીય

શ્રીલંકા સામે રમાયેલી નિડાસ ટ્રોફીની મેચમાં પહેલી વાર કે. એલ. રાહુલને તક મળી. શિખર ધવન, રોહિત શર્મા અને સુરેશ રૈનાના આઉટ થયા બાદ તેના પર વધુ જવાબદારી હતી.
રાહુલ વિકેટ પર ટકીને બેટિંગ કરવાની કોશિશ પણ કરી રહ્યો હતો, પરંતુ ૧૦મી ઓવરમાં જીવણ મેન્ડિસ જ્યારે બોલિંગ કરી રહ્યો હતો ત્યારે કે. એલ. રાહુલ હિટ વિકેટ થઈ ગયો. તેણે ૧૭ બોલમાં ૧૮ રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયા તરફથી ટી-૨૦ ક્રિકેટના ઇતિહાસમાં રાહુલ હિટ વિકેટ થનારો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલાં કોઈ પણ ભારતીય ખેલાડી ટી-૨૦માં હિટ વિકેટ થયો નથી.ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધી ફક્ત ત્રણ ખેલાડી જ હિટ વિકેટ આઉટ થયા છે. ટેસ્ટ ક્રિકેટમાં લાલા અમરનાથ ૧૯૪૯માં હિટ વિકેટ થયા હતા. ત્યાર બાદથી અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં કોઈ પણ ભારતીય ખેલાડી હિટ વિકેટ થયો નથી. વન ડે ક્રિકેટની વાત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયા તરફથી નયન મોંગિયા એકમાત્ર એવો ખેલાડી છે, જે હિટે વિકેટ આઉટ થઈ ચૂક્યો છે. ૧૯૯૫માં તે હિટ વિકેટ થયો હતો. હવે ટી-૨૦માં હિટ વિકેટ આઉટ થનારો રાહુલ ત્રીજો ભારતીય બની ગયો છે.

Related posts

इंग्लैंड के खिलाफ कोहली और इशांत शर्मा की टीम में होगी वापसी

editor

टी-10 : अब कलंदर्स टीम के लिए खेलते नजर आएंगे अफरीदी

aapnugujarat

West Indies are most watchable side in this year’s World Cup: Steve Waugh

aapnugujarat

Leave a Comment

UA-96247877-1