Aapnu Gujarat
બ્લોગ

જાપાનના વૈજ્ઞાનિકોએ શોધ્યા ૧૫ નવા ગ્રહ, ત્રણ ‘સુપર અર્થ’

દૂર-દૂર અંતરિક્ષમાં જીવનની શોધી કરી રહેલા વૈજ્ઞાનિકોને હાથ મોટી સફળતા લાગી છે. જાપાનના વૈજ્ઞાનિકોએ પોતાની શોધમાં ૧૫ નવા ગ્રહોને શોધવાનો દાવો કર્યો છે. તેમાં ત્રણને સુપર અર્થ કહેવામાં આવી રહ્યો છે. તેમાંથી એકમાં વૈજ્ઞાનિકોને પાણી હોવાની પ્રબળ સંભાવનાઓ દેખાઇ છે. આની પહેલાં પણ વૈજ્ઞાનિકો દૂરદૂર અંતરિક્ષમાં હાજર કેટલાંક ગ્રહો પર પાણી હોવાની સંભાવના વ્યક્ત કરી ચૂકયા છે.
મંગળ ગ્રહ પર પાણીની શોધ ચાલી રહી છે અને ત્યાં વ્યક્તિ વસાવાને લઇ પણ અભ્યાસ ચાલી રહ્યો છે.આ શોધ જાપાનના ટોક્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ કરી છે. તેના માટે તેમણે દુનિયાના કેટલાંક શ્રેષ્ઠ ટેલીસ્કોપોનો સહારો લીધો. તેમાં અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાનો કે૨, હવાઇમાં હાજર સુબારૂ ટેલિસ્કોપ અને સ્પેનમાં હાજર નૉરડિક ઑપ્ટિકલ ટેલીસ્કોપની મદદ લીધી અને તમામ આંકડા એકત્ર કર્યા. ત્યારબાદ આ આંકડાઓનો અભ્યાસ કર્યા બાદ આ ગ્રહોની શોધ કરી. તેના માટે તેમણે કેટલાંય અત્યાધુનિક સાધનોની પણ મદદ લેવી પડી.
જાપાનના વૈજ્ઞાનિકોના મતે શોધવામાં આવેલ તમામ ૧૫ ગ્રહ પોતાના સૌરમંડળમાંથી બહાર આવેલ છે એટલે કે તમામ એક્સોપ્લેનેટ છે. આ તમામ ગ્રહ લાલ રંગના તારાના ચક્કર લગાવી રહ્યાં છે. લાલ તારા કદમાં સામાન્ય રીતે નાના અને ખૂબ જ ઠંડા હોય છે. વૈજ્ઞાનિકોના મતે લાલ તારાના અભ્યાસથી ભવિષ્યમાં એક્સોપ્લેનેટ સાથે જોડાયેલ રસપ્રદ માહિતીઓ મળી શકે છે. તેના અભ્યાસથી બ્રહ્માંડમાં હાજર ગ્રહોના વિકાસ સંબંધિત માહિતી ઓ એકત્ર થઇ શકે છે.

Related posts

IAS, IPS और IFS के ढांचे में बदलाव कर सकती है मोदी सरकार

aapnugujarat

નારાયણ સાંઈ : બાપ બાદ દીકરાનો વારો

aapnugujarat

कश्मीर : ट्रंप की मध्यस्थता ?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1