Aapnu Gujarat
રાષ્ટ્રીય

વડાપ્રધાન આગળ ‘શ્રી’ ન લગાવ્યું તો જવાનનો પગાર કપાયો, વડાપ્રધાનની દખલ બાદ સજા પાછી ખેંચાઈ

બીએસએફના જવાનનો પગાર કપાતાં વડાપ્રધાન મોદીએ તેના પર પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને આ સજાની ટિકા કરી છે. હવે વડાપ્રધાનની દખલ બાદ આ જવાનની સજા પાછી ખેંચવામાં આવશે.બોર્ડર સિક્યોરિટી ફોર્સ એકવાર ફરી ચર્ચામાં છે. જો કે આ વખતે એક ગજબ કારણોસર બીએસએફ ચર્ચામાં છે. બીએસએફના એક જવાનને ગજબ સજા આપવામાં આવી છે, જેની ચર્ચા થઈ રહી છે.બીએસએફના જવાન સંજીવ કુમાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની આગળ ‘માનનીય’ અથવા ‘શ્રી’ ન લગાવવાના કારણે તેમનો સાત દિવસનો પગાર કાપી લેવામાં આવ્યો છે.
બીએસએફ દ્વારા જવાનની આ હરકતને વડાપ્રધાનનું અપમાન ગણવામાં આવ્યું છે, જેના કારણે તેને આ સજા આપવામાં આવી છે. જાણકારી પ્રમાણે, આ ઘટના ૨૧ ફેબ્રુઆરીએ બીએસએફના ૧૫મી બટાલિયનના મુખ્યાલય મહતપુર, નાડિયામાં બની હતી.જવાન પોતાની રૂટિન પરેડ કરી રહ્યા હતા.
આ દરમ્યાન જવાન સંજીવ કુમારે એક રિપોર્ટમાં ‘મોદી કાર્યક્રમ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. બટાલિયનના કમાન્ડિંગ ઑફિસર કમાન્ડેન્ટ અનુલ લાલ ભગત નારાજ થયા હતા અને તેમણે સંજીવ કુમાર સામે કાર્યવાહીના આદેશ આપ્યા હતા.કાર્યવાહી પ્રમાણે સંજીવ વિરુદ્ધ સુનાવણી થઈ અને બીએસએફની એક્ટ કલમ ૪૦ હેઠળ તેને દોષી માની સજા આપવામાં આવી અને આ સજામાં જવાનનો સાત દિવસનો પગાર કાપી દેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, બીએસએફના જવાનો પર અત્યાચાર થઈ રહ્યો છે, તેવો એક વીડિયો પહેલા પણ વાયરલ થયો હતો. બીએસએફના જવાન તેજબહાદુર યાદવે માત્ર મીઠું અને પાણીવાળી દાળ, દાઝેલી રોટલીનો વીડિયો શેર કર્યો હતો. જો કે બાદમાં યાદવને સસ્પેન્ડ કરાયો હતો.

Related posts

मुंबई में रैगिंग से परेशान मेडिकल की छात्रा ने लगाई फांसी

aapnugujarat

सेना युद्ध जैसे क्षेत्र में फैसले लेने के लिए स्वतंत्रः जेटली

aapnugujarat

ISRO ने लॉन्‍च किया RISAT-2BR1 सेटेलाइट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1