Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પીએનબી બેંક ફ્રોડ : અધિકારીઓને રૂશ્વતમાં જ્વેલરી અપાઈ હતી

હજારો કરોડના પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદીએ પંજાબ નેશનલ બેંકના અધિકારીઓને પોતાની સાથે સામેલ કરવા માટે સોના અને હિરાની જ્વેલરી લાંચ તરીકે આપી હતી. કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઈએ મુંબઈ કોર્ટમાં આ અંગેની માહિતી આપી હતી. સીબીઆઈનું કહેવું છે કે, લાંચમાં પીએનબી અધિકારીઓને લાંચ ગયા વર્ષે ઓક્ટોબરથી જ આપી દેવામાં આવી હતી. સીબીઆઈએ આ મામલામાં હજુ સુધી ૧૪ લોકોની ધરપકડ કરી છે.
સીબીઆઈએ કોર્ટને કહ્યું છે કે, પીએનબીની બ્રેડીહાઉસ બ્રાંચમાં ૨૦૧૫થી ૨૦૧૮ સુધી ફોરેક્સ વિભાગના મેનેજર રહી ચુકેલા યશવંત જોશીએ લાંચમાં જ્વેલરી લેવાની વાત કબૂલી લીધી છે. પીએનબીની આ શાખા કૌભાંડના કેન્દ્રમાં રહી છે. યશવંતે કબૂલાત કરી છે કે, તેને સોનાના બે સિક્કા, સોના અને હિરાની કાનમાં પહેરવાની ચીજવસ્તુ મળી હતી. સીબીઆઈએ એમ પણ કહ્યું છે કે, લાંચમાં લેવામાં આવેલી જ્વેલરી યશવંતના આવાસ ઉપરથી મળી આવી છે. સીબીઆઈએ દાવો કર્યો છે કે, યશવંતે નિરવ મોદીના કહેવા પર ખોટા એલઓયુ જારી કર્યા હતા. તપાસ અધિકારીઓનું કહેવું છે કે, કૌભાંડમાં ધરપકડ કરવામાં આવેલા અન્ય એક આરોપી પીએનબીના સ્કેલ એક ઓફિસ પ્રફુલ સાવંતે જાણી જોઇને સ્વિફ્ટ મેસેજને નજર અંદાજ કર્યા હતા.
દેશની બીજી સૌથી મોટા બેંકપીએનબીના મુખ્યરીતે બે નિચલા સ્તરના કર્મચારીઓ પર એલઓયુ જારી કરીને નિરવને લાભ પહોંચાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સીબીઆઈએ આનાથી આગળ વધીને બે આંતરિક ઓડિટરની પણ ધરપકડ કરી લીધી છે. બીજી બાજુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું છે કે, પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી નિરવ મોદીના મામલામાં ઉંડી તપાસ યથાવતરીતે ચાલી રહી છે. પીએનબી અધિકારીઓને લઇને પણ ઉંડી તપાસ ચાલી રહી છે. પીએનબી ફ્રોડનો મામલો સપાટી ઉપર આવ્યા બાદથી નિરવ મોદી અને મેહુલ ચોક્સીના આવાસ ઉપર દરોડા પણ પડી ચુક્યા છે. આ ઉપરાંત તેમની જુદી જુદી સંપત્તિઓ જપ્ત કરવામાં આવી રહી છે.  સીબીઆઈના અધિકારઓ, ઇડીના અધિકારીઓ તથા આવકવેરા વિભાગના અધિકારીઓ સતત સક્રિય થયેલા છે. વિદેશ ફરાર થઇ ગયેલા નિરવ મોદી અને મેહુલ ચોક્સીની વિદેશની સંપત્તિ જપ્ત કરવાને લઇને પણ કાર્યવાહી ચાલી રહી છે. બેંક મહાકૌભાંડને લઇને નિરવ મોદીએ નાણા પરત ચુકવવાનો હાલપુરતો ઇન્કાર કર્યો છે.

Related posts

ફ્યુચર રિટેલમાં હિસ્સેદારી મેળવવા એમેઝોન તૈયાર

aapnugujarat

હિંદ મહાસાગરમાં ભારત ચીનથી વધારે બળવાન છે : નેવી ચીફ

aapnugujarat

આંદામાન અને નિકોબારના વિકાસ માટે કેન્દ્ર કટિબદ્ધ : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1