Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાર્તિની સતત ત્રીજા દિવસે કઠોર પુછપરછ જારી રહી

આઇએનએક્સ મિડિયા કેસમાં આરોપી કાર્તિ ચિદમ્બરમની આકરી પુરછપરછ આજે કરવામાં આવી હતી. સીબીઆઈની ટુકડી તેમને પુછપરછ કરવા માટે લઇને મુંબઈ પહોંચી હતી જ્યાં સીબીઆઈના અધિકારીઓએ તપાસની હદ વધારીને કાર્તિ અને આઈએનએક્સ મિડિયાના ડિરેક્ટર પીટર અને ઇન્દ્રાણીની સાથે બેસાડીને પુછપરછ કરી હતી. કાર્તિ ચિદમ્બરમની સતત પુછપરછનો દોર ચાલી રહ્યો છે. સતત ત્રણ દિવસથી તેમની પુછપરછ ચાલી રહી છે. આજે ચાર કલાકથી પણ વધુ સમય સુધી કાર્તિની પુછપરછ થઇ હોવાના અહેવાલ મળ્યા છે. આઈએનએક્સ મિડિયા કેસમાં આરોપી કાર્તિ ચિદમ્બરમે કહ્યું છે કે, તેમની સામે મુકવામાં આવેલા તમામ આરોપ ખોટા અને રાજકીયરીતે પ્રેરિત છે. સીબીઆઈ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા બાદ ચિદમ્બરમે આ મુજબની વાત કરી હતી. દિલ્હી પરત આવ્યા બાદ કાર્તિએ કહ્યું હતું કે, રાજકીય કાવતરાના ભાગરુપે તેમની સામે તપાસ ચાલી રહી છે. સીબીઆઈ કાર્તિને લઇને મુંબઇના ભાઈકુલ્લા વિસ્તારમાં પહોંચી હતી જ્યાં જેલમાં લઇ ગયા બાદ ઇન્દ્રાણીને આમને સામને બેસાડીને પુછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્તિને આર્થર રોડ જેલમાં પણ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પીટરને રાખવામાં આવ્યો છે. ઇન્દ્રાણીએ સીબીઆઈ સમક્ષ એવી જુબાની આપી હતી કે, કાર્તિ ચિદમ્બરમે એફઆઈપીબી મંજુરી માટે આશરે છ કરોડ રૂપિયાની માંગ કરી હતી. સીબીઆઈએ કહ્યું છે કે, આઈએનએક્સના પ્રમોટર ઇન્દ્રાણી અને પીટર મુખર્જીને તત્કાલિન નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ સાથે દિલ્હીની હોટલ હયાતમાં મિટિંગ ગોઠવી હતી. આ મિટિંગ બાદ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ માટે એફઆઈપીબીની મંજુરી જરૂરી બની હતી. સીબીઆઈનો આક્ષેપ છે કે, કાર્તિએ આના માટે ૧૦ લાખ ડોલરની માંગ કરી હતી. આ મામલો ૨૦૦૭નો છે. તે વખેત કાર્તિના પિતા પી ચિદમ્બરમ નાણામંત્રી તરીકે હતા. એવો આક્ષેપ છે કે, પી ચિદમ્બરમે કાર્તિનું કામ સરળ બનાવ્યું હતું. સીબીઆઈની ટુકડી સતત ત્રીજા દિવસે પુછપરછનો દોર હાથ ધરી ચુકી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આજે સવારે આઠ વાગે સીબીઆઈની ટીમ કાર્તિને લઇને મુંબઈ પહોંચી હતી. મુંબઈ સ્થિત આઈએનએક્સ મિડિયા પાસેથી ૩૫ મિલિયન રૂપિયા અથવા તો ૩.૫ કરોડ રૂપિયા લેવાનો તેમના ઉપર આક્ષેપ છે. આઈએનએક્સ મિડિયા હવે નવ એક્સ મિડિયા તરીકે જાણીતું છે.

Related posts

ચોકીદાર ચોર હૈના નિવેદન પર રાહુલ ગાંધીએ માફી માંગી

aapnugujarat

કેન્દ્રિય ગૃહ મંત્રાલયે અધિકારીઓને આપ્યો વર્ક ફ્રોમ હોમનો આદેશ

editor

કુલભુષણ જાધવની માતા અને પત્ની સાથે યોગ્ય રીતે મુલાકાત ન કરાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1