Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૮૭ કરોડ બેન્ક ખાતા આધાર સાથે લિંક કરી દેવામાં આવ્યાં

સમય મર્યાદા પૂર્ણ થાય તેના એક મહિના પહેલા આશરે ૮૦ ટકા બેંક ખાતા અને ૬૦ ટકા મોબાઇલ કનેક્શન નેશનલ બાયોમેટ્રિક આધાર સાથે લીંક કરી દેવામાં આવ્યા છે. યુઆઈડીએઆઈ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. સરકારે ૧૨ આંકડામાં યુનિક નંબરની રજૂઆતને ફરજિયાત બનાવી દીધી છે. ૩૧મી માર્ચ ૨૦૧૮ સુધી દરેક બેંક ખાતા ધારકને ૧૨ આંકડામાં રહેલા ઓળખ નંબરની રજૂઆત કરવી પડશે. બિન હિસાબી સંપત્તિનો પર્દાફાશ કરવાના હેતુસર આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આજ હેતુસર ઇન્કમટેક્સના પરમાનેન્ટ એકાઉન્ટ નંબર અથવા તો પેન સાથે આધારને લીંક કરવાની બાબતને પણ ફરજિયાત બનાવવામાં આવી છે. ૩૧મી માર્ચ સુધી તમામ મોબાઇલ સીમ કાર્ડને આધાર સાથે લીંક કરી દેવામાં આવશે. મોબાઇલ ફોનના વપરાશકારોની ઓળખને સ્થાપિત કરવાના હેતુસર આ હિલચાલ હાથ ધરવામાં આવી છે. ૩૧મી માર્ચ બાદ જે મોબાઇલ ફોનના યુઝરો ઓળખને લઇને આધાર જમા કરશે નહીં તે લોકોના ફોન બંધ થઇ જશે. ૧૦૯.૯ કરોડ બેંક ખાતાઓ પૈકી આશરે ૮૭ કરોડ બેંક ખાતા આધાર સાથે જોડી દેવામાં આવ્યા છે. યુઆઈડીએઆઈના એક અધિકારએ કહ્યું છે કે, ખુબ જ ઝડપથી આ દિશામાં સફળતા મળી રહી છે. અધિકારીઓના કહેવા મુજબ ૧૪૨.૯ કરોડ સક્રિય મોબાઇલ કનેક્શનો પૈકી ૮૭.૭ કરોડ લોકો આધાર સાથે લિંક કરાવી ચુક્યા છે. સંપર્ક કરવામાં આવતા અધિકારીઓનું કહેવું છે કે, આશરે ૮૦ ટકા બેંક ખાતાઓને આધાર સાથે જોડી દેવામાં આવ્યા છે. બાકીનાને ટૂંક સમયમાં જ જોડી દેવામાં આવશે. ફ્રોડને ઓળખી કાઢવા માટે આ હિલચાલ ખુબ જ મહત્વપૂર્ણ પુરવાર થઇ રહી છે. ૧.૨ અબજ લોકો આધાર માટે નોંધણી કરાવી ચુક્યા છે. ૧૨ આંકડામાં આધારમાં ફિંગરપ્રિન્ટની સાથે સાથે ચોક્કસ ડેમોગ્રાફિક વિગતો રાખવામાં આવે છે. આ પ્રોગ્રામ આજે વિશ્વના સૌથી મોટા બાયોમેટ્રિક પ્રોગ્રામ તરીકે બની ગયા છે. આધાર જુદી જુદી સરકારી અને બિનસરકારી કંપનીઓ દ્વારા પણ રેસિડેન્ટ પુરાવા તરીકે ઉપયોગી છે. પાંચ જજની બંધારણીય બેંચે આધાર કાર્યક્રમની બંધારણીય કાયદેસરતાને પડકાર ફેંકી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરી છે. આજે પેન, બેંક ખાતા, ક્રેડિટ કાર્ડ, ઇન્સ્યોરન્સ પોલિસી, મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન ફંડ, પેન્શન પ્લાન, સામાજિક કલ્યાણની યોજનાઓને આધાર સાથે જોડવામાં આવી ચુકી છે. ૩૧મી માર્ચ ૨૦૧૮ સુધી બાકીની તમામ યોજનાઓને પણ આધાર સાથે જોડી દેવામાં આવશે. ટૂંક સમયમાં જ વર્ચ્યુઅલ આઇડી રજૂ કરવામાં આવનાર છે જે આધાર નંબર નહીં આપવાની સ્થિતિમાં એક વિકલ્પ તરીકે લોકોને આપવામાં આવનાર છે.

Related posts

ઉત્તર પ્રદેશમાં છેડતીનો વિરોધ કરતા બદમાશોએ દલિત પરિવાર પર કાર ચઢાવી, બે મહિલાના મોત

aapnugujarat

पाक. ने रोकी समझौता एक्‍सप्रेस, कहा, अपना ड्राइवर भेजकर ट्रेन ले जाएं वापस

aapnugujarat

પેટ્રોલ અને ડીઝલની કિંમતો અકબંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1