Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશમાં છેડતીનો વિરોધ કરતા બદમાશોએ દલિત પરિવાર પર કાર ચઢાવી, બે મહિલાના મોત

ઉત્તરપ્રદેશના બુલંદશહેરના ચાંદપુર ગામમાં છેડતીનો વિરોધ કરવો એક પરિવારને ખૂબ મોંઘો પડી ગયો. ગામના જ બદમાશ આરોપીઓએ વિરોધ કરનારા દલિત પરિવાર પર કાર ચઢાવી દીધી હતી. પરિવારના સભ્યો પર કાર ચઢાવી દેતા બે મહિલાના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ પરિવારના અન્ય સભ્યો અને ગ્રામજનોએ જબરજસ્ત હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ તેમના મૃતદેહને રસ્તાની વચ્ચે રાખીને ટ્રાફિક જામ કરી દીધો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે સાંજે જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે પરિવારજનોએ ટ્રકથી અથડાયા હોવાની માહિતી આપી હતી. પરંતુ બાદમાં પરિવારના લોકોએ આ ઘટનાને છેડતીની ઘટનાનો એક ભાગ ગણાવતા કહ્યું કે પરિવારના ચાર સભ્યો પર કાર ચઢાવી દેવાઈ હતી. પોલીસે શરૂઆતમાં રોડ અકસ્માતનો મામલો નોંધીને તપાસ શરૂ કરી હતી પણ બાદમાં એક ઉચ્ચ જાતિના યુવકે પરિવાર પર કાર ચઢાવી દેવાની ફરિયાદ નોંધીને તપાસ કરી રહી છે. સ્થાનિકો દ્વારા રેકોર્ડ કરાયેલા એક વીડિયોમાં એક છોકરી આ સમગ્ર મામલા અંગે માહિતી આપતી જોવા મળી રહી છે. છોકરી જણાવે છે કે પાડોશી ગામનો એક યુવક કેવી રીતે તેમની સાથે દુર્વ્યવહાર કરી રહ્યો હતો અને તેણે મારી નાખવાની ધમકી પણ આપી હતી.

Related posts

દિગંબર જૈન સમાજનો નવો નારો, ‘અમે બે-અમારા ત્રણ’

aapnugujarat

કર્ણાટકમાં જનાદેશ કોંગ્રેસ અને JDSની વિરૂદ્ધમાં હતો : અમિત શાહ

aapnugujarat

બંડખોરોની મદદથી આંદોલન કરવા માટે જીજેએમ તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1