Aapnu Gujarat
રાષ્ટ્રીય

દિગંબર જૈન સમાજનો નવો નારો, ‘અમે બે-અમારા ત્રણ’

ભારતની કુલ વસ્તીમાં જૈનોની વસ્તીમાં ઘટાડો થયો છે.જોકે આ ઘટાડો મામૂલી હોવા છતા જૈન સમાજ ચિંતામાં છે.જેના પગલે હવે જૈન દંપતિઓને ’અમે બે, અમારા ત્રણ’નો નવો નારો આપવામાં આવ્યો છે.
ગયા અઠવાડિયે દિગંબર જૈન સમાજની સર્વોચ્ચ દિગંબર જૈન મહાસમિતિની ઈન્દોરમાં બેઠક મળી હતી.જેમાં ઉપરોક્ત નારો આપવામાં આવ્યો હતો.તેની સાથે સાથે જૈન પરિવારોને કહેવામાં આવ્યુ હતુ કે, તેઓ વધારે બાળકો પેદા કરે.સમિતિએ એવી પણ જાહેરાત કરી છે કે, જે દંપતિઓ બેથી વધારે બાળકો પેદા કરશે તેમને નાણાકીય સહાય પણ આપવામાં આવશે.સાથે સાથે જૈન સમાજમાં છુટાછેડાનુ પ્રમાણ ઘટાડવા માટે કાઉન્સિલિંગ પર ભાર મુકાયો હતો.
દેશના ૧૬ રાજયોમાં સક્રિય આ સમિતિના રાષ્ટ્રિય અધ્યક્ષ અશોક બડજાત્યાએ એ પણ જાહેરાત કરી હતી કે જે લોકો ત્રણ બાળકો પેદા કરશે તેમના ત્રીજા બાળકના શિક્ષણનો ખર્ચ સમિતિ ઉઠાવશે.
૨૦૦૧ની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે ૧૦૨ કરોડ ભારતીય લોકોમાં જૈન સમુદાયની વસ્તી ૪૨ લાખ હતી.જે પછી ૨૦૧૧માં તે વધીને ૪૪ લાખ થઈ છે.જોકે તેની સામે કુલ વસ્તી વધીને ૧૨૦ કરોડ પર પહોંચી છે.૨૦૦૧માં કુલ વસ્તીના મુકાબલે જૈનોની વસ્તીમાં ૦.૦૩ ટકાનો ઘટાડો થયો હતો.જે ૨૦૧૧માં ૦.૪૦ પર પહોંચ્યો હતો.જૈનોનો પ્રજનન દર ૧.૨ ટકા છે તેવુ રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના આંકડા કહે છે.જ્યારે હિંન્દુઓ માટે આ દર ૨.૧૩ ટકા અને મુસ્લિમોમાં ૨.૬ ટકા છે.

Related posts

કાશી વિશ્વનાથ મંદિર ઉડાવી દેવા આતંકવાદીઓની ધમકી

aapnugujarat

ગેસ સિલિન્ડર કિંમતમાં કોઇ વધારો નહીં ઝીંકવાનો નિર્ણય

aapnugujarat

मोदी सरकार की गलतियों के चलते आई मंदी : मनमोहन सिंह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1