Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગેસ સિલિન્ડર કિંમતમાં કોઇ વધારો નહીં ઝીંકવાનો નિર્ણય

૧૭ મહિનામાં ૧૯ ઇન્સ્ટોલમેન્ટમાં એલપીજીની કિંમતમાં ૭૬.૫ રૂપિયા સુધીનો વધારો કર્યા બાદ રાષ્ટ્રીય તેલ કંપનીઓએ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આ મહિનામાં એલપીજીની કિંમતમાં કોઇ માસિક વધારો ન કરવાનો નિર્ણય કર્યો છે. સરકારી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઈઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ (એચપીસીએલ)એ એલપીજીની કિંમતમાં દર મહિને વધારો કરવાનો નિર્ણય કરેલો છે. ગયા વર્ષે જુલાઈ મહિના બાદથી દર મહિનાની પહેલી તારીખે વધારો કરવાનો સિલસિલો ચાલી રહ્યો હતો. ૨૦૧૮ સુધી એલપીજી ઉપર સરકારી સબસિડીને નાબૂદ કરવાના હેતુસર એલપીજીની કિંમતમાં દર મહિને વધારો કરવામાં આવી રહ્યો છે પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને આ મહિનામાં સિલિન્ડરની કિંમતમાં કોઇ વધારો ન કરવાનો નિર્ણય કરાયો છે. નામ જાહેર નહીં કરવાની શરતે ત્રણ રિટેલર્સ પૈકીના એક કંપનીના કારોબારીએ આ અંગેની માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, આ નિર્ણયના સંદર્ભમાં વધારે વાત કરવાની સ્થિતિમાં તેઓ નથી પરંતુ આ એક રુટિન મેનેજમેન્ટ અંગેનો નિર્ણય છે. આ મહિનામાં કોઇ વધારો ન કરવા ઓઇલ કંપનીઓને સરકારે કોઇ આદેશ કર્યો હતો કે કેમ તે અંગે પૂછવામાં આવતા અધિકારીએ કોઇ વિગતો આપી ન હતી. એલપીજીની કિંમતમાં પહેલી નવેમ્બરના દિવસે પ્રતિ સિલિન્ડર ૪.૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. સરકારી કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા કિંમત અંગેના જાહેરનામા મુજબ સિલિન્ડરની કિંમત આની સાથે જ ૪૯૫.૬૯ રૂપિયા થઇ ગઇ હતી. સબસિડીવાળા એલપીજીની કિંમતમાં પણ સતત વધારો થઇ રહ્યો હતો. ગયા વર્ષે સરકારે માર્ચ ૨૦૧૮ સુધી તમામ સબસિડીને નાબૂદ કરવા દર મહિને ગેસની કિંમતમાં વધારો કરવા ઓઇલ કંપનીઓને મંજુરી આપી હતી, ત્યારબાદ ગયા વર્ષે જુલાઈ મહિના બાદથી દર મહિને કિંમતમાં વધારો કરવાની નીતિ અમલી કરવામાં આવી હતી. આની સાથે જ સબસિડીવાલા એલપીજીની કિંમતમાં છેલ્લા ૧૭ મહિનામાં ૭૬.૫૧ રૂપિયા સુધીનો વધારો થઇ ચુક્યો છે. જૂન ૨૦૧૬માં સિબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત ૪.૧૯.૧૮ રૂપિયા હતી. શરૂઆતમાં એલપીજી રેટમાં વધારો પ્રતિ મહિને બે રૂપિયા હતો. ત્યારબાદ વધીને આ વર્ષે મે મહિનામાં તેને ૩ રૂાપિયા કરાયો હતો. પહેલી નવેમ્બરના દિવસે છઠ્ઠી વખત એલપીજીની કિંમતમાં વધારો કરાયો હતો. પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ૩૦મી મેના દિવનસે દર મહિને પ્રતિ સિલિન્ડર ચાર રૂપિયાનો વધારો કરવા માટે કહ્યું હતું. પેટ્રોલિયમ મંત્રાલયની સંસ્તાના કહેવા મુજબ પ્રત્યેક સબસિડીવાળા એલપીજી સિલિન્ડર પર ૨૫૧.૩૧ રૂપિયાની સબસિડી છે. બિનસબસિડીવાળા અથવા તો માર્કેટ કિંમતે ઉપલબ્ધ એલપીજીના રેટમાં પ્રતિ સિલિન્ડર પાંચ રૂપિયાનો વધારો કરાયો છે. આની સાથે જ કિંમત વધી ૨૪૭ રૂપિયા થઇ જશે.

Related posts

આગામી 10 દિવસમાં 12 રાજ્યોનો પ્રવાસ ખેડીને જાહેર સભાઓ ગજવશે પીએમ મોદી

aapnugujarat

હાફીઝ સામે કાર્યવાહી કરવા ભારતની પાસે ક્ષમતા નથી

aapnugujarat

એબી ડીવિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1