Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લામાં ૭૯.૧૫ ટકા મતદાન નોંધાયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે શનિવારના દિવસે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. પ્રથમ તબક્કાના મતદાનના સંદર્ભમાં આજે ચૂંટણી પંચ દ્વારા સત્તાવારરીતે પાકા આંકડા ટકાવારી અંગેના જારી કરવામાં આવ્યા હતા જે મુજબ ગુજરાતમાં સૌથી નર્મદામાં સૌથી વધુ ૭૯.૧૫ ટકા જેટલું ઉંચુ મતદાન થયું હતું. ગુજરાતના જે જિલ્લાઓમાં ૭૦ ટકાથી વધુ મતદાન થયું છે તેમાં મોરબી ૭૩.૧૯, ભરુચમાં ૭૩.૦૧, તાપમાં ૭૮.૫૬, ડાંગમાં ૭૨.૬૪, નવસારીમાં ૭૩.૧૯, વલાસડમાં ૭૨.૬૯ ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું છે. આ તમામ જગ્યાઓએ ઉંચા મતદાન બાદ આ મતદાન કોની તરફેણમાં રહ્યું છે તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ બનેલી છે. આ સસ્પેન્સનો અંત ૧૮મી ડિસેમ્બરના દિવસે જ આવશે પરંતુ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પારસ્પરિક રીતે જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. પ્રથમ તબક્કાનું મતદાન ગઇકાલે પૂર્ણ થયા બાદ તમામની નજર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત ઉપર કેન્દ્રિત રહી હતી. સુરતમાં ૧૬ સીટો પર ઉમેદવારોના ભાવિનો ફેંસલો થઇ રહ્યો છે. સુરતમાં પાટીદાર બહુમતવાળા તમામ વિસ્તારો અહીં આવેલા છે જેમાં કારંજ, કામરેજ, વરાછા રોડ, સુરત ઉત્તર સીટોનો સમાવેશ થાય છે. સુરતને લઇને આ વખતે સ્થિતિ શું રહેશે તેને લઇને રાજકીય પક્ષો પણ કઇ કહેવાની સ્થિતિમાં નથી. દક્ષિણ ગુજરાતની તમામ બેઠકો ઉપર ઉમેદવારોની પ્રતિષ્ઠા દાવ ઉપર છે. દક્ષિણ ગુજરાતમાં ૩૫ સીટો પર ૩૨૦ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. એકલા સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો સુરત જિલ્લાની ૧૬ બેઠકો ઉપર ૧૭૬ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. આ તમામ ઉમેદવારોના ભાવિ ગઇકાલે ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. અહીં ૪૦ લાખથી વધુ મતદારો પૈકી ૭૦ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સુરત જિલ્લાની જે ૧૬ સીટો રહેલી છે તેમાં ઓલપાડ, માંગરોળ એસટી, માંડવી એસટી, કામરેજ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી એસસી અને મહુવા એસટીનો સમાવેશ થાય છે. સુરતમાં ઓલપાડમાં ૬૭.૨૮, માંગરોળમાં ૭૫.૭૬, માંડવીમાં ૭૯.૭૧, કામરેજમાં ૬૪.૭૩ જેટલું મતદાન થયું હતું. સુરત જિલ્લામાં એકંદરે ૬૬.૩૯ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

Related posts

ઉંઝામાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરાઈ

editor

અમદાવાદમાં મેટ્રો કોચનું આગમન

aapnugujarat

ओबीसिटी के प्रति जागृत हुए गुजराती, डायट प्लानिंग सेन्टर बढ़े

aapnugujarat

Leave a Comment

UA-96247877-1