Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આંદામાન અને નિકોબારના વિકાસ માટે કેન્દ્ર કટિબદ્ધ : મોદી

કાર નિકોબારમાં અનેક યોજનાઓની ભેંટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આપી હતી. સાથે સાથે અનેક યોજનાઓને લઇને વાત પણ કરી હતી. મોદીએ કહ્યું હતં કે, વિકાસ માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે. આંદામાન અને નિકોબારમાં રહેતા દરેક નાગરિકના જીવન સ્તરને સુધારવા માટેકેન્દ્ર સરકાર કટિબદ્ધ હોવાની પણ મોદીએ વાત કરી હતી. તેમણે કહ્યં હતં કે, અહીં શિક્ષણ, આરોગ્ય અને રમત ગમત સહિતના જરૂરી ક્ષેત્રોમાં કેન્દ્ર સરકાર તરફથી કામ કરવામાં આવી રહ્યું છે. મોદીએ દરિયાકાંઠાના વિકાસને લઇને પોતાની યોજનાઓ પણ રજૂ કરી હતી અને કહ્યું હતું કે, મુસજેટીના ઉંડાણને વધારવા માટે પણ યોજના તૈયાર કરવામાં આવી છે. કરોડોની વિકાસ યોજનાઓની મોદીએ આજે ભેંટ આપી હતી. શ્રેણીબદ્ધ યોજનાઓના લોકાર્પણ બાદ કારનિકોબારમાં લોકોને સંબોધતા કહ્યું હતું કે, કારનિકોબારમાં કેબલ વેમાં આશરે ૫૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે કેબલ વે જેટીનું વિસ્તરણ આશરે ૧૫૦ કિલોમીટર સુધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, મુસજેટીના ઉંડાણને વધારવામાં આવશે. આનાથી મોટા જહાજો પણ અહીં રોકાઈ શકશે. માછીમારોને મજબૂત કરવા માટે પણ શ્રેણબદ્ધ જાહેરાત કરી હતી. કારનિકોબારમાં પર્યાવરણને સુરક્ષિત રાખીને શૌર ઉર્જાની શક્યતા ચકાસવાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આજે ભારત દુનિયાના એવા દેશોમાં સામેલ છે જ્યાં શૌર ઉર્જાનું ઉત્પાદન અને ઉપયોગ સૌથ વધુ પ્રમાણમાં છે. સૌર ઉર્જાથી દેશને સસ્તી અને ગ્રીન એનર્જી માટે કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે. માછીમારોને સશક્ત કરવામાં કેન્દ્ર સરકાર લાગેલી છે. દેશમાં મસ્ત્ય ઉદ્યોગને લાભકારી કારોબાર બનાવવા માટે સાત હજાર કરોડ રૂપિયાના વિશેષ ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે. માછીમારોને યોગ્ય દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર આંદામાન અને નિકોબારમાં રહેતા લોકોના જીવન સાથે જોડાયેલી તમામ સુવિધા વધારવા માટે કટિબદ્ધ છે જેમાં સસ્તા રેશનિંગ, સ્વચ્છ પાણી, ગેસ કનેક્શન, કેરોસીનને લઇને સરકાર કટિબદ્ધ છે. કારનિકોબારથી નિકળેલા પ્રતિભાશાળી ખેલાડીઓની પ્રશંસા કરતા મોદીએ કહ્યું હતું કે, અહીંના પારમ્પરિક રોજગાની સાથે સાથે યુવાનો શિક્ષણ, તબીબી અને રમત ગમતના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. કારનિકોબારના યુવા ફુટબોલ સહિત અનેક રમતોમાં આગળ રહ્યા છે. વિકાસના તમામ કામો ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યા છે.

Related posts

૧૬૦ દિવસ બાદ દૈનિક કોરોના કેસ ૬૦ હજારને પાર

editor

ઈવીએમ સાથે ચેડા થાય છે, બહારની પોલીસ આવીને લોકોને ધમકાવે છે : મમતા બેનરજી

editor

समझौता एक्सप्रेस 76 भारतीय और 41 पाक नागरिकों को लेकर दिल्ली पहुंची

aapnugujarat

Leave a Comment

UA-96247877-1