Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શૂગર કંપનીના ૯૭ કરોડના સ્કેમ કેસમાં સીબીઆઈની રેડ

નીરવ મોદી, મેહુલ ચોક્સી પછી દેશની એક અન્ય કંપનીએ સરકારી બેંકને ૯૭ કરોડ ખાઈ જવાના કેસમાં સીબીઆઈએ ૯૭ કરોડનું ઋણ નહિં ચુકવવાના મામલે એક સુગર કંપની સિંભોલી શૂગર લિમિટેડના સીએમડી ગુરમીત સિંહ માન, ડેપ્યુટી એમડી, ગુરુપાલ સિંહ અને અન્યની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
સીબીઆઈએ આ મામલે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં અનેક સ્થાને રેડ પાડી હતી. જો કે કૌભાંડનો આંકડો ૨૦૦ કરોડ સુધી પહોંચે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે.રિપોટ્‌ર્સ અનુસાર ઉત્તર પ્રદેશની કંપની સિંભોલી શૂગર લિમિટેડે વર્ષ ૨૦૧૭માં ૭૪.૯૮ કરોડનું નુકસાન દેખાડ્યું હતું. જ્યારે પહેલી ડિસેમ્બરે ૨૦૧૬ની ત્રીજા ક્વાર્સમાં કંપનીને ૧૯.૦૯ કરોડનું નુકસાન ગયું હતું.
ઉલ્લેખનિય છે કે આ કંપની બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સૂચીબદ્ધ છે. સીબીઆઈએ આ કંપની પર છાપો ત્યારે માર્યો જ્યારે અનેક કંપનીઓ દ્વારા સરકારી બેંકો પાસેથી લેવામાં આવેલા કરજ ચુકવવામાં નથી આવતા. પીએનબીના ૧૧,૪૦૦ કરોડના કૌભાંડ સામે આવ્યા બાદ આ શ્રૃંખલામાં એક વધું મામલો નોંધાયો છે.પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સીને સીબીઆઈ અત્યાર સુધી ધરપકડ નથી કરી શકી. તો એએનઆઈની રિપોર્ટ અનુસાર સિંભોલી શૂગર લિમિટેડે ઓબીસી બેંકથી ૧૦૯.૦૮ લાખ કરોડનું કરજ લીધું હતું.
બેંકની ફરિયાદ પર સીબીઆઈએ કેસ દાખલ કર્યો છે. રવિવારે સીબીઆઈએ કંપનીના દિલ્હી, હાપુ઼ડ અને નોઈ઼ડા સ્થિત ૮ સ્થાનો પર રેડ પાડી છે. આ મામલે સીબીઆઈએ તપાસ શરૂ કરી દીધી છે. અને લોન દેનારા અધિકારીઓ સહિત અનેક લોકોની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.

Related posts

ભારતના ચંદ્રયાન-૨ને ઓસ્ટ્રેલિયામાં લોકો એલિયન સમજી ડરી ઊઠ્યા..!!

aapnugujarat

મુંબઇનાં કમલા મિલ કંપાઉન્ડમાં આગ : ૧૫નાં મોત

aapnugujarat

આ ચૂંટણી પરિણામ જનતાના ગળે નથી ઉતરી રહ્યું : માયાવતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1