Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુંબઇનાં કમલા મિલ કંપાઉન્ડમાં આગ : ૧૫નાં મોત

દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં કમલા મિલ કમ્પાઉન્ડ સ્થિત એક અબવ રેસ્ટોરન્ટ, લંડન ટેક્સી બાર અને મૌજો પબમાં ગુરૂવારે ભીષણ આગ ફાટી નિકળ્યા બાદ ઓછામાં ઓછા ૧૫ લોકો બળીને ભડથુ થઇ ગયા છે અને અન્ય ૧૬ લોકો દાઝી ગયા છે. દાજી ગયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર દર્શાવવામાં આવી છે જેથી મોતનો આંકડો વધી શકે છે. આગની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં ૧૨ મહિલાઓ અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે. ઘાયલ થયેલા લોકોને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલે ૧૫ લોકોના મોતના અહેવાલને સમર્થન આપ્યુ છે. પોલીસે ૧-અબવ રેસ્ટોરન્ટની સામે આઇપીસીની કલમ ૩૦૪ હેઠળ કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આગ લાગવા માટેના કારણોમાં તપાસ કરવામાં આવી રહી છે. જોકે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં સફળતા મળી ગઇ છે. હવે કુલિંગનુ કામ ચાલી રહ્યુ છે. પ્રાપ્ત માહિતી મુજબ આગ સૌથી પહેલા ૧-અબવ રેસ્ટોરન્ટમાં લાગી હતી, તેના વાંસ અને પ્લાસ્ટિકના બનેલા શેડમાં ભીષણ આગ પકડાઇ ગઇ હતી. આ આગ ત્યારબાદ બીજી બિલ્ડિંગમાં સ્થિત બાર મોજો અને લંડન ટેક્સીમાં ફેલાઇ ગઇ હતી. રેસ્ટોરન્ટમાં રહેલા લોકો પોતાને બચાવવા માટે વોશરૂમમાં છુપાઇ ગયા હતા. જો કે તેમાં ફસાય ગયા હતા. તેમને નિકળવા માટેના રસ્તા મળ્યા ન હતા. મોટાભાગના લોકો વોશરૂમમાં માર્યા ગયા હોવાના હેવાલ મળ્યા છે જે લોકો ઉપરના માળે હતા તે લોકો કોઇ રીતે બિલ્ડિંગમાં જવામાં સફળ રહ્યા હતા. જ્યાંથી તેમને ફાયરની ટીમે બચાવી લીધા હતા. ખાસ લેડરના સહારે તેમને બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીએ કહ્યુ છે કે મૃતકોમાં મોટાભાગની મહિલાઓ છે, જે ટેરેસ પર સ્થિત રેસ્ટોરન્ટમાં એક પાર્ટીમાં સામેલ થવા માટે આવી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગ્રેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. કેઇએમ હોસ્પિટલના ડીને માહિતી આપતા કહ્યુ છે કે કેટલાક લોકો ગંભીર રીતે દાઝેલી હાલતમાં છે. કેટલાકને શ્વાસ લેવામાં હજુ તકલીફ થઇ રહી છે. આગની ઘટના બન્યા બાદ બીએમસીના અધિકારી અજય મહેતા અને આઇએ કુન્દન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળ પર ફાયરની આઠ ગાડી તરત પહોંચી હતી. ત્રણ જેટીને પણ લઇ જવાની ફરજ પડી હતી. ફાયરના કર્મચારીઓ આસપાસની ઇમારતોને પણ બચાવવામાં લાગી ગયા હતા. આગ લાગતા જ કર્મચારીઓ બહારની તરફ ભાગી ગયા હતા. તેઓ એટલા ભયભીત હતા કે કઇ કહેવાના સ્થિતીમાં ન હતા. ફાયરને રાત્રે ૧૨.૩૦ વાગે આગ લાગવા અંગેની માહિતી મળી હતી. આગ એટલી પ્રચંડ હતી કે ટુંકા સમયમાં જ આસપાસના વિસ્તારોમાં ફેલાઇ ગઇ હતી. હાલમાં શરૂ થયેલા ટેરેસ બારની બારે લોકપ્રિયતા રહી છે. લંડન ટેક્સી મુંબઇના યુવાઓમાં ખુબ લોકપ્રિય છે. શુક્રવાર અને શનિવારના દિવસે આ પબમાં જોરદાર લાઇન લાગતી હતી. ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ કરવાના પ્રયાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે જો કે હજુ સુધી નક્કર માહિતી મળી શકી નથી.તપાસ હજુ ચાલી રહી છે.

Related posts

Female’s to be more safe in TN as CM hands over 40 vehicles to Amma patrol

aapnugujarat

अनुच्छेद 370 पर सरकार का कदम राष्ट्र की अखंडता की दिशा में एक ऐतिहासिक फैसला है : जेटली

aapnugujarat

मिस वर्ल्ड मानुषी प्रधानमंत्री मोदी से मिली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1