Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતના ચંદ્રયાન-૨ને ઓસ્ટ્રેલિયામાં લોકો એલિયન સમજી ડરી ઊઠ્યા..!!

ઈસરો દ્વારા ચંદ્રયાન-૨ મિશનના સફશળતાપૂર્વકના લોન્ચિંગ પછી ઓસ્ટ્રેલિયાના લોકો ખૂબ ડરી ગયા હતા. હકીકતમાં આવું એટલા માટે થયું કારણકે સોમવારે લોન્ચિંગ પછી ચંદ્રયાન અંતરિક્ષમાં જતુ હતું તે દરમિયાન ઓસ્ટ્રેલિયાના આકાશમાં તે એક ચમકતી વસ્તુ તરીકે દેખાયું હતું. તે જોઈને લોકો તેને એલિયન સમજીને ખૂબ ડરી ગયા હતા.
સોમવારે ઈસરોએ અંદાજે ૨.૪૩ મિનિટે ચંદ્રયાન-૨ લોન્ચ કર્યું હતું અને ઓસ્ટ્રેલિયાના સ્થાનિક સમય પ્રમાણે અંદાજે સાંજે ૭.૩૦ વાગે તે ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ વિસ્તારમાં ચમકતો દેખાયો હતો. ચંદ્રયાનની ચમક જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
શૌના રોયસ નામના વ્યક્તિએ સૌથી પહેલાં લગભગ સાંજે ૭.૩૦ વાગે ઉત્તર પશ્ચિમ ક્વિન્સલેન્ડ જૂલિયા ફ્રિક કારવાં પાર્ક ઉપર રોશની દેખાઈ હતી. ત્યારપછી તેણે આ વિશે માહિતી મેળવવા માટે એબીસી નોર્થ વેસ્ટના ફેસબુક પેજ પોતાના સવાલનો જવાબ માંગ્યો હતો. તે દરમિયાન આકાશમાં ચમક જોઈને મૈકિન્લે શાયર કાઉન્સલરે કહ્યું કે, અમે કાંરવા પાર્કમાં ડિનર કરી રહ્યા હતા. ત્યાં લગભગ ૧૬૦ લોકો હાજર હતા. ત્યાં હાજર લોકોમાંથી એક વ્યક્તિએ આકાશમાં રોશની જોઈ અને બાકીના લોકોને પણ તે જોવા માટે કહ્યું. તે જ પાર્કમાં હાજર જૈકબ બ્લંટ નામની એક વ્યક્તિએ આકાશમાં એક અલગ પ્રકારની રોશની જોઈને પોતાના મોબાઈલમાં વીડિયો બનાવી લીધો. તેમાં તે કહી રહ્યો છે કે, જુઓ આ એક એલિયન અથવા યુએફઓ છે.
ત્યારપછી આ વિશે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ અને પાર્કમાં હાજર લોકોએ આ તસવીર શેર કરવાની શરૂ કરી દીધી હતી.

Related posts

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૪૨૦૫ લોકોના મોત

editor

૨૧મી સદી એશિયાની સદી : વડાપ્રધાન મોદી

aapnugujarat

अर्थव्यवस्था को ठीक करने ठोस नीति की जरूरत : राहुल गांधी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1